Book Title: Agam 41 Mool 02 Pind Niryukti Sutra
Author(s): Hanssagar Gani
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 414
________________ ॥ આહાર કરવાના ૬ કારણો ॥ (૩૯૩ મૂલાર્થ : છ કારણ વડે સાધુ આહા૨ને ક૨તો સતો પણ ધર્મને આચરે છે, તથા છ કારણે કરીને આહાર વિના નિર્વાહને પામતો સતો પણ ધર્મને આચરે છે. ૬૬૧॥ ટીકાર્ય : આગળ કહેવાશે એવા છ કારણો વડે સાધુ આહાર કરતો સતો પણ ધર્મને આચરે છે તથા આગળ કહેવાશે તે ભોજન નહિ કરવાના કારણભૂત એવા છ કા૨ણો વડે નિર્વાહ પામતો સતો પણ ધર્મને આચરે છે. ૬૬૧॥ તેમાં જે કારણો વડે આહારને કરે છે, તે કારણોને દેખાડે છે : मू. ०- 'वेयण 'वेयवच्चे, 'इरिपट्ठाए य 'संजमट्ठाए ॥ तह 'पाणवत्तियाए, छडं पुण 'धम्मचिन्ताए ॥ ६६२॥ મૂલાર્થ : ૧-વેદના શાન્ત કરવા માટે, ૨-વૈયાવૃત્યને માટે, ૩-ઇર્યાપથને માટે, ૪-સંયમને માટે, તથા પ-પ્રાણ ધારણ કરવા માટે અને છઠ્ઠું ધર્મચિંતાને માટે આહાર કરે છે ।।૬૬૨ ટીકાર્થ : (અહીં પદના એક દેશમાં પદસમુદાયનો ઉપચાર હોવાથી) ‘લેયળ’ ત્તિ ક્ષુધાવેદનાના ઉપશમને માટે ૧. તથા આચાર્યાદિકનું વૈયાવૃત્ય કરવા માટે ૨, તથા ઇર્યાપથ સંશોધનને માટે ૩, તથા પ્રેક્ષાદિ સંયમને નિમિત્તે ૪, તથા ‘પ્રાણપ્રત્યયાર્થ’ પ્રાણને ધારણ કરવા માટે પ, તથા છઠ્ઠું કારણ ‘ધર્મવિન્તાર્થ’ ધર્મચિંતાની વૃદ્ધિને માટે સાધુએ આહાર કરવો જોઈએ એમ ક્રિયાપદનો સંબંધ કરવો. ૬૬૨ી આ ગાથાને જ બે ગાથા વડે વિવરણ કરતા સતા કહે છે : मू.० - नत्थि छुहाए सरिसा, वियणा भुंजेज्ज तप्पसमा ॥ छाओ वेयावच्चं ण तरइ काउं अओ भुंजे ॥६६३॥ ईरिअं नऽवि सोहेई, पेहाईअं च संजमं काउं ॥ थामो वा परिहायइ, गुणऽणुप्पेहासु अ असत्तो ॥ ६६४॥ મૂલાર્થ : : ક્ષુધા સમાન વેદના નથી, તેથી તેને શમાવવા માટે ભોજન કરવું ભૂખ્યો માણસ વૈયાવૃત્ય કરવાને શક્તિમાન નથી, તેથી ભોજન કરવું. ૬૬૩॥ ઇર્યાને શોધી ન શકે. પ્રેક્ષાદિક સંયમને કરી ન શકે, બળ હાનિ પામે છે તથા ગુણન અને અનુપ્રેક્ષામાં અશક્ત-અસમર્થ થાય છે. Jain Education International ટીકાર્થ : ‘ક્ષુધા’ બુભુક્ષા એટલે ભૂખના જેવી બીજી કોઈ વેદના નથી. તે વિષે કહ્યું છે કે : 'पंथसमा नत्थि जरा, दारिद्दसमो य परिभवो नत्थि । मरणसमं नत्थि भयं, छुहासमा वेयणा नत्थि ॥१॥ तं नत्थि जं न वाहइ तिलतुसमित्तं पि एत्थ कायस्स || सन्निज्झं सव्वदुहाइ देंति आहाररहियस्स ॥२॥' For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434