Book Title: Agam 41 Mool 02 Pind Niryukti Sutra
Author(s): Hanssagar Gani
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 418
________________ તે કારણિક અપવાદ સેવવાના ફળ // (૩૯૭ આ દોષોની શુદ્ધિ કરતો સાધુ પિંડની શુદ્ધિ કરે છે તેમાં સંશય નથી અને આ દોષોની શુદ્ધિ ન કરે તો ચારિત્રનો ભેદ-નાશ જાણવો. ૧. જિનેશ્વરોએ શ્રમણપણાનો સાર ભિક્ષાચર્યા કહેલી છે. તેમાં પરિતાપ પામતાને મંદ સંવેગવાળો જાણવો. ૨. જ્ઞાન અને ચારિત્રનું મૂળ ભિક્ષાચર્યા છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. તેમાં જે ઉદ્યમી હોય તેને તીવ્ર સંવેગવાળો જાણવો. ૩. પિંડની શુદ્ધિને નહિ કરતો સાધુ અચારિત્રી જ છે, તેમાં સંશય નથી અને ચારિત્રના અભાવે તેની દીક્ષા નિરર્થક જ છે. ૪-ચારિત્ર નહિ હોયે સતે નિર્વાણ (મોક્ષ)ને પામે જ નહિ અને નિર્વાણ નહિ સતે સર્વ દીક્ષા નિરર્થક છે. ૫ - તેથી ઉદ્ગમાદિ દોષ રહિત પિંડની એષણા કરવી. ૬િ૬લા म.०- एसो आहारविही, जह भणिओ सव्वभावदंसीहि ॥ धम्मावस्सगजोगा, जेण न हायंति तं कुज्जा ॥६७०॥ મૂલાર્થ ? આ આહારનો વિધિ જે પ્રમાણે સર્વ ભાવને જોનારા તીર્થકરોએ કહ્યો છે, તે પ્રમાણે મેં વ્યાખ્યા કરી છે, જે વડે ધર્માવશ્યક યોગો હાનિ ન પામે તે કરવું. //૬૭OM ટીકાર્થ આ “આહારવિધિ' પિંડનો વિધિ ‘અથા' જે પ્રકારે તીર્થંકરાદિકે કહ્યો છે તે પ્રકારે કાળને યોગ્ય પોતાની મતિના વૈભવ વડે મેં (તેની) વ્યાખ્યા કરી છે, એમ વાક્યનો અધ્યાહાર કરવો. ઉત્તરાર્ધ ગાથા વડે અપવાદને કહે છે : “ધર્મેત્યાદ્રિ ધર્માવઠ્યો :' શ્રુતધર્મ, ચારિત્રધર્મ અને પ્રતિક્રમણાદિકના વ્યાપારો જે વડે ‘હીયને હાનિને ન પામે, તે કરવું. એટલે કે તથા તથા પ્રકારે અપવાદને સેવવો. કેમકે - સાધુએ જેમ યોગ્ય હોય તેમ ઉત્સર્ગ અને અપવાદમાં રહેલાં થવું. તથા અપવાદને સેવનાર અશઠ (ઋજુ) સાધુને જે વિરાધના થાય. તે પણ નિર્જરાના ફળવાળી છે //૬૭૦માં તે વિષે કહ્યું છે કે : म.०- जा जयमाणस्स भवे, विराहणा सत्तविहिसमग्गस्स ॥ सा होइ निज्जरफला, अज्झत्थविसोहिजुत्तस्स ॥६७१॥ મૂલાર્થ યતના કરતા, સૂત્રની વિધિ વડે પૂર્ણ અને અધ્યાત્મની વિશુદ્ધિ વડે યુક્ત એવા સાધુને જે કાંઈ વિરાધના થાય તે નિર્જરાના ફળવાળી છે. ૬૭ના ટીકાર્થ યાતના કરતા “સૂત્રોધિમપ્રી' સૂત્રમાં કહેલા વિધિનું પાલન કરવામાં સંપૂર્ણ અને અધ્યાત્મની વિશોધિ વડે યુક્ત એટલે રાગ-દ્વેષ વડે રહિત એવા સાધુને જે કાંઈ ‘વિરાધના' અપવાદના પ્રત્યયવાળી વિરાધના થાય, તે નિર્જરાના ફળવાળી થાય છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. કૃતયોગી, ગીતાર્થ અને કારણના વશથી યતના વડે અપવાદને સેવનારા સાધુને જે વિરાધના થાય છે. તે સિદ્ધિના ફળવાળી થાય છે ૬૭૧ી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434