________________
સચિત્ત-અચિત્ત અને મિશ્રવાયુકાય છે
(૩૭ તનુવાત (વલયાકારરહિત) છે તે, તથા દિમ મફળેિ ચં ત્તિ' અત્યંત હિમ પડતે સતે અને અત્યંત દુનિ' એટલે મેઘનો અંધકાર વર્તત સતે અર્થાત્ વાદળાંઓ વડે આકાશમંડળ આચ્છાદિત થયે સતે જે વાયુ છે કે, આ સર્વે વાયુકાય નિશ્ચયથી સચિત્ત છે, પરંતુ અતિહિમ અને અતિદુર્દિન ન હોય ત્યારે જે “પ્રવીનાવિતિઃ' પૂર્વેદિક દિશાનો વાયુ છે, તે વ્યવહારથી સચિત્ત છે. વળી જે આક્રાંતાદિક એટલે પગના દબાવવાવડે પંકાદિકથી ઉત્પન્ન થયેલ વગેરે પાંચ પ્રકારનો વાયુ હમણાં કહેવાશે, તે અચિત્ત છે. ૩૯
આક્રાંત વગેરેનું જ સ્વરૂપ કહે છે : मू.०- अकंत धंतघाणे, देहाणुगए य पीलियाइसु य ॥
अच्चित्तवाउकाओ, भणिओ कम्सट्टमहणेहिं ॥४०॥ મૂલાર્થ: (૧) આક્રાંત, (૨) આધ્યાત અથવા ઘાણી, (૩) દેહાનુગત, (૪) પલિત અને (૫) સંમૂ૭િમ આદિને વિષે જે વાયુ હોય છે, તે આઠ કર્મનું મથન કરનાર તીર્થકરોએ અચિત્ત વાયુકાય કહ્યો છે. I૪
ટીકાર્થ : “આક્રાંત' એટલે પગ વડે કાદવ વગેરે દબાયે સતે ચિત્કાર શબ્દને કરતો જે વાયુ ઉછળે છે, તથા “આધ્યાત” એટલે મુખના વાયુથી ભરેલ દતિ (મસક) વગેરેમાં જે વાયુ વર્તે છે, અથવા ઘાણ એટલે તલ પીલવાના યંત્ર (ઘાણી)માં તલ પીલવાના વશથી શબ્દસહિત બહાર નીકળતો જે વાયુ પ્રાપ્ત થાય છે, તથા જે “દેહાનુગત' એટલે શરીરને આશ્રિત થયેલો ઉચ્છવાસ-નિઃશ્વાસના નીકળવારૂપ વાયુ, તથા પીલિત એટલે ભીનું વસ્ત્ર નીચોવાતું હોય તે વખતે (નીકળતો વાયુ), “આદિ શબ્દ લખ્યો છે તેથી (સંમૂછિમ નામનો પાંચમો પ્રકાર–) તાલવૃત (પંખો) વગેરેનું ગ્રહણ કરવું. તેઓને વિષે જે વાયુ સંભવે છે, તે આ પાંચ પ્રકારનો વાયુ આઠ કર્મનું મથન કરનાર અરિહંત ભગવંતોએ અચિત્ત કહ્યો છે II૪૦.
હવે મિશ્ર વાયુકાયને કહેવાની ઇચ્છાવાળા આચાર્ય મહારાજ દૈતિ વગેરેમાં રહેલ અચિત્ત વાયુકાયના જળમાં રહેલ હોય તો ક્ષેત્રને આશ્રયીને અને સ્થળમાં રહેલ હોય તો કાળને આશ્રયીને અચિત્ત વગેરે વિભાગને કહે છે : मू.०- हत्थसयमेग गंता, दइओ अच्चित्तु वीयए मीसो ॥
तइयम्मि उ सच्चित्तो, वत्थी पुण पोरिसिदिणेसु ॥४१॥ મૂલાર્થ દતિ (મશકોમાં રહેલો વાયુકાય (જળમાં) એકસો હાથ જાય ત્યાં સુધી અચિત્ત હોય છે, બીજા ૧૦૦ હાથ સુધી મિશ્ર હોય છે, અને ત્રીજા સો હાથથી સચિત્ત હોય છે તથા બસ્તી, પોરસીને વિષે અને દિવસને વિષે અચિત્તાદિક હોય છે. ૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org