________________
સંસાર. સાધના કર્યા પછી, સાધનાનું ફળ પામ્યા પછી, કાંઈ બાકી નથી રહેતું.
जस कहे सोही आनंदघन पावत
अंतर ज्योत जगावे ઘેર આવ્યા. દરવાજો વાસ્યો. દુનિયા બહાર મૂકી દીધી. નાનો દીવો ઘટને ઉજાસ આપી રહ્યો છે તેના ભરોસે બેસી ગયા. આરામ.
આત્માની અનુભૂતિ મળી. દેહભાવ અને કર્તાભાવ છૂટ્યો. સંયોગો અને સંબંધો નકામા બની ગયા. અંતરંગ ગુણોનું અજવાળું જાજવલ્યમાન છે. સંતોષ.
આંસુ સૂકાય તે દુઃખનો અભાવ છે. હાસ્ય ભૂંસાય તે સુખનો અભાવ છે. આંસુ અને હાસ્ય બંને ગાયબ થાય તે સંસારી ધર્મનો અભાવ છે. કશું ખોવા જેવું છે જ નહીં તેથી ચિંતા નથી ને દુઃખ નથી. કશું મેળવવાનું બાકી છે જ નહીં તેથી રઘવાટ નથી ને સુખ નથી. આ આધ્યાત્મિક દ્રમ્ તૃતીયમ્ છે.
અંતર જોત નીવે આ માર્મિક શબ્દો છે. ઊંડો બોધ પણ અધૂરો ગણાય. સાધકને પૂર્ણ બોધ મળ્યો છે. એ બોધ નાશ નહીં પામે. એ દોષનું સંપૂર્ણ પરિમાર્જન કરીને મળેલો બોધ છે. એ બોધ ભૂલ નહીં કરાવે. એ બોધ, આજ્ઞાતત્ત્વથી આચ્છાદિત છે. એ બોધ, બચાવશે આત્માને. એ બોધ, આત્માની મૂળ શક્તિનું અનાવરણ
હવે તાણાવાણા ઉકલી ગયા છે. હવે આરપાર દીસે છે બધું. હવે સીધી ઉડાન છે, થાક નથી લાગવાનો.
બોધનો આવિર્ભાવ ત્રણ સ્તરે હોય. ૧. અવિરત અવસ્થાએ. ૨. દેશવિરત અને સર્વવિરત અવસ્થાએ. ૩. વીતરાગ અવસ્થાએ.
અવિરત અવસ્થાનો બોધ પણ ઊંચો અને અદ્દભુત હોય, વિરત અવસ્થાનો બોધ પણ અનુભૂતિસંપન્ન અને ભાવસમૃદ્ધ હોય છે. વીતરાગ અવસ્થાનો બોધ અવર્ણનીય હોય છે.
અષ્ટપદીનું લક્ષ્ય ત્રીજો બોધ છે.
શરીર ન રહ્યું હવે આત્માનું વર્ણન શી રીતે કરશો ? આ સવાલ છે ને ?
આવો જ સવાલ આ અષ્ટપદી કરે છે..
જ્ઞાનાવરણ અને મોહનીય નથી રહ્યાં, હવે ચેતનાનું વર્ણન શી રીતે કરશો ?
છે.
બોધ થયો. હવે શંકા નથી. હવે પ્રશ્ન નથી. હવે ગૂંચવાડો નથી. હવે સમસ્યા નથી. હવે ભૂલામણી નથી.
બોધ થયો. હવે બધું સ્પષ્ટ છે. હવે બધું જ સમજાઈ ગયું છે.