Book Title: Anandghan Ashtapadi
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 26
________________ asta/aanada/2nd proof ऐसी दशा आनंद सम प्रकटत ता सुख अलख लेखावो મજાનો શબ્દ છે દશા. અવસ્થાનો જ પર્યાયવાચી શબ્દ છે દશા. પરંતુ દશા પ્રગટે છે. અવસ્થા પ્રગટતી નથી. દેશા આતંત્રી પ્રગટે છે. સાધનાની દરેક ક્રિયા ‘શા' પ્રકટ કરી આપે છે. + સદ્વાંચન અને સૂત્રનું પુનરાવર્તન, દશા પ્રકટાવે છે. + ગુરુસેવાનું કાર્ય કર્યું. એ કાર્ય થયું છે તે જાણ્યા બાદ ગુરુએ સંતોષ વ્યક્ત કર્યો, તેનાથી દશા પ્રકટે છે. + ગોખવા બેઠા ને ઘડીકમાં દશ ગાથા મોઢે થઈ ગઈ, વાંચવા બેઠાને બે ઘડીમાં દોઢસો શ્લોક વંચાઈ ગયા, સંખ્યા મહત્ત્વની નથી, સંપન્નતા મહત્ત્વની છે. એના થકી નીપજે છે દશા. + જિનવચનનું વાંચન કરતાં કે ગુરુમુખે શ્રવણ કરતાં પરમ સંતોષ મળ્યો ને ઊંચી પ્રેરણા પણ મળી તેનો સહજ રાજીપો થાય તે દશા. + પ્રભુસન્મુખ રાગપૂર્વક સ્તુતિ ગાતાં આંખો ભરાઈ આવી તે દશા, પુનરાવર્તનથી આવે. દશા, પૂર્વતૈયારીથી આવે. દશા, પ્રામાણિક પ્રયત્નથી આવે. દશા, પ્રેમાદર રાખીએ તેનાથી આવે. દશા, પરિણામશુદ્ધિથી આવે. દશા, પ્રબુદ્ધ ચિંતનથી આવે. આ દશામાં આનંદ પ્રકટે છે. આનંદ્ર સમ એટલે-આલંબન વિના મળનારો નિજાનંદ તો ઊંચો છે જ, આ દશા પણ એ આનંદ્ર જેવી જ અદ્ભુત છે. સારાં આલંબને સારો પ્રભાવ પાથર્યો આતમાં પર, એ દશા છે. આતમાં આલંબનથી નિર્લેપ બની ગયો તે આનંદ્ર છે. દશામાં બૂરા આલંબનોની અસર નામશેષ થાય. આનંમાં આલંબનમાત્રની અસર નામશેષ થાય. દશાનું સુખ કેવું છે ? , યોગમાર્ગનો આ પાણીદાર શબ્દ, A અને –ના કોમલ ઉચ્ચાર પછી હું-નો ખડકસ્પર્શ કરાવીને જીવને ઢંઢોળતો રહે છે. અને+વનો મતલબ છે, તરત ન સમજાય તેવો અનુભવ. જે અનુભવનું વર્ણન થવાનું જ નથી તે ૩મના છે, અલક્ષ્ય. આ સુખ બજારમાં નથી મળતું. હાર્ટ ૧ વૈાવો. અલખ નિરંજન, અવધૂત યોગીઓની ઉદ્ઘોષણા છે. નિરંજન એટલે અમે કોઈના કાબૂમાં નથી. અલખ એટલે અમને બાંધવાની કોશિષ કરશો નહી, તમને નહી આવડે, અમને પાડવાની કોશિષ કરશો નહી, તમે નથી ફાવવાના. અમને જીતવાની કોશિષ કરશો નહી, તમારું ગજું નથી. અમને હરાવવાની કોશિશ કરશો નહી, તમારી તાકાત નથી. અલખ સુખ માટે સાધક તરસ્યો રહે છે. અલખ સુખ માટે સાધક સમર્પિત રહે છે. સુખ જીવનો સ્વભાવ છે. ખોટાં સુખમાં જીવ અટવાયો છે. ખોટું સુખ છૂટી જાય તે અલખે. દશી. + પ્રતિક્રમણનાં સુત્રો પર ચિંતન ચાલ્યું ને પાપનો પ્રબળ પસ્તાવો ઉમટી આવ્યો. દશા. સભાનતાપૂર્વક કરાતી ક્રિયા પ્રવૃત્તિ રૂપે સંપન્ન થાય છે તેની સમાંતરે એક ભાવધારા બનાવી મૂકે છે. આ ભાવધારાનું આલંબન ધર્મક્રિયા છે માટે આ ભાવધારાની અનુભૂતિને જ દશા કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43