________________ શતક-૧, ઉદેસી-૨ 17 ઘણા પુદ્ગલોનો આહાર કરે છે, ઘણા પુદ્ગલોને પરિણાવે છે. ઘણો ઉચ્છવાસ અને નિઃશ્વાસ લે છે. વારંવાર આહાર કરે છે, વારેવાર પરિણાવે છે અને વારંવાર ઉચ્છવાસ તથા નિ:શ્વાસ લે છે. તથા તેમાં જે નાના શરીરવાળા છે તેઓ થોડા પુદ્ગલોને પરિણાવે છે, થોડો ઉઠુવાસ અને નિઃશ્વાસ લે છે, કદાચિત્ આહાર કરે છે, કદાચિતુ પરિણાવે છે, અને કદાચ ઉચ્છવાસ અને નિશ્વાસ લે છે, માટે હે ગૌતમ! તે હેતુથી એમ કહેવાય છે કે બધા નૈરયિકો સરખા આહારવાળા, સરખા શરીરવાળા અને યાવતુસરખા ઉચ્છવાસ તથા નિઃશ્વાસવાળા નથી ? હે ભગવનું ! બધા નૈરવિકો સરખા કર્મવાળા છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ! નૈરયિકો બે પ્રકારના કહ્યા છે? પહેલાં ઉત્પન્ન થયેલાં અને પછી ઉત્પન્ન થયેલાં, તેમાં જે નૈરયિકો પહેલાં ઉત્પન્ન થયેલાં છે તેઓ અલ્પ કર્મવાળા છે અને જે પછી ઉત્પન્ન થયેલાં છે તેઓ મહાકર્મવાળા છે. માટે હે ગૌતમ ! તે હેતુથી એમ કહેવાય છે કે “નૈરયિકો બધા સરખા કર્મવાળા નથી” હે ભગવનું ! બધા નૈરયિકો સમાન વર્ણવાળા છે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો ? હે ગૌતમ! પૂર્વવતુ જાણવું હે ભગવન! બધા નૈરયિકો સમાન વેશ્યાવાળા છે? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન્! તે એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ! નૈરયિકો પૂર્વવત બે પ્રકારના કહ્યા છે તેમાં જે નૈરયિકો પ્રથમ ઉત્પન્ન થયેલા છે તે વિશુદ્ધલેશ્યાવાળા છે અને પછી ઉત્પન્ન થયા છે તે અવિશુદ્ધ લેશ્યાવાળા છે. હે ભગવનું ! બધા નૈરયિકો સરખી વેદનાવાળા છે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. હે ભગવનું એ પ્રમાણે શા હેતુથી કહો છો ? હે ગૌતમ! નૈરયિકો બે પ્રકારના કહ્યા છે. સંક્ષિભૂત અને અસંગ્નિભૂત છે તેમાં જે સંભૂત છે તે મોટી વેદનાવાળા છે અને જે અસંજ્ઞીભૂત છે તે ઓછી વેદનાવાળા છે, માટે હે ગૌતમ ! તે હેતુથી પૂર્વવત કહ્યું છે. હે ભગવન! બધા નૈરયિકો સમાન ક્રિયાવાળા છે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો ? હું ગૌતમ ! નૈરયિકો ત્રણ પ્રકારના કહ્યા છે સમદ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ અને સસ્પેશ્મિધ્યાદ્રષ્ટિ, તેમાં જેઓ સમ્યગ્દષ્ટિ છે તેઓને ચાર ક્રિયા હોય છે તે આ પ્રમાણે :- આરંભની. પારિગ્રહની, માયાપ્રત્યયની અને અપ્રત્યાખ્યાન ક્રિયા તેમાં જેઓ મિથ્યાદ્રષ્ટિ છે, તેઓને પાંચ ક્રિયાઓ હોય છે તે આ પ્રમાણે - આરંભિની, પારિગ્રહિની, માયાપ્રત્યય, અપ્રત્યાખ્યાનક્રિયા, અને મિથ્યાદ્રષ્ટિ પ્રત્યયા તથા તેમાં જેઓ સમ્યગમિથ્યાદ્રષ્ટિ છે તેઓને પણ પૂર્વ પ્રમાણે પાંચક્રિયાઓ હોય છે, માટે હેગૌતમીતે હેતુથી એપ્રમાણે કહ્યું છે. હે ભગવન્! બધા નૈરયિકો સરખી ઉમરવાળા અને સમાપપન ઉત્પન્ન થએલા છે? એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ ! નૈરયિકો ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે -કેટલાક સરખી ઉમરવાળા અને કેટલાક સાથે ઉત્પન્ન થયેલા, તથા કેટલાક વિષમ ઉમરવાળા અને સાથે ઉત્પન્ન થયેલા તથા કેટલાંક સમ ઉમરવાળા અને આગળ ઉત્પન્ન થયેલા તથા કેટલાક વિષમ ઉમરવાળા. અને સાથે ઉત્પન્ન થયેલા. માટે હે ગૌતમ ! તે હેતુથી પૂર્વ પ્રમાણે કહ્યું છે. હે ભગવન! બધા અસુરકુમારો સરખા આહારવાળા અને સરખા શરીરવાળા છે ? ઈત્યાદિ પર્વની પેઠે સઘળા પ્રશ્નો કરવા. હે ગૌતમ ! અસુરકુમારો સંબંધે બધું નૈરયિકોની પેઠે કહેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org