Book Title: Anandghan Ashtapadi
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 6
________________ asta/aanada/2nd proof કલ્યાણકારી વાતોનું શ્રવણ કર્યા પછી એ વાતો પર વિચારવાનું હોય છે. જેમ જેમ વિચારતાં જઈએ તેમ તેમ અંદર ઉત્સાહ પ્રકટે, મનોરથની હારમાળા ચાલે. કલ્યાણકારી પ્રવૃત્તિનું આચરણ ન હોય અથવા થોડું થોડું હોય પરંતુ કલ્યાણકારી ચિંતન એકધારું ચાલું હોય તો એ મારી છે. “સાચું છે તે મળ્યું છે, સારું છે તે મળ્યું છે હવે એનું અમલીકરણ કરું એટલી વાર. લાભ થવાનો જ છે” આ મનોભાવ મારી છે. પૈસા ઘણા મળે છે તે વપરાતા નથી તોય ખુશી આપે છે. કેમ? પૈસા છે તો જ્યારે—જ્યાં વાપરવા હશે, વપરાશ, કામ થશે એવો વિશ્વાસ પૈસા આપે છે. ખીસામાં રહેલા પૈસા વપરાય નહીં તોય વિશ્વાસ આપે છે. મનમાં રહેલો ધર્મ, આચરણ ન હોય તોય જોશ આપે છે. પૈસા અને ધર્મ, મળે એટલે એની અસર જીવન પર જોવા મળે જ. એમનું જોશ જ એવું હોય છે. વરસત મુવ પર નૂર. ધર્મની માટે વિચારવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે સંસાર માટે વિચારવાનું ઓછું થઈ જાય છે. વિચારમાંથી સંસારની જેટલી બાદબાકી થાય છે તેટલો વિવેકભાવ જાગૃત થાય છે. શરૂઆત સરળ વાતો પર વિચારવાથી થાય છે. પછી થોડું નવું, થોડું અઘરું. વિચારતા રહીએ તેમ પ્રેરણા મળતી રહે, વિચારતા રહો છો તેમ ગતિ મળતી રહે છે. વિચાર જેટલો સ્પષ્ટ, ગતિ તેટલી તીવ્ર. વિચારથી ભાવનાઓ બને છે. વિચારથી શ્રદ્ધા બને છે. વિચારથી શક્તિ ઘડાય છે અને કેળવાય છે, વિચારનું કેન્દ્ર અને વિચારની દિશા સ્પષ્ટ હોય તેને સુમતિ કહેવાય. સુમતિ સવુિં કે સંf | સુવિચાર સતત ચાલવો જોઈએ. પ્રવૃત્તિથી સદ્-નો સ્પર્શ સતત ન હોય તો વિચારણાથી સ૬-નો સ્પર્શ મેળવતા રહેવું જોઈએ. ભગવાનની વાણી એ જ મારી છે. એ આચારયાત્રાને પણ ચલાવે છે અને વિચારયાત્રાને પણ ચલાવે છે. આચાર શક્તિની મર્યાદામાં પળાય, સમયની મર્યાદામાં પળાય. વિચાર તો શક્તિ અને સમયનાં બંધનથી મુક્ત રહીને ચાલે છે. વિચાર ર્તિમંત બને તેમ આચાર જવલંત બને. વિચાર થકી આચારને બળ મળે. આચાર ન પળાતો હોય ત્યારેય વિચાર વહેતો હોય, આચાર પળાતો હોય ત્યારે વિચાર ઉમળકાભેર સંગાથ આપતો હોય. सुमति सखिके संग, नित नित दोस्त कबहु न होत ही दूर जश विजय कहे सुनो हो आनंदघन हम तुम मिले हजूर ધર્મક્રિયા સમજપૂર્વક કરતા હોઈએ તો એક લાગણી મનમાં સતત રહ્યા કરે : મારો મોક્ષ નજીક આવી રહ્યો છે.” આ લાગણી સુમતિ છે. આ સંવેદના ધર્મક્રિયામાં પરમ ઉલ્લાસ ભરે છે. આ સંવેદના મિત્ર છે, તેની હૂંફ ધર્મને ટેકો આપે છે. આ સંવેદના જલદી જાગતી નથી પણ એક વાર આ સંવેદના જાગી તો પછી આ સંવેદના કયારેય ભૂંસાતી નથી. મોક્ષની નજીકમાં જવાનો આનંદ ધર્મક્રિયાનાં કષ્ટને ગૌણ બનાવી દે છે. મોક્ષ નજીકમાં આવી રહ્યો છે તેની રોમહર્ષક કલ્પના, સંસાર સાથે કેટલીય બાંધછોડ કરવાની તાકાત આપી દે છે. ‘મને મોક્ષ મળશે તેવો આત્મવિશ્વાસ જાગી ગયો છે. હવે બીજી પંચાતમાં પડવાનું મન નથી.’ આ ઉત્કૃષ્ટ સર્વિચાર આત્મા સાથે વાર્તાલાપ કરાવે છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43