________________
આત્મદ્રવ્યકિતનું વર્ણન છે.
(૨૧૩
ટીકાર્થઃ વળી આત્મક્રીત બે પ્રકારે છે. તે આ પ્રમાણે “ત્રે ભાવે ય ત્તિ' અહીં પણ તૃતીયના અર્થમાં સપ્તમી છે. તેથી તેનો અર્થ આ પ્રમાણે આત્મા વડે (પોતે) ખરીદ કરાયેલ (કરેલ) પણ બે પ્રકારે છે. તે આ પ્રમાણે-દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્ય વડે એટલે આગળ કહેવામાં આવશે તે ચૂર્ણાદિક વડે (૨) તથા ભાવથી “પર” સાધુને અર્થે પોતાનું વિજ્ઞાન દેખાડવું આદિ દ્વારા ઉપાર્જન કરાય તે ભાવક્રત અર્થાત પરભાવક્રત કહેવાય છે. (૩) અથવા ભાવથી “માત્મા' પોતે જ આહારને માટે ધર્મકથાદિક વડે બીજાને વશ કરીને તેની પાસેથી જે ગ્રહણ કરાય (કરે) તે ભાવક્રીત અર્થાત આત્મભાવક્રીત કહેવાય છે (૪) II:૩૦૭ll
આ પ્રમાણે સામાન્યથી ત્રણેય ભેદ કહ્યા. હવે આત્મદ્રવ્યાકીતનું વિસ્તારથી વિવરણવ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે છે :
मू.०- निम्मल्लगंधगुलिया, वन्न य पोत्ताइ आयकयदव्वे ॥
गेलन्ने उड्डाहो, पउणे चड्डुगारि अहिगरणं ॥३०८॥ મૂલાર્થ ઃ નિર્માલ્ય, ગંધ, ગુટિકા, ચંદન અને પોત વગેરે આત્મદ્રવ્યક્રત છે. તેમાં જો ગ્લાનતા થાય તો શાસનનો ઉકાહ થાય અને નિરોગી થાય તો ચાટુકારી થાય અને તેમ થવાથી અધિકરણ દોષ લાગે ૩૦૮. ટીકાર્થઃ “
નિત્ય તીર્થાદિકમાં રહેલી પ્રભાવશાળી પ્રતિમાની શેષા જલ્પા' પટવાસ વગેરે સુધી પદાર્થ, “ત્તિ' મુખમાં નાખવાથી પોતાના રૂપનું પરાવર્તન (ફેરફાર) વગેરે કરનારી ગુટિકા (ગોળી) “વ.' ચંદન અને “પોતાન’ નાના બાળકને લાયક વસ્ત્રના ટુકડાઓ આદિ શબ્દ લખ્યો છે તેથી કંડક (તાવીજ-યંત્ર) વગેરેનું ગ્રહણ કરવું. કાર્યને વિષે કારણનો ઉપચાર કરવાથી આ સર્વે આત્મદ્રવ્યકત કહેવાય છે. આનો ભાવાર્થ આ પ્રમાણે – નિર્માલ્ય વગેરે દેવા વડે બીજાને વશ કરીને તેની પાસેથી જે ભક્તાદિ ગ્રહણ કરાય તે આત્મદ્રવ્યકત કહેવાય છે. અહીં (આને વિષે) દોષોને કહે છે. ત્રે' ઇત્યાદિ. નિર્માલ્ય આપ્યા પછી જો કોઈપણ પ્રકારે દૈવયોગથી ગ્લાનતા માંદગી). થાય તો “પ્રવનોદ' સાધુએ મને માંદો પાડી દીધો. ઇત્યાદિ બોલવાથી શાસનની મલિનતા ઉત્પન્ન થાય અને જો કોઈપણ પ્રકારે પ્રભુન:' નીરોગી થાય તો તે સર્વદા સર્વલોકની સમક્ષ ગુણગાનકારી થાય, જેમ કે સાધુએ મને સારો કર્યો, આ સાધુ અતિશયવાળા છે, સર્વ જ્ઞાનમાં કુશળ અને પરનું હિત કરવામાં તત્પર છે. ઇત્યાદિક તેની સમક્ષ અથવા પરોક્ષ સર્વદા પ્રશંસા કરે અને તેમ થયે સતે ‘ધાર' ફરીથી તેની અધિકરણ-પાપકાર્યમાં વધારે પ્રવૃત્ત થાય કારણ કે – તેની તેવી પ્રસંશા સાંભળીને બીજા માણસો આવીને તે સાધુની પાસે નિર્માલ્ય, ગંધ વગેરેની યાચના કરે તેથી તેની પ્રાર્થનાને વશ થયેલ સાધુ અધિકરણનો પણ આરંભ કરે. (૩૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org