________________
|| શંકિતદાર વ્યાખ્યા .
(૩૨૯
मू.०- किं तुह (हु) खद्धा भिक्खा, दिज्जइ न य तरइ पुच्छिउँ हिरिमं ॥
इए संकाए घेत्तुं, तं भुंजइ संकिओ चेव ॥५२६॥ મૂલાર્થ : કોઈ લજ્જાલ સાધુ કેમ તમે ઘણી ભિક્ષા આપો છો? એમ પૂછવાને શક્તિમાન નથી, તેથી તેવી શંકા વડે ગ્રહણ કરીને શંકાવાળો જ તેનો આહાર કરે છે. પરદા
ટીકાર્થ : કોઈ સાધુ સ્વભાવથી જ લજ્જાવાનું હોય છે. તે કોઈક ઘરમાં ભિક્ષા માટે પેઠો સતો ઘણી ભિક્ષાને પામીને પોતાના ચિત્તમાં શંકા કરવા લાગે કે – કેમ અહીં ઘણી ભિક્ષા અપાય છે ? પણ લજ્જાને લીધે પૂછી શક્યો નહિ. તેથી આવી શંકા વડે ગ્રહણ કરીને (તે) શંકાવાળો થતો સતો જ તેને વાપરે, તે પહેલા ભાંગામાં વર્તે છે //પરદો.
હવે ‘પ્રહને કૂતો, મોનને' (ગ્રહણને વિષે શકિત અને ભોજનને વિષે અશંકિત) એ બીજા ભાંગાનો સંભવ કહે છે :
मू.०- हियएण संकिएणं, गहिआ अन्नेण सोहिया सा य ॥
पगचं पहेणगं वा, सोउं निस्संकिओ भुंजे ॥५२७॥ મૂલાર્થ શંકિતહૃદય વડે ગ્રહણ કરી, તે બીજા સાધુએ શોધી, કે કાંઈક પ્રકરણ અથવા પ્રહણક છે. તે સાંભળીને શંકા રહિત વાપરે (તે બીજો ભંગ). //પ૨૭ી.
ટીકાર્થ : અહીં કોઈક સાધુ લજાદિકને લીધે પૂછવાને અશક્તિમાન્ હોવાથી પ્રથમ શંકિત હૃદય વડે જે ભિક્ષા ગ્રહણ કરી. તે બીજા સંઘાટકે શોધી, કે “પ્રવૃત્ત' પરોણાનું ભોજન આદિ કાંઈક પ્રકરણ છે, અથવા ‘પ્રદેણ કોઈક બીજા ઘરથી આવેલ પ્રહણક (લહાણી) છે, આ પ્રમાણે બીજા સંઘાટક પાસેથી સાંભળીને શંકા રહિત (થયો સતો) જે આરોગે તે બીજા ભંગમાં વર્તે છે. પરછા હવે (‘બોગને શક્તિો, 7 પ્રહળે' એ) ત્રીજા ભંગનો સંભવ કહે છે : मू.०- जारिसए च्चिय लद्धा, खद्धा भिक्खा मए अमुगगेहे ॥
अन्नेहिं वि तारिसिया, वियडंत निसामए तइए ॥५२८॥ મૂલાર્થ આલોચના કરતા બીજા સાધુને સાંભળી પોતે વિચાર કરે છે કે - “અમુક ઘેર મેં જેવી ઘણી ભિક્ષા પ્રાપ્ત કરી છે, તેવી જ બીજાએ પણ પ્રાપ્ત કરી છે.” એમ શંકા સહિત ખાનાર (સાધુ) ત્રીજા ભંગમાં વર્તે છે. //પ૨૮.
ટકાર્થ અહીં કોઈક સાધુ ઘણી ભિક્ષાને પામ્યો સતો ‘વિવટયતા' ગુરુની પાસે સમ્યફ પ્રકારે આલોચના કરતા એવા બીજા સાધુઓની આલોચના સાંભળે સતે શંકા કરે, કે - “મેં જેવી ઘણી ભિક્ષા પ્રાપ્ત કરી, તેવી જ બીજા સંઘાટકે પણ પ્રાપ્ત કરી છે, તેથી ખરેખર આ ભિક્ષા આધાકર્માદિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org