Book Title: Anandghan Ashtapadi Author(s): Prashamrativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 5
________________ તપાસ કરશે. એ સાચા મારગનું સરનામું શોધશે. એ ચાલશે ખોટા મારગ પર અને એની દિશા હશે સાચા મારગ તરફની. દૂર દેખાતો સાચો મારગડો એને હાશકારો આપશે. એ સોચશે : પાછળના ખોટા રસ્તે ચાલતા રહ્યા હોત તો, શું થાત ? ભલું થયું. બચી ગયા. આ મૂળ મારગ આવી ગયો. હવે ચિંતા નથી. ઝડપથી ઊંચકાતા પગ ગાય છે. વલત પત્નત ગાત. ખોટી દિશાને ખોટી દિશા તરીકે ઓળખી લો એટલે સાચી દિશા હાથમાં આવી જ સમજો. પ્રવાસ આખો બાકી હોય, ધીખતી બપોર વીંધીને નીકળવાનું હોય પણ એક રાજીપો હોય—સાચા મારગ પર છીએ, મોડું ભલે થાય પણ પહોંચશું એ નક્કી. ગુરુ મળ્યા. પ્રેરણા મળી. ધર્મ કરવા માંડ્યા. સમજ પડતી નથી. એટલો બધો રસ પણ નથી આવતો. ગુરુનાં વચને એટલું જ, ફક્ત સમજાયું છે કે—‘આત્મા માટે આ બધું લાભકારી છે.’ આટલું યાદ રહ્યું છે ને ધર્મ કરી રહ્યા છીએ. હું શરીર નથી, હું શરીરમાં છું. હું શરીર નથી. હું આત્મા છું આ બોધ ઉઘડી રહ્યો છે. મેં આચરેલો ધર્મ મારા આત્માને લાભાન્વિત કરી રહ્યો છે—આ પ્રતીતિ મનમાં જીવી રહી છે. ખૂબ ખુશી મળી રહી છે. રત આનંત ભરપૂર ધર્મ કરવો એક વાત છે. ધર્મમાં આનંદ પામવો બીજી વાત છે. ધર્મ નામનાં ફૂલમાંથી આનંદની અઢળક સુવાસ નીકળવી જોઈએ. સુવાસ વિનાનું ફૂલ નકામું, આનંદ વિનાનો ધર્મ નકામો. ધર્મનો આનંદ નક્કર છે, ઊંડો છે, અઢળક છે ને એ આનંદ પરાણે વહાલો લાગે છે. આનંષન પ્યારે. ~4~ ધર્મ ગંભી૨ છે, જડ નથી. ધર્મ શાંત છે. શૂન્ય નથી. ધર્મ પ્રસન્ન છે, ચંચળ નથી. ધર્મની વાત અનેરી છે. ઉન્માર્ગના પરિહારની ભાવના એ ધર્મ છે. ઉન્માર્ગનો પરિહાર કરવાનો પ્રયત્ન એ ધર્મ છે. સન્માર્ગના સ્વીકારની ભાવના એ ધર્મ છે. સન્માર્ગનો સ્વીકાર કરવાનો પ્રયત્ન એ ધર્મ છે. આ ધર્મ આચરવામાં અદ્ભુત આનંદ સમાયેલો છે. ધર્મના સિદ્ધયોગી ધર્મની વ્યાખ્યા કરી આપે તે બરોબર છે. ધર્મના પ્રારંભિક આરાધકને ધર્મની વ્યાખ્યા કરવાનું કહો તો એ ન કરી શકે. એને એટલું સમજાય કે આ અનુભવ દુનિયાદારી નથી. એને એટલી સમજ પડે કે આ આનંદ સાધારણ નથી. એને ખ્યાલમાં આવી જાય છે કે ધર્મનો આનંદ અલૌકિક છે. ताको सरूप भूप तिहुं लोक थे न्यारो ભૌતિક સ્તરનાં જેટલાં પણ સુખ હોય તેનાથી ધર્મનું સુખ સાવ જુદું છે. ભૌતિક સુખનું વર્ણન ભાષા કરી શકે, અંતરંગ સુખનું વર્ણન ભાષા ન કરી શકે. કબીરદાસજી કહે છે તેમ, દેખન સરિખી બાત હૈ, બોલન સરખી નાહી. મારગ પર ચાલવાનો આનંદ, પ્રભુકથિત આરાધના કરવાનો આનંદ છે. પ્રભુએ આપેલો માર્ગ વિકટ અને વિરાટ છે પણ આપનાર પ્રભુ છે તે બહુ મોટી વાત છે. માર્ગ, પ્રભુનો દીધેલો છે તો માર્ગે ચાલવાની તાકાત પણ પ્રભુ દેશે. આત્મવિશ્વાસ જાગે છે बरसत मुख पर नूरPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43