Book Title: Agam Padyanam Akaradikramen Anukramanika 01 Author(s): Vinayrakshitvijay Publisher: Shastra Sandesh Mala View full book textPage 7
________________ દ્વિતીય ભાગમાં પ્રાકૃતના ૩૭૩ ગ્રંથોની અકારાદિ આપવામાં આવેલ છે. તૃતીય ભાગમાં સંસ્કૃતના ૨૦૫ ગ્રંથોની અકારાદિ આપવામાં આવેલ છે અને પાછળ લોધ્રકાશ ગ્રંથની અકારાદિ આપેલ છે. ચતુર્થ ભાગમાં ત્રિષષ્ટિશાલાકાપુરુષચરિત્ર અને તેની પાછળ વૈરાગ્ય કલ્પલતા અને વૈરાગ્યરતિની સંયુક્ત અકારાદિ આપવામાં આવેલ છે. આ સંપુટમાં ટોટલ ૬૨૬ ગ્રંથોના લગભગ ૧,૭૭,૦૦૦ શ્લોકોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ સંપુટનો ઉપયોગ કરતાં પહેલાં પેજ નં. ૧૨ ઉપર આપેલ ‘ગ્રંથ પ્રવેશ પદ્ધતિ અને પેજ નં. ૧૩ ઉપર આપેલ સૂચનો ઉપર એક વખત નજર કરી લેવાથી ઘણી જ સરળતા પડશે. મૂળ ગ્રંથોની શુદ્ધિ માટે પૂ.મુ.શ્રી હિતરક્ષિતવિજયજી મ.સા., પૂ.મુ.શ્રી શ્રુતતિલકવિજયજી મ.સા., પૂ.સા.શ્રી ભદ્રજ્ઞાશ્રીજી મ.સા. તથા પંડિતવર્ય શ્રી રતીલાલ ચીમનલાલ દોશીએ જે સહાયતા કરેલ છે તે અવર્ણનીય છે. અકારાદિ સુવ્યવસ્થિત થાય એ માટે પૂ.આ.શ્રી વિજય વીરશેખરસૂરીશ્વરજી મ.સા. તથા પૂ.મુ.શ્રી અજયસાગરજી મ.સા.નું પણ માર્ગદર્શન મળેલ, સુશ્રાવક હરીશભાઈ દોશીની આ કાર્યને પરફેકટ પૂર્ણતાએ પહોંચાડવાની ભાવના પણ બહુ જ પ્રબળ હતી, પૂ.મુ.શ્રી હિતરક્ષિતવિજયજી મ.સાહેબે પણ અકારાદિના શુદ્ધિકરણ માટે વિશેષ સહાયતા કરેલ, સહવર્તિ મુ.શ્રી નિવણિરત્નવિજયજી મહારાજે કરી આપેલ ટાઈમની અનુકૂળતા આદિ, આ બધાની સહાયતા દ્વારા કંઈક નવીન-નીરાલું-અટપટું અને અઘરું એવું આ કાર્ય કે જે પૂ.મુ.શ્રી તપોરત્નવિજયજી મ.સાહેબે (હાલ પંન્યાસશ્રી) સોંપેલ તે પૂર્ણતાએ પહોંચ્યું છે. પાછળ મૂકેલ છ પરિશિષ્ટો પણ સંશોધકો અને અભ્યાસુઓને મદદરૂપ થશે. ગ્રંથોના વિષયવાર વિભાજનના પરિશિષ્ટમાં પૂ.મુ.શ્રી યશોજીતવિજયજી મ.સા.ના શિષ્યરત્ન મુ.શ્રી વિરતીન્દ્રવિજયજી તથા મુ.શ્રી કીર્તીન્દ્રવિજયજીએ સહાયતા કરેલ છે. વર્ધમાન તપોનિધિ પૂ.આ.શ્રી નરચંદ્રસૂરીશ્વરજી મ.સાહેબે પોતાની નાજુક તબીયતમાં પણ આ સંપુટ માટે ‘આગમો ગુણરત્નરત્નાકરઃ'નું લખાણ લખી આપેલ તે માટે હું તેઓશ્રીનો આભારી છું. આ કાર્યના માર્ગદર્શન માટે અનેક સમુદાયના પૂ.આચાર્ય ભગવંતો આદિને પૂછતાં તેઓશ્રીએ પણ સલાહ-સૂચનો આપી અમોને ઉલ્લસિત કર્યા છે. અમારા ક્ષયોપશમ પ્રમાણે યથાશક્તિ શુદ્ધતા લાવવાનો પ્રયત્ન કરેલ છે. આપશ્રીનાં ધ્યાનમાં આવેલ ક્ષતિઓ તરફ ધ્યાન દોરવા વિનંતી. આ કાર્ય કેટલું શુદ્ધ, સરળ અને ઉપયોગી બન્યું છે તે તો આપશ્રીના ઉપયોગથી અને અભિપ્રાયથી જ ખબર પડે ને.... ? સુનિ વિનચરક્ષિતવિજચPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 258