Book Title: Agam 41 Mool 02 Pind Niryukti Sutra
Author(s): Hanssagar Gani
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 404
________________ ॥ દ્રવ્યસંયોજનાના ભેદો અને દોષો ॥ (૩૮૩ મૂલાર્થ : ક્ષીર, દધિ, સૂપ અને કટ્ટરનો લાભ સતે તથા ગોળ, ઘી, વટક અને વાલુંકની પ્રાપ્તિ થયે સતે બહાર જ જે સંયોજના કરે તે બાહ્યસંયોજના કહેવાય છે. તથા અત્યંતર ત્રણ પ્રકારે છે, પાત્ર, લંબન અને વદનને વિષે, તેની વ્યાખ્યા કરવી. ૬૩૭ના ટીકાર્થ : : ‘ક્ષીરવધિસૂપાનાં' ક્ષીર, દધિ અને સૂપ. આનો અર્થ પ્રસિદ્ધ છે, તથા ‘દરમ્ય’ તીમન વડે મિશ્ર કરેલી ધૃતવટિકારૂપ અમુકદેશમાં પ્રસિદ્ધ એવી વસ્તુ (ડબકાવાળી કઢી), તેનો લાભ થયે સતે તથા ગોળ, ઘી વટક (વડા) અને વાલુંક (પાવિશેષ)ની પ્રાપ્તિ થયે સતે રસવૃદ્ધિ વડે વિશેષ પ્રકારના રસને ઉત્પન્ન કરવા માટે અનુકૂળ દ્રવ્યની સાથે ભિક્ષા માટે અટન કરતો સતો બહાર જ જે સંયોજના કરે તે બાહ્ય દ્રવ્યસંયોજના કહેવાય છે. વળી અત્યંતર સંયોજના એ કે–વસતિમાં આવીને ભોજનની વેળાએ સંયોજના કરે. તે બાબત કહે છે : ‘અંતસ્તુ’ વળી અત્યંતરસંયોજના ‘ત્રિધા’ ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે ઃ પાત્રને વિષે, લંબનને વિષે અને વદન (મુખ)ને વિષે : તેમાં લંબન એટલે કવલ. હવે આ ત્રણે પ્રકારની સંયોજનાની ‘વિભાષા' વ્યાખ્યા કરવા લાયક છે, તે આ પ્રમાણે - જે દ્રવ્ય, જે દ્રવ્યના રસવિશેષને ધારણ (ઉત્પન્ન) કરે, જેમ કે – સુકુમારિકા (સુખડી લાપશી) આદિને ખાંડની સાથે સંયોજના કરે. આ પાત્રને વિષે અત્યંતરસંયોજના કહેવાય છે. વળી જ્યારે હાથમાં રહેલું જ કવલપણે ઉપાડેલ સુકુમારિકાદિકનું ચૂર્ણ ખાંડ આદિની સાથે સંયોજના કરે ત્યારે તે કવલને વિષે અત્યંતર સંયોજના કહેવાય છે. વળી જ્યારે મુખને વિષે કવલ નાંખીને પછી તેમાં શાલનક (કઢી જેવો એક પેય પદાર્થ) ને નાંખે, અથવા મંડકાદિકને નાંખીને પછી ગુડાદિકને નાંખે. તે વદનને વિષે અત્યંતરસંયોજના કહેવાય છે. આ દ્રવ્યસંયોજના સમગ્ર પણ અપ્રશસ્તા છે, કે જેથી કરીને આ સંયોજના (ક૨વા) વડે આત્માને રાગદ્વેષથી સંયુક્ત કરે છે. II૬૩૭ના આ જ દોષને કહેવાની ઇચ્છાવાળા આચાર્ય મહારાજ કહે છે કે : मू.० - संयोजणाए दोसो, जो संजोएइ भत्तपाणं तु ॥ दव्वाई रसहेडं, वाघाओ तस्सिमो होइ ॥ ६३८ ॥ મૂલાર્થ : સંયોજનાને વિષે આ દોષ છે કે - જે સાધુ દ્રવ્યના રસાદિકને માટે ભક્ત-પાનની સંયોજના કરે, તેના આ વ્યાઘાત થાય છે. II૬૩૮॥ ટીકાર્થ : ‘સંયોગનાાં’ પૂર્વે કહેલા સ્વરૂપ (અર્થ) વાળી સંયોજનાને વિષે આ દોષ છે.‘વાર્ફ રસહેર' ત્તિ (અહીં આર્ષપ્રયોગને લીધે આદિ શબ્દની વિપરીત યોજના છે, તેથી આવો અર્થ કરવો) સુકુમારિકાદિક દ્રવ્યના ‘મહેતોઃ’ વિશેષરસ ઉત્પન્ન કરવા માટે તથા ‘આવિ’ શબ્દથી શુભગંધાદિકને નિમિત્તે જે સાધુ ભક્ત - પાનને અનુકૂળ દ્રવ્યની સાથે એટલે ખંડાદિકની સાથે સંયોજના કરે, તે સાધુને ‘યં’ આ આગળ કહેવાશે એવો ‘વ્યાયાતઃ' ઘણા દુ:ખની પ્રાપ્તિ થાય છે. ૬૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434