________________
૨૨૦)
I શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ લાવીને તેણીએ ભાઈને આપ્યું. તે વૃત્તાંત નહિ જાણતા એવા ભાઈએ શુદ્ધ જાણીને તેને ગ્રહણ કર્યું. પછી તેણીએ તે દિવસે ભાઈ પાસે ધર્મ સાંભળ્યો. તેથી પાણી લાવવા વગેરે કામ કરવા વડે તે આણેલું બે પળી તેલ પાછું આપવાને સમર્થ થઈ નહિ. પછી બીજે દિવસે તેના ભાઈએ વિહારના ક્રમ વડે ત્યાંથી વિહાર કર્યો. તેથી તે દિવસે પણ તેણીનું મન તેના વિયોગના શોક વડે વ્યાપ્ત હોવાથી તે બમણું થયેલું બે પળી તેલને પાછું આપવાને શક્તિમાન થઈ નહિ. પછી ત્રીજે દિવસે બે કર્ષ તેલનું દેવું થયું. તે ઘણું હોવાથી આપી શકી નહિ. તેમજ ભોજન પણ પારકું પાણી ભરવા આદિ વડે કરવાનું હતું તેથી ભોજનને માટે જ યત્ન (કામ) કરવામાં આખો દિવસ ગયો. તેથી દેવું આપી શકી નહિ. તેથી કરીને દિવસે દિવસે બમણી બમણી વૃદ્ધિ (વ્યાજ) થવાથી વૃદ્ધિ પામતું દેવું અપરિમિત ઘડાપ્રમાણ થયું. ત્યારે શ્રેષ્ઠી તેણીને કહ્યું કે – મારું તેલ આપ. અથવા તો ન આપે તો) મારી દાસી થા. ત્યારે તેલ આપવાને અસમર્થ હોવાથી તેણીએ દાસપણું અંગીકાર કર્યું. ત્યાર પછી કેટલાક વર્ષો ગયે સતે ફરીથી પણ તે સંમત નામના સાધુ તે જ ગામમાં વિહારના ક્રમે આવ્યા, અને તે પોતાની બહેનને તેને ઘેર જોઈ નહિ. ત્યાર પછી કેટલેક વખતે તે ઘેર આવી, ત્યારે તેણીને પૂછ્યું કે તું ક્યાં ગઈ હતી ?) ત્યારે તેણીએ પૂર્વનો સર્વ વૃત્તાંત તેની પાસે જણાવ્યો. અને છેવટે શિવદેવને ઘેર દાસપણું થયું ત્યાં સુધી કહ્યું. એ પ્રમાણે પોતાનું દુઃખ નિવેદન કરી તે રોવા લાગી. ત્યારે સાધુ બોલ્યા કે - “તું રો મા, તને હું જલદી મુકાવીશ.” એમ કહીને તેણીના મૂકાવવાના ઉપાયને વિચારતા તેણે પ્રથમ શિવદેવને ઘેર જ પ્રવેશ કર્યો. ત્યારે તેને ભિક્ષા આપવા માટે શિવા શેઠાણી જળ વડે હાથ ધોવા લાગી. તે જોઈ સાધુએ તેવો નિષેધ કર્યો કે - “આ પ્રમાણે અમારે ભિક્ષા કલ્પે નહિ તે વખતે પાસેના પ્રદેશમાં રહેલા શ્રેષ્ઠીએ કહ્યું કે – “તેમાં શો દોષ છે?” ત્યારે સાધુએ કાયની વિરાધનાદિક દોષોને આગમમાં કહ્યા પ્રમાણે વિસ્તારથી કહ્યા. તે સાંભળી આદરવાળા થઈને તેણે કહ્યું કે – “હે પૂજ્ય. તમારી વસતિ ક્યાં છે? કે જેથી ત્યાં આવીને અમે ધર્મ સાંભળીએ.” ત્યારે સાધુ બોલ્યા કે – “હજુ સુધી મારે ઉપાશ્રય-સ્થાન છે નહિ” તે સાંભળીને તેણે પોતાના ઘરના એક પ્રદેશમાં તેને વસતિ આપી. અને હંમેશાં તેની પાસે ધર્મ સાંભળવા લાગ્યો. તેથી તેણે સમ્યક્ત અને અણુવ્રતો (દશવિરતિ)નો સ્વીકાર કર્યો, પછી સાધુએ કોઈક વખત વાસુદેવાદિક પૂર્વપુરુષોએ આચરેલા અનેક અભિગ્રહોનું વર્ણન કર્યું, કે વાસુદેવે એવો અભિગ્રહ ગ્રહણ કર્યો હતો કે “જો મારો પુત્ર પણ દીક્ષા લેવાને ઇચ્છે તો હું તેનો નિષેધ નહિ કરૂ. ઈત્યાદિ” આ પ્રમાણે સાંભળીને શિવદેવે પણ અભિગ્રહ ગ્રહણ કર્યો કે - “હે ભગવન્ (પૂજય), મારો પણ કોઈ પણ પ્રવ્રયા અંગીકાર કરે તો હું તેનો નિષેધ નહિ કરું.” આ અવસરે શિવદેવનો મોટો પુત્ર અને તે સાધુની બહેન સમ્મતિ થી બન્ને જણ પ્રવ્રયા લેવા તૈયાર થયા. ત્યારે શ્રેષ્ઠીએ તે બન્નેને રજા આપી એટલે તેમણે દીક્ષા અંગીકાર કરી.
આ મૂળ સૂત્ર સુગમ છે. માત્ર કૃતfધા જ્ઞાવધ:' નો અર્થ શ્રુતના અધિગમ (જાણવા)થકી જાણ્યો છે વિધિ એટલે ક્રિયાનો વિધિ જેણે એવો તે. (એમ સમજવો) અહીં કોઈ શંકા કરે કે “આવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org