Book Title: Anandghan Ashtapadi
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 29
________________ મૂંગો હતો. જંગલમાં રહેતો હતો. આદિવાસી હતો. રાજા ભૂલો પડેલો તેને રસ્તો દેખાડ્યો. રાજા તેને પોતાનાં નગરમાં લઈ ગયો. પહેલી વાર જંગલની બહાર આવેલો. મજા આવી ગઈ. રાજાએ એને ભરપૂર મીઠાઈ ખવડાવી. એ પાછો ઘેર આવ્યો. સૌ પૂછે : ક્યાં જઈ આવ્યો. હાથ ઊંચો કરીને કહે : ત્યાં. સૌ પૂછે : ત્યાં એટલે ક્યાં ? ભોળાભગત ઈશારો કરીને કહે : બહાર. સૌ પૂછે : બહાર? બીજા જંગલમાં? આદિવાસી ઈશારાથી ના કહે ને વળી નવો ઈશારો કરી કહે : ત્યાં. સૌ પૂછે : ત્યાં શું કર્યું? આ કહે, ઈશારાથી : ખાધું. સૌ પૂછે : શું ખાધું? હવે મૂંગો ગૂંચવાય. જે ખાધું હતું તેનું નામ ખબર નહીં. જે ખાધું હતું તેનો સ્વાદ યાદ તો હતો પણ સમજાવે શી રીતે ? બધા ઈશારા વ્યર્થ ગયા. પ્રારંભ થાય. કર્મોની તીવ્રતા તૂટતી જાય તેમ સાધનાનું બળ વધતું જાય. કર્મો સાવ કમજોર થઈ જાય ત્યારે સાધનાનું શિખર આવે. કર્મો ખતમ થાય. એ સાથે જ સાધના પણ ખતમ થાયસાધનાનું વર્ણન હજી થોડું સમજાય. સાધના પછી જે ઘટિત થાય છે તેનું તો વર્ણન પણ ઓછું મળે છે અને એ સમજાય છે પણ ઓછું. સંસારી અવસ્થા, કર્મોદયની વિવિધ અવસ્થા, ચારગતિની વિભિન્ન અવસ્થા, અપુનબંધકથી માંડીને ચૌદમાં ગુણસ્થાનક સુધીની અવસ્થાનું વર્ણન મળે છે. વાંચીને વિચારતા જઈએ તેમ તે તે જીવોનું ભાવજગત અને સ્વભાવજગત સમજાવા લાગે. સિદ્ધનું અભાવજગત સમજાતું નથી. સિદ્ધને પોતાનું સ્વરૂપ સમજાય, બીજું સમજાય કેવળજ્ઞાનીને. आनंद की गत आनंदघन जाने આઠ કર્મોમાં અટવાયેલા જીવને પોતાનું દુઃખ પણ સમજાતું નથી, એ સિદ્ધનાં સુખને સમજી ન શકે. वाइ सुख सहज अचल अलख पद वा सुख सुजस बखाने સિદ્ધનું સુખ સહન છે. સાથે રહે, સાથે આવે ને સાથ આપે તે સન. ચેતના સાથે રહે છે, સાથે આવી છે અને સાથે આવશે. ચેતના, એકાકી ચેતનામાંથી નીપજેલું સુખ, સહન સુખ છે, નિજી અસ્તિત્વનું સંવેદન એ સહન સુખ છે. શરીર વિના, મન વિના, કર્મ વિના આત્મચેતનાનો સઘન અનુભવ લેવો તે સરંગ સુખ છે. આત્મા સાથે આત્મા સિવાય બીજા કોઈનો સંબંધ ન રહે તે સહન સુખ છે. આપણા આતમરામને તો નામ અને કામની ખબર પડે. નામ વિનાનું કામ તે જ સહન સુખ. પ્રયત્નો કરવા અને પરિણામ મેળવવું આ છે તન અને આદિવાસી ‘ત્યાં’ એવો ઈશારો કરી શકે છે, આદિવાસી ‘તે’ એવો ઈશારો કરી શકે છે. ‘ત્યાં' શું છે અને ‘તે' શું છે તે સમજાવી શકતો નથી. સિદ્ધપદ, સિદ્ધયોગીથી પણ ઉપરની અવસ્થા છે. અશરીર આત્માની અવસ્થા, મોક્ષનું લક્ષ બંધાય ત્યારથી ધર્મસાધનાનો સાચો - પ૩ જ - ૫૪ -

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43