Book Title: Anandghan Ashtapadi
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 9
________________ ગુરુને શિષ્ય પગે લાગ્યો. કહે : આપના આશીર્વાદથી મને સફળતા મળી. ગુરુએ કહ્યું : મારા આશીર્વાદથી સફળતા નથી મળી. શિષ્ય કહ્યું : તો શેનાથી સફળતા મળી ? ગુરુએ કહ્યું : તારી મહેનતથી સફળતા મળી. શિષ્યએ કહ્યું : મહેનતથી સફળતા મળી ? ગુરુએ કહ્યું : ના. સફળતા મહેનતથી પણ નથી મળી. સફળતા તેં કરેલા સંકલ્પથી મળી. શિષ્ય કહ્યું : મેં સંકલ્પ કર્યો તેનાથી સફળતા મળી. પણ એ સંકલ્પ કરાવ્યો કોણે ? ગુરુએ કહ્યું : મેં સંકલ્પ સમજાવ્યો ને તેં એ સંકલ્પનો સ્વીકાર કર્યો. તે સ્વીકાર ન કર્યો હોત તો સફળતા મળત જ નહીં, શિષ્યોને, શિષ્ય પરંપરાને પરમ બોધ આપનારા બે ગુરુ ભેગા થાય તો ? બે ગુરુદેવતાઓ પોતપોતાના ગુરુનું સ્મરણ કેવા અહોભાવથી કરતા હોય, તે કેવળ કલ્પનાથી જ સમજવાનું છે. સોનામાં સુગંધ ભળે, સુગંધમાં સુંદરતા ભળે, સુંદરતામાં સહજતા ભળે તે જોવાનો લહાવો ઘણી વાર લીધો છે. બે અનુભૂતિસિદ્ધ સાધકો મળે તે જોવાનો લહાવો નથી લીધો. એક અલગ જ દુનિયા છે સાધકોની. વાણી નિરર્થક અને મૌન સાર્થક. શ્રવણ અનિવાર્ય અને ઉચ્ચરણ પરિહાર્ય. ફળની અપેક્ષા નહીં અને ફલની સિદ્ધિ અવશ્યભાવિ. શ્રીઆનંદઘનજી મહારાજા અને શ્રીસુ જસજી મહારાજાનું મિલન, અગમ અગોચરનો આલેખ કરનારું મંગલ મિલન હતું એમાં કોઈ શક નથી. બે પ્રેમી મળે તો બેયને એમ થાય : ‘તારા સિવાય મને કોઈ સમજી શકતું નથી.’ બે યોગી મળે તો બંનેનો અનુભવ બુલંદી પર હોયબેયને એમ થાય કે ‘મારો અંતરંગ અનુભવ આમને સમજાય તો સમજાય, બીજા મારા અનુભવને સમજી જ નહીં શકે.” आनंदघन को आनंद सुजस ही गावत પહેલા અજ્ઞાન હતા. પછી ભક્ત બન્યા. પછી દાસ બન્યા. માથે દેવ-ગુરુને ધારણ કર્યા. કેટલીય પરીક્ષાઓ આપી. ઓચિંતા આદેશ થયા તે શિરે ચડાવ્યા. અણધાર્યા પ્રશ્નો આવ્યા તે સંભાળીને સુવાંગ સમજીને મામલો સંભાળ્યો. અજ્ઞાન પાછું પડ્યું. ભીતરમાં મોસૂઝણું થયું. માંહ્યલું ભળભાંખળું શીતલ, ઉજવળ ક્ષણો લઈને આવ્યું. જેની સામે હારી જતા હતા તેને હવે હરાવીએ છીએ. જેનો સાધનાનાં ક્ષેત્રનું આ સત્ય છે. ગુરુ દોરવણી આપે તે મહત્ત્વનું છે અને શિષ્ય દોરવણી મુજબ ચાલે તે મહત્ત્વનું છે. આપનારને ખબર હોય છે કે મેં શું આપ્યું છે. લેનારને ખબર હોય છે કે મને શું મળ્યું છે. બંનેમાંથી એક પણ બેખબર નથી. પૂર્ણ સમાનતા છે. ગુરુ પાત્રતા જોયા બાદ જ આપે છે. શિષ્યને જે મળે છે તેનાથી પોતે કૃપાપાત્ર બન્યો તેનો અહોભાવ છે. સિદ્ધિ તો આગળ જતાં મળશે. આજે ગુરુકૃપા સિદ્ધ થઈ તેનો હરખ સાધકને પુલક્તિ બનાવે છે. બે ગુરુકૃપાપાત્ર શિષ્ય સાથે મળીને વાતે ચડે છે તેમાં ગુરુના મહિમાનું ગાન પ્રથમથી ચરમ પંક્તિ સુધી ચાલતું રહે છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43