Book Title: Anandghan Ashtapadi
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 41
________________ खीर नीर जो मील रहे आनंद जस सुमति सखिके संग તેરમું કે ચૌદમું ગુણસ્થાનક સશરીર અવસ્થા છે, પછીનો મોક્ષ અશરીર અવસ્થા છે, આનંદ ત્રણેયનો સમાન છે. આત્માની ચેતનાનો સંપૂર્ણ ઉઘાડ થયો છે તેનો ગજબનાક આનંદ અંતરાત્મા અવિકલ ભાવે અનુભવે છે. ચેતના તે જ આનંદ, આનંદ તે જ ચેતના. આતમા પાસે, સંવેદના તરીકે સમસ્ત વિશ્વનો સાક્ષાત્કાર હાજર છે. લોક-અલોકનો પૂર્ણ બોધ. આતમા પાસે, શુદ્ધિ તરીકે નિર્મોહ અવસ્થાનું અભંગ સામ્રાજય હાજર છે. આતમા પાસે, અનુભૂતિ તરીકે આતમાના = પોતાના અનંત ગુણો અખંડ ભાવે અનાવૃત્ત છે. આતમા પાસે, સુખ તરીકે પોતાનું સર્વાગીણ ચૈતન્ય ઉદ્ઘાટિત છે. આ બધું જ અવર્ણનીય આનંદ આપે છે. આનંદ મળે એવું બોલાતું નથી કેમ કે જે આનંદ પારકો હોય તે મળે છે, મળ્યા પછી થોડા વખતમાં ઓસરી જાય છે. આમાનો જ આ આનંદ હોય છે. દૂધનો પ્રવાહી અંશ પાણી છે. પાણી ઊડી જાય તો દૂધ ચીકણો માવો બની જાય. દૂધમાં જેમ પાણી એકરૂપ છે તેમ આતમામાં આ આનંદ એકરૂપ છે. આતમાને આનંદથી અલગ નિહાળી નથી શકાતો. આનંદને આતમાથી અલગ નિહાળી નથી શકાતો. આ અવસ્થા લાવી આપનાર સુમતિ છે. ભલેને એ સુમતિ નું કર્મસાપેક્ષ સ્વરૂપ આજે એ અવસ્થામાં મળતું ન હોય પરંતુ સુમતિ નો અનુભવ તો જીવંત જ છે. રાગ નથી, દ્વેષ નથી, મોહ કહેતાં અજ્ઞાન નથી. આનો અર્થ જ સુત થાય ને. સુમતિ અને આનંદ્ર પણ એક બની જાય છે. भयो हे एकरस દોષનો અભાવ સુમતિ છે. ગુણનો આવિર્ભાવ આનંદ છે. પૂર્ણ દોષાભાવ સુત છે. પૂર્ણ ગુણાવિર્ભાવ પૂર્ણ આનંદ છે. સુમતિ પૂર્વે વિચારધારા હતી. હવે સુમતિ વિશુદ્ધ પરિણતિ બની ગઈ છે. સુમતિના ત્રણ સ્તર થાય છે. ૧. મંદ મિથ્યાત્વથી સમકિત સુધી ૨. સમકિતથી સર્વવિરતિ સુધી ૩. સર્વવિરતિથી સર્વજ્ઞભાવ સુધી. ક્ષાયિક ભાવની અજરામર સુમતિ સિદ્ધ અવસ્થામાં છે. પ્રારંભ હતો ત્યારે આત્માનાં અસ્તિત્વનો સ્વીકાર કરવા રૂપે સુમતિ આવી હતી. સિદ્ધિ મળી ત્યારે આત્માની અનુભૂતિ રૂપે સુમતિ આવી, આવી અને હંમેશાની સખી બની ગઈ. સુમતિ નિમિત્ત ભાવે હતી તે ઉપાદાનભાવે એકાકાર બની ગઈ. આત્મા શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર બને છે તેનો યશ સુમતિને મળવો જોઈએ. સુમતિ સાથેની એકતાનો જ પ્રભાવ છે કે અનાદિનો ભાવ તૂટી જાય છે. भयो हे एकरस भवखपाइ सुजस विलास - ૭ -

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43