________________
૩૧૦)
॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ ॥
અને કહ્યું કે - “હે ભગવન્ ! આ સર્વ સિંહકેસર મોદકને ગ્રહણ કરો.” ત્યારે સુવ્રતે તે ગ્રહણ કર્યા. તેથી તેનું ચિત્ત સ્વસ્થ થયું. પછી શ્રાવકો તેને કહ્યું કે - ‘હે ભગવન્ ! આજે મેં પૂર્વાર્ધ-પુરિમઢનું પ્રત્યાખ્યાન કર્યું છે, તે પૂર્ણ થયું કે નહિ ?' ત્યારે સુવ્રતે ઉંચે (આકાશમાં) ઉપયોગ આપ્યો. તે વખતે તેણે અનેક તારાના સમૂહથી રિવરેલું આકાશમંડળ જોયું, અને અર્ધરાત્રિનો સમય જાણ્યો. પછી પોતાના આત્માની ભ્રાંતિ જાણી, કે – “હા ! મૂઢ એવા મેં વિપરીત આચરણ કર્યું, લોભથી પરાભવ પામેલા મારા જીવિતને ધિક્કાર છે, હે શ્રાવક ! તમે ઠીક કર્યું, કે જેથી સિંહકેસરા આપવાપૂર્વક પૂર્વાર્ધપ્રત્યાખ્યાનની પૂર્ણતા સંબંધી પ્રશ્ન કરીને સંસારમાં ડૂબતા એવા મારૂં રક્ષણ કર્યું, તમારી પ્રેરણા મને સારી લાગી.” એમ કહી આત્માને નિંદતો અને વિધિપૂર્વક મોદકોને પરઠવતો તે કોઈપણ રીતે તથાપ્રકારના ધ્યાનાગ્નિને સળગાવવા લાગ્યો કે - એક ક્ષણમાં જ સમગ્ર ઘાતિકર્મોને બાળી નાંખ્યાં. તેથી તેને કેવલજ્ઞાન પ્રકટ થયું. સૂત્ર સુગમ છે II૪૮૩૫
લોભદ્વાર કહ્યું. હવે (૧૧) સંસ્તવદ્વાર કહે છે :
मू. ० - दुविहो उ संथवो खलु, संबंधी वयणसंथवो चेव ॥ एक्क्को वि य दुविहो, पुव्विं पच्छा य नायव्वो ॥४८४॥
મૂલાર્થ : સંસ્તવ બે પ્રકારનો છે ઃ સંબંધીસંસ્તવ અને વચનસંસ્તવ : તે દરેક બે પ્રકારનો છે, પૂર્વ અને પશ્ચાત્, એમ જાણવો. ૪૮૪
ટીકાર્થ : સંસ્તવ બે પ્રકારનો છે. તે આ પ્રમાણે-પરિચયરૂપ અને શ્લાધારૂપ તેમાં પરિચયરૂપ તે સંબંધીસંસ્તવ છે, અને શ્લાઘારૂપ તે વચનસંસ્તવ છે. તેમાં સંબંધી એટલે માતા વગેરે અને સાસુ વગેરે, તે રૂપપણાએ કરીને જે સંસ્તવ તે સંબંધીસંસ્તવ કહેવાય છે. તથા વચન એટલે શ્લાધાપ્રશંસા, તે રૂપ જે સંસ્તવ તે વચન સંસ્તવ કહેવાય છે. તે એક એક પણ બે બે પ્રકારનો છે, તે આ પ્રમાણે ‘પુદ્ધિ પા ય’' ત્તિ પૂર્વસંસ્તવ અને પશ્ચાત્સંસ્તવ. ॥૪૮૪॥
તેમાં બન્નેય પ્રકા૨ના સંબંધીસંસ્તવનું સ્વરૂપ કહે છે :
मू.०- मायपिइ पुव्वसंथव, सासूसुसराइयाण पच्छा उ ॥ गिहि संथवसंबंधं, करेइ पुव्वं च पच्छा वा ॥४८५ ॥
મૂલાર્થ : માતાપિતાદિક પૂર્વસંસ્તવ અને સાસુસસરાદિક પશ્ચાત્સત્તવ છે. તેમાં સાધુ ગૃહસ્થની સાથે પૂર્વ કે પશ્ચાત્સંસ્તવના સંબંધે કરે છે ૪૮૫ા
ટીકાર્થ : માતાપિતાદિકરૂપે જે ‘સંસ્તવઃ' પરિચય તે પૂર્વસંસ્તવ કહેવાય છે, કેમકે - માતાદિક પૂર્વકાળે (પહેલાં) થયેલા છે. વળી જે સાસુ-સસરાદિરૂપ સંસ્તવ તે પશ્ચાત્સંસ્તવ છે. કેમકે - સાસુ વગેરે પછીના કાળે થયા છે. તેમાં સાધુ ભિક્ષાને માટે ગયા સતા ગૃહસ્થોની સાથે ‘સંસ્તવમંવંધ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org