Book Title: Anandghan Ashtapadi
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 12
________________ asta/aanada/2nd proof કેવી મજાની વાત ? પહેલાં લખ્યું : સુખસ દ્વી ગાવત. હવે લખ્યું : સુન્નત હી રેલો. ગાય છે શ્રી સુજસજી. સાંભળવાનું એલાન આપે છે શ્રી સુજસજી. પોતાને પોતાનાથી અલગ કરીને જુએ તે સાધક. નવિનય દેં આ શબ્દો દ્વારા આ અષ્ટપદીના સર્જક પોતાને સુસ કરતાં અલગ ગણાવે છે. ‘મારો આદર્શ છે સુખસ અવસ્થા. મારો આદર્શ છે આનંદ્યનની સમાંતર અવસ્થા.' નવિનય તેનો ભાવાર્થ આ છે. સાધકની સફળતા સાધનાની ઊંચાઈ પામવામાં છે તેમ સાધકની સફળતા અન્ય સાધકની સાધનાની ઊંચાઈ તાગવામાં પણ છે. પોતાની સાધનાને અનુભવની નજરે જોવાની છે. અન્યની સાધનાને અહોભાવની નજરે જોવાની છે. પોતાની સાધનાનું પોતે વર્ણન ન કરાય. અન્યની સાધનાનું વર્ણન કરાય. તે વર્ણન કરતાં કરતાં પોતાની સાધનાનું વર્ણન સ્વયંભૂ થઈ જાય. ‘આ સાધકનો આ આનંદ આટલો અદ્ભુત છે’ એમ કહેનાર સાધક, એ અન્ય સાધકની સાધનાની કથા કહેવાની સાથે પોતાની આત્મકથા પણ કહી જ દે છે કેમ કે સાધના કર્યા વિના, સાધના સિદ્ધ કર્યા વિના— અન્યની સાધનાનું વર્ણન કરવાની તાકાત આવી શકતી નથી. સાધક સમક્ષ તેની સાધનાનું તાદેશ વર્ણન, અનુમોદનાના ભાવે કરો ત્યારે સાધક જોશે : આ વાચાળતા છે કે સચ્ચાઈ ?’ જો વાચાળતા હશે તો સાધક જવાબ પણ નહીં આપે, પ્રતિભાવ પણ નહીં આપે. જો સચ્ચાઈ હશે તો સાધક વિચારશે : આ પ્રશંસા કરનાર મારી સાધનાની ભૂમિકાને મહદંશે સમજી રહ્યો છે. આનો અર્થ એ થયો કે આ વર્ણન કરનાર ખુદ એક સાધક છે. - ૧૯ - પોતાની સમક્ષ એક સાધક આવ્યો છે તે જાણીને એ સાધક અજબ આનંદ અનુભવશે. सुख पायो बोत अभंग બંને સાધક એકબીજાની સાધનાને વાંચીને રાજી થશે. બંને સાધકને પોતાની સાધના સમજનાર એક સમસિદ્ધ યોગી મળ્યા છે. એ પરમ કક્ષાનો આનંદ વોત =ઘણો હોય, અમંગ =અખંડ હોય તે શબ્દાતીત સત્ય છે. બેય સાધકે ક્યાંકથી પ્રારંભ કરેલો. આજે બેય સાધક ઊંચા મુકામે ભેગા થઈ ગયા છે. એ સાધકોને પ્રારંભ કરાવનાર ગુરુ મહા. એ સાધકોનો હરઘડી, હરપળ જીવંત રહેલો સંકલ્પ માન્. -20~

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43