Book Title: Agam 41 Mool 02 Pind Niryukti Sutra
Author(s): Hanssagar Gani
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 431
________________ પ્રશંસા કરી પોતાને પણ તેમનો ભક્ત બતાવી ભિક્ષા મેળવવી. (૨૨) ચિકિત્સા દોષ = દવા આપી કે બતાવીને ભિક્ષા મેળવવી. (૨૩) ક્રોધ દોષ = ક્રોધ કરીને ભિક્ષા લેવી. (૨૪) માન દોષ =માન કરીને ભિક્ષા લેવી. (૨૫) માયા દોષ = માયા કરીને ભિક્ષા લેવી. (૨૬) લોભ દોષ = લોભ કરીને ભિક્ષા લેવી. (૨૭) પૂર્વ-પશ્ચાતસંસ્તવ દોષ = માતાદિ-સાસુ આદિના સંબંધ કાઢીને ભિક્ષા લેવી. (૨૮) વિધા દોષ = વિદ્યાનો પ્રયોગ કરી ભિક્ષા લેવી. (૨૯) મંત્ર દોષ = મંત્રનો પ્રયોગ કરી ભિક્ષા લેવી. (૩૦) ચુર્ણ દોષ = જેનાથી અદશ્ય થઈ શકાય એવા અંજન-તિલક વગેરે ચુર્ણનો પ્રયોગ કરી ભિક્ષા લેવી. (૩૧) યોગ દોષ = જેનાથી સૌભાગ્યાદિ-આકાશગમનાદિ કરી શકાય એવા ચંદન-લેપ વગેરે યોગનાં પ્રયોગથી ભિક્ષા મેળવવી. (૩૨) મૂલકર્મ દોષ = વશીકરણ, ગર્ભસાટન વગેરે મૂલકર્મનાં પ્રયોગથી ભિક્ષા લેવી. (૩૩) શકિત દોષ = આધાકર્માદિની શંકાવાળો આહાર ગ્રહણ કરવો તે. (૩૪) પ્રક્ષિત દોષ= સચિત પૃથ્વીકાયાદિથી ખરડાયેલો આહાર ગ્રહણ કરવો તે. (૩૫) નિક્ષિપ્ત દોષ = સચિત્ત પૃથ્વી વગેરે ઉપર મુકેલો આહાર ગ્રહણ કરવો તે. (૩૬) પિહિત દોષ = સચિત્તાદિ વસ્તુથી ઢાંકેલો હોય તેવો આહાર ગ્રહણ કરવો તે. (૩૭) સંત દોષ = સચિત્ત વસ્તુવાળા વાસણને ખાલી કરી તેમાંથી જ જે આહાર ગ્રહણ કરવો તે. (૩૮) દાયક દોષ = શાસનિષિદ્ધ૪૦ વ્યક્તિનાં હાથે આહાર ગ્રહણ કરવો તે. (૩૯) ઉન્મિશ્ર દોષ = સચિત્તાદિથી ભેળસેળ થયેલ આહાર ગ્રહણ કરવો તે. (૪૦) અપરિણત દોષ = અચિત્ત નહી થયેલો આહાર ગ્રહણ કરવો તે. (૪૧) લિપ્ત દોષ = સચિત્તાદિથી ખરડાયેલા હાથ-વાસણાદિથી આહાર ગ્રહણ કરવો તે. (૪૨) છર્દિત દોષ = જમીન ઉપર વેરતા - વિખરેતા- ઢોળતા આહાર આપે છે. (૪૩) સંયોજના દોષ= વાપરવાનાં ૨-૩ દ્રવ્યાદિ સ્વાદાર્થે ભેગા કરવા. (૪૪) પ્રમાણ દોષ = જરૂર કરતા વધારે આહાર વાપરવું. (૪૫) અંગાર દોષ = વાપરતા વાપરતા આહારનાં વખાણ કરવા. (૪૬) ધુમ્ર દોષ = વાપરતા વાપરતા આહારની નિંદા કરવી. (૪૭) કારણ દોષ = આહાર વાપરવાના ૬ કારણ સિવાય પણ આહારાદિ વાપરવા. ૧૨ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434