Book Title: Anandghan Ashtapadi
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 30
________________ asta/aanada/2nd proof મનનું જીવન. પ્રયત્ન અને પરિણામથી પર થઈ ગયેલું અનંત જીવન છે સિદ્ધનું. જે સહજ નથી તેની માટે પ્રયત્ન કરવો પડતો હતો. સહજ નહોતું તે ભૂંસી નાંખ્યું. બાકી રહ્યું માત્ર સદગ. પુણ્ય બાંધતાં હતાં તો સુખ મળતું હતું. પાપ બાંધતા હતા તો દુઃખ મળતું હતું. પુણ્ય ખતમ થતું તો દુ:ખ શરૂ થતા. પાપ ખતમ થતું તો સુખ શરૂ થતા. સુખ અને દુ:ખમાં નવા પાપ અને પુણ્ય બંધાતા. આ બધું અસહજ હતું. સિદ્ધ બને તે પાપ અને પુણ્યથી પર થઈ જાય, સુખ અને દુઃખથી અલગ થઈ જાય. સહન થવું એટલે આત્મા સિવાયના તમામની બાદબાકી કરવી. શરીર, કર્મ અને પુદ્ગલ–આ ત્રણ તત્ત્વોમાંથી સુખદુ:ખ આવ્યા કરે છે. શરીરમાં આત્મા છે. કર્મ આત્મામાં છે. પુદગલનો અનુભવ આત્માને અધૂરપથી ભર્યા કરે છે. ત્રણેયની છુટ્ટી કરાવી દે છે સહન સુખ. આત્મા છે, સ્વતંત્ર છે. આત્મા શરીરમાં હોય તો આયુષ્ય હોય, મૃત્યુ હોય ને જનમજનમની યાત્રા હોય. આત્મા શરીરતત્ત્વથી જ વિખૂટો થઈ ગયો છે, આયુષ્ય, મૃત્યુ અને જન્માંતર, હવે કયારેય નહીં નડે. શરીર માં આત્મા છે તો શરીરની સતત માંગ રહે છે, પાંચ ઇન્દ્રિયની માંગ. દરેક માંગ પુનરાવર્તન અને પુનરાવર્તન અને પુનરાવર્તનમાં રમતી હોય છે. શરીરથી આત્મા વિખૂટો જ થઈ ગયો છે, હવે માંગ અને પુનરાવર્તન બંને મટી ગયા. શરીર છે માટે રોગ છે. થાક છે, મહેનત છે, શરીર ન રહ્યું એટલે આ બધું પણ ગયું. સહંગ સુખ શરીર વિના જીવાતી જીંદગીમાં સદા પ્રકાશિત હોય છે. આત્માને કર્મ સતાવે છે. આઠેય કરમોનો મોરચો અલગ છે ને આઠેયનો હુમલો એકસંપી છે. આત્માની શરીરરૂપી સમસ્યાનું મૂળ આ કર્મ જ છે. કર્મ આંખે પાટો બાંધે છે જ્ઞાનાવરણ થઈને. કર્મ, રોકી રાખે છે દ્વારપાળ થઈને. કર્મ, જીભને ચીરી નાંખે છે. કર્મ, વિવિધ રંગો પૂરે છે. કર્મ, આત્માને કેવા કેવા નાચ નચાવે છે તે ઉપમિતિમવારંવા શાસ્ત્રમાં વિગતવાર વર્ણવેલું છે. કર્મએ આત્માની અવદશા કરી મૂકી છે. પાંચમાં અનુત્તર દેવલોકથી માંડીને સાતમી નરક સુધીનાં શરીરબંધન કર્મની જ દેન છે. સાધારણ વનસ્પતિકાયથી માંડીને પર્યાપ્ત પંચેન્દ્રિય સુધીની દેહરચના કર્મથી જ બની હોય છે. કશું જ સહજ નથી. પાંચ પ્રકારના શરીર, ઔદારિક-વૈક્રિય-આહારક-તૈજસ-કાશ્મણ જરીક પણ સહજ નથી. અભણ હોવું કે વિદ્વાન્ હોવું, કાંઈ સહજ નથી. ગરીબ હોવું કે શ્રીમંત હોવું, કાંઈ જ સહજ નથી. માંદા હોવું કે સાજા રહેવું, કશું સહજ નથી. ભૂખ્યા-તરસ્યા થવું કે ભર્યો ભર્યો ઓડકાર ખાવો, કાંઈ સહજ નથી. મૂંગા થવું કે સંગીતકાર બનવું, કાંઈ સહજ નથી. છલાંગ ભરવી કે આરામથી બેસવું કાંઈ સહજ નથી. નિરક્ષર હોવું કે સેંકડો કિતાબોના સર્જક બનવું, કાંઈ સહજ નથી. ભીખ માંગવી કે દાન દેવું, કાંઈ સહજ નથી. ચોરી કરવી કે ન્યાયાધીશ બનવું, કશું સહજ નથી. સહજ નથી કેમ કે બધે જ કર્મનો પ્રભાવ છે. કર્મનો પ્રભાવ પૂરેપૂરો ખતમ થઈ જાય ત્યારે જ આત્માનો સંગ આનંદ પ્રગટ થાય. આ સદંન સુખની વિશેષતા એ છે કે તે સર્વત્ર હોય છે. દૂધ, મધુર હોય છે પણ લીંબુનો છાંટો પડે તો ફાટી જાય. ફૂલ, સુંદર હોય છે પણ છોડથી છૂટું પડે તો કરમાઈ જાય. મીઠાઈ, ભાવે એવી હોય છે પણ સમય વીત પછી બગડી જાય. પુગલનું સુખ, ઝંખવાઈ જવાનો સ્વભાવ લઈને જ આવતું હોય છે. દૂધ હંમેશા એવું ને એવું દૂધ જ રહે છે ? ના, ફૂલ હંમેશા એવું ને એવું

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43