Book Title: Anandghan Ashtapadi
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 20
________________ asta/aanada/2nd proof આનંદને, પારકી આંખે સમજવાનું પણ દુર્ગમ છે. આનંદને પામવાનો રસ્તો એક જ છે, આનંદને ચૂપચાપ પામી લો. आनंद आनंद में समाया આનંદ મળે નહીં ત્યાં સુધી બધું જ અધૂરું. આનંદ મળે પછી બધું જ પૂરું. આ નિશ્ચય નય છે. તમે પરિણામ શું હાંસિલ કર્યું તે મહત્ત્વનું છે. તમે રાગ ભૂંસ્યો ? તમે કષાય જીત્યા ? તમે વિષયસંગથી વેગળા થયા ? આ બધું કર્યું હોય તો વાત કરો. જો આ બધું બાકી રાખ્યું છે તો તમે વ્યવહારનયમાં છો. સાધનાનો શીખાઉં વિદ્યાર્થી વ્યવહાર નયના વર્ગમાં બેઠો હોય છે. નિશ્ચયનયને તો ઊંડાણ ખપે. વાતો નહીં કરવાની, કામ કરીને બતાવો. रति अरति दोऊ संग लिय वरजित ચારિત્ર મોહનીય કર્મનો નોકષાય વિભાગ ઓછો માથાભારે નથી. રાગના આલંબન દ્વારા રાગનું સંવેદન થાય છે રતિમાં, દુઃખનાં આલંબનમાં દુઃખનું સંવેદન થાય છે ગતિમાં. સંવેદન નીપજે છે તે સમસ્યા છે. આ સંવેદન અનંતની વિરોધી બાબત છે. થિમેમાં આ સંવેદનની તીવ્રતા ઘટતી હોય છે. ને છતાં બીજું અપૂર્વકરણ કરવું પડે છે. ધર્મસંન્યાસ થાય તે પૂર્વે યોગસંન્યાસ કરવાનો છે. દઝાડે તેનાથી દૂર થવાનું. અરથ ને હાથ તપાયા. અરથ એટલે જેના દ્વારા સંસાર પોષાય છે તેવી સામગ્રી. અરથ એટલે રાગ અને દ્વેષના, સુખ અને દુઃખનાં તમામ આલંબન. ઘર, પરિવાર, પૈસા, સાધનસરંજામ, સાજસજાવટ, શરીર, વસ્ત્રો, શણગારો, પરિગ્રહ, સંબંધ, સંબંધી. બીજું પણ ઘણું બધું. વાંક આ બધાનો નથી. વાંક અજ્ઞાનનો છે. -34~ અરથ આધારિત વિચારજગત છે રતિ અને અતિ. આ બે નિરાલંબન નથી હોતા. બંને સાલંબન છે. આલંબન છીડે ચડે છે માટે ચોર ગણાય છે. રથને હાથ તપાયા. એક વિદ્વાન લખી રહ્યા હતા. પત્નીએ જમવાના સમયે તેમને બોલાવ્યા. વિદ્વાન્ પત્નીને કહે : આ શરીરમાં પેટ ન હોત તો કેટલું સારું થાત ? પેટ છે માટે આમ ખાવાના સમયે ઊભા થવું પડે છે. પેટ જ ન હોત તો ઊભા થઈને સ્વાધ્યાયથી અળગા થવાનો વારો ન આવત. પેટ સાધન છે. પેટને ગાળો પડે છે. અરથ છે માટે તેની પર આક્ષેપ છે કે તે તાપ આપે છે. જો આત્મા એમની અસરમાં આવતો જ ન હોત તો એમનો વાંક ગણાત નહીં. વાંક આત્માનો. બદનામી અથની. સાધનાના ક્રમ તરીકે આ જરૂરી સમજણ છે. સંસારનાં આલંબન ખરાબ છે અને સંસારનાં આલંબનથી પ્રભાવિત થવાની નબળાઈ પણ ખરાબ છે. પહેલાં આલંબનથી બચો પછી નબળાઈ પર કામ કરો. સાક્ષીભાવ શબ્દનું એક ખોટું અર્થઘટન આજકાલ પ્રચલિત છે. નિમિત્તો એની જગ્યાએ ભલે રહ્યા, આત્મા શુદ્ધ રહે એટલું કરવાનું, એમ સમજાવી દેવાય છે. આ તે કેવી વાત ? નિમિત્તોથી તુફાન થાય છે તોય નિમિત્તોથી બચવાની વાત નથી. ફક્ત આત્માને શુદ્ધ રાખવાની કોરીધાકોર વાત છે. નિમિત્ત છે તે અસર બતાવશે જ. વહેતું પાણી, પથ્થરમાંય બાકોરું પાડી દે છે તેમ નિમિત્તોની ઉપસ્થિતિ, સાધકનેય કમજોર બનાવી દે છે. સંસારીનું તો કોઈ ગજું નથી. એ થરોના થરો થકી લેપાય છે સંસારમાં. પેઈનકીલરથી દુઃખાવો દબાય છે, મટતો નથી. એનેસ્થેસિયાથી ભાન ભૂલાય છે, ભાન મટતું નથી. અસર ઉતરતા જ દુઃખાવો ને ૩૬૦

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43