Book Title: Anandghan Ashtapadi
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 32
________________ asta/aanada/2nd proof નથી તોપણ કર્મો બંધાતા નથી. કર્મો બંધાતા નથી માટે કર્મો સત્તામાં નથી. કર્મો સત્તામાં નથી માટે તેમનો ઉદય કે તેની ઉદીરણા નથી. નેતિ નેતિ-નો રાસ ચાલે છે. મજાની વાત એ છે કે બધા જ પ્રશ્નો અને દુ:ખો ખતમ થઈ ગયા છે છતાં તેનો હરખ પણ નથી. આ જ તો છે નેતિ નેતિ | આ આનંદનો ખજાનો અઢળક છે. કચરો ભેગો થાય તેને ઢગલો કહેવાય. દાગીના ભેગા થાય તેને ખજાનો કહેવાય. સંસારમાંથી સુખ મેળવવાની ઇચ્છા અને એ ઇચ્છાની પાછળ આવનારું સુખ, ચક્રવર્તીના ભવમાં ઘણું હતું પણ એ હતો કચરો. માતાને ચૌદ સપનાં દેખાડનારું, ચોસઠ ઇન્દ્રોનાં સિંહાસન કંપાવનારું, સમવસરણમાં દેશના અપાવનારું તીર્થંકરનામકર્મ–સંસારમાં બાંધી રાખનારું હતું એ અર્થમાં આત્મસ્વભાવનું બાધકે જ હતું. કર્મ નિશ્ચયનયની દૃષ્ટિએ હેય. હેયનો સંગ્રહ સંસાર. હેયનો પૂર્ણ ત્યાગ મોલ, મોક્ષ એટલે આનંદનો ખજાનો. ખૂટે નહીં, લૂંટાય નહીં, ગુપ્ત એવો કે સંસારીને દેખાય જ નહીં. મોંધો નહીં પણ અણમોલ. ऐसी दशा जब प्रगटे चित्त अंतर સહજ સુખની પ્રશંસા કરતાં કરતાં, સહજ સુખની પરમ રોમાંચક કલ્પનામાં ખોવાઈ જઈએ અને દેહભાન, સમયભાન થોડીવાર માટે જતું રહે તે દશામાં ચિત્તને જો લઈ જઈએ, सोहि आनंदघन पिछाने તો ડૂબી ગયાનો આનંદ, મોક્ષની ઝાંખી જરૂર કરાવે. આ હંમેશનો નિયમ છે : જે પામવું છે તેની સ્પષ્ટ કલ્પના કરો. જેવા થવું છે તેનું સુરેખ ચિત્ર મનમાં બનાવો. The secret પુસ્તક જગવિખ્યાત છે. એનો સાર ત્રણ જ લાઈનમાં આવી જાય છે. Dream it. Believe it. Achieve it. તમારાં લક્ષનું તમે સપનું બનાવો, એક. એ લક્ષ સુધી તમે પહોંચશો જ એવો વિશ્વાસ બનાવો, બે.એ લક્ષ સિદ્ધ થઈ ગયું છે અને તમારે જે બનવું હતું તે તમે બની ગયા છો એવી સુદૃઢ કલ્પના કરીને ખુશ થાઓ. મોક્ષપદનો અભ્યાસ કરવાનો. મારે મોલમાં જવું છે એવી અનુભૂતિ સુધી પહોંચવાનું. મોક્ષ મળે નહીં ત્યારસુધી હું દુ:ખી જ રહેવાનો છું આ વાત મનમાં સ્પષ્ટ કરી લેવાની. પહેલું પગથિયું આ. મારે મોક્ષમાં જવા માટે શું શું કરવું પડશે તેની રૂપરેખા બનાવવાની. એ મુજબની મહેનત હું કરીશ તો મોક્ષ મળવાનો જ છે એવો મજબૂત વિશ્વાસ મનમાં ઊભો કરી દેવાનો. હું મોક્ષમાં જઈશ શકું છું એવો આનંદસભર આત્મવિશ્વાસ બનાવી લેવાનો. બીજું પગથિયું. | મોક્ષની કલ્પના. સિદ્ધશિલાનો મલક, આત્માનું એકચક્રી રાજ. આનંદનું અદ્વૈત અને અદ્વૈતનો આનંદ. સદાકાળ સુખ, સ્થિરતા અને સંવેદના. જીવન સ્વાધીન. જ્ઞાન અનંત, અવસ્થાને અનંત. ‘હું મોક્ષમાં છું અને પરમ સુખી છું એવી ભાવયત્રી કરવાની.” ત્રીજું પગથિયું આ. ऐसी दशा जब प्रगटे चित्त अंतर सोहि आनंदघन पिछाने ત્રણ પગથિયે મનને વહેતું મૂકનારો આત્મા, સાધક અને સિદ્ધની સાચી કિંમત આંકી શકે છે. ત્રણ પગથિયે ઊભો રહીને સાધનાને જોનારો જીવ જ અધ્યાત્મને સમજી શકે છે : આનંદ્ર શ્રી મત आनंदघन जाने. - ૫૯ - - ૬૦

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43