________________ 15 શતક-૧, ઉસો-૧ સિદ્ધ ન કહેવા. નૈરયિકોની પેઠે વાનર્થાતરો અને વાવતુ- વૈમાનિકો જાણવા. લેશ્યાવાળા જીવો સામાન્ય જીવોની પેઠે કહેવા. કૃષ્ણલેક્ષાવાળા અને નીલલેશ્યાવાળા જીવો પણ સામાન્ય જીવોની પેઠે જાણવા. વિશેષ એ કે - અહીં તે સામાન્ય જીવોમાંનાં પ્રમત્ત અને અપ્રમત્ત જીવો ન કહેવા તથા તેજલેશ્યા- પધલેશ્યાવાળા અને શુલ્કલેશ્યાવાળા જીવો સામાન્ય જીવોની પેઠે જાણવા તેમાં વિશેષ એ કે-તે જીવોમાંના સિદ્ધો અહીં ન કહેવા. [23] હે ભગવન્! જ્ઞાન ઈહભાવિક છે, પારભવિક છે કે તદુભયભવિક છે? ગૌતમ ! જ્ઞાન ઇહભવિક પણ છે, પારભાવિક પણ છે અને તદુભયભયિક પણ છે. દર્શન પણ એજ પ્રમાણે જાણવું. હે ભગવનું ! ચારિત્ર ઈહભાવિક છે. પારભવિક છે કે તદુભયભવિક છે? હે ગૌતમ! ચારિત્ર ઈહભાવિક છે, પણ પારભવિક કે તદુભયભવિક ચારિત્ર નથી એ પ્રમાણે તપ અને સંયમ પણ જાણવા. [24] હે ભગવન્! શું અસંવૃત. અનગાર સિદ્ધ થાય છે, બોધ પામે છે, મૂકાય છે, નિર્વાણ પામે છે. સર્વ દુઃખોનો અંત કરે છે? હે ગૌતમ! આ અર્થ ઠીક નથી. હે ભગવન્!તે કયા કારણથી વાવતુ-અંતને નથી કરતો ? અસંવૃત અનગાર આયુષ્યને છોડીને શિથીલ બંધને બાંધેલી સાતે કર્મપ્રકૃતિઓને ઘનબંધને બાંધેલી કરવાનો આરંભ કરે છે, હુર્ત-અલ્પકાળ સ્થિતિવાળીને દીર્ધકાળ સ્થિતિવાળી કરવાનો આરંભ કરે છે, મંદ અનુભાગવાળીને તીવ્રઅનુભાગવાળી કરવાનો આરંભ કરે છે. અલ્પ-થોડા- પ્રદેશવાળીને બહુ પ્રદેશવાળી કરવાનો આરંભ કરે છે. અને આયુષ્યકર્મનો તો કદાચિતું બાંધે છે, તેમ કદાચિત બાંધતો પણ નથી. અશાતા વેદનીયકર્મને તો વારંવાર એકઠું કરે છે, તથા અનાદિ, અનંત, દીર્ધમાગવાળા, ચારગતિવાળા, સંસારારણ્યને વિષે પર્યટન કરે છે. ગૌતમ ! તે કારણથી અસંવૃત અનગાર સિદ્ધ થતો નથી, યાવતુ-સર્વ દુઃખોનો અંત-નાશ કરતો નથી. હે ભગવન્! સંવૃત અનગાર સિદ્ધ થાય છે. યાવતું-સર્વ દુઃખોના. અંતને કરે છે? હે ગૌતમ ! હા, સિદ્ધ થાય છે, યાવત્ સર્વ દુઃખોનો અંતને કરે છે. હે ભગવન્! તે કયા અર્થથી-હેતુથી ? હે ગૌતમ ! સંવૃત અનગાર આયુને છોડીને ગાઢ બંધને બાંધેલી સાતકર્મપ્રકૃતિઓને શિથિલબંધને બાંધવાનો, દીર્ઘલાંબાકાળની. સ્થિતિવાળીને હુસ્વ-થોડા-કાળની સ્થિતિવાળી કરવાનો, તીવ્ર અનુભાગવાળીને મંદ અનુભાગવાળી કરવાનો અને બહુ પ્રદેશાગ્રવાળીને અલ્પ પ્રદેશાગ્રવાળી કરવાનો આરંભ કરે છે આયુષ્યકર્મને બાંધતો નથી. તથા અશાતાવેદનીય કર્મનો વારંવાર ઉપચય પણ કરતો નથી. માટે અનાદિ, અનન્ત, મોટા-લાંબા માર્ગવાળા, ચાતુરન્ત, ચાર પ્રકારની ગતિવાળા-સંસારરૂપી અરણ્યનું ઉલ્લંઘન કરે છે, હે ગૌતમ ! તે કારણથી સંવૃત અનગાર સિદ્ધ થાય છે’ યાવતુ-સર્વ દુઃખોનો અંત કરે છે, એ પ્રમાણે કહેવાય છે. [25] હે ભગવન્! અસંયત, અવિરત તથા જેણે પાપકર્મ કર્મ હણ્યાં અને વર્ષો નથી એવો જીવ અહીંથી અવીને પરલોકમાં દેવ થાય છે? હે ગૌતમ! કેટલાક (જીવો) દેવ થાય છે અને કેટલાક દેવ થતા નથી; હે ભગવન્! અહીંથી અવીને વાવતુ-પૂર્વ પ્રમાણેના સ્વરૂપવાળા કેટલાક પરલોકમાં-દેવ થાય છે અને કેટલાક દેવ થતા નથી, તેનું કારણ? હે ગૌતમ ! જે જીવો ગામ, આકર, નગર, નિગમ, રાજધાનિ. ખેટ, કબૂટ, મર્ડબ, કોણમુખ, પત્તન, આશ્રમ તથા સન્નિવેશમાં અકામ તૃષ્ણાવડે, અકામ સુધાવડે, અકામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org