________________
શ્રુત.-૧, અધ્ય.૧-ભૂમિકા
૦ સૂત્ર પૂર્વની આરંભિક ‘ચૂર્ણિ’ ખાસ જોવી. પૂર્ણિમાં આ સમગ્ર ભૂમિકાના વિવરણમાં ઉક્ત વૃત્તિ-અનુવાદ કરતા ઘણે સ્થાને ભિન્નતા જોવા મળે છે.
અધ્યયન-૧ સમય, ઉદ્દેશો-૧
૨૯
૦ સૂત્ર સ્પર્શિક નિર્યુક્તિ અનુગમ સૂત્ર હોય તો સંભવે છે. સૂત્ર સૂત્રાનુગમમાં છે. તે અવસર આવ્યો જ છે, તેથી સૂત્ર ઉચ્ચારણ કરીએ–
• સૂત્ર-૧ ઃ
બોધ પ્રાપ્ત કરો, બંધનને જાણીને તોડો, વીર પ્રભુએ બંધન કોને કહેલ છે ? અને શું જાણીને બંધન તોડવું જોઈએ ?
• વિવેચન :
તેની સંહિતાદિ ક્રમથી વ્યાખ્યા - યુધ્યુત્ વગેરે. આ સૂત્ર સૂત્રકૃત્તાંગમાં પહેલું છે, તેનો આચારાંગ સાથે સંબંધ છે. આચારાંગમાં કહ્યું છે જીવ તે છકાયની પ્રરૂપણા છે. તેમનો વધ કરવો તે કર્મનું બંધન છે - ઇત્યાદિ બધાંને સમજે. અથવા કેટલાંક વાદી માત્ર જ્ઞાનથી મુક્તિ માને છે, બીજા માત્ર ક્રિયા વડે માને છે. જૈનો તો બંને સાથે મળે તો જ મોક્ષ માને છે. તે આ શ્લોકથી સિદ્ધ કરે છે. તેમાં જ્ઞાનપૂર્વકની ક્રિયા જ ફળવતી થાય છે, તે વાત સમજો એટલે આ વુક્ષેત્ વડે જ્ઞાન કહ્યું. ોટયંત્ થી ક્રિયા બતાવી. તેના આ અર્થ છે - બોધ પામે - ધારણ કરે એ ઉપદેશ છે.
તે બોધ પામવો એટલે શું ? યુધ્યેત્ જીવ પ્રદેશો સાથે અન્યોન્ય વેધરૂપે વ્યવસ્થપાય તે બંધન - જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મના હેતુઓ મિથ્યાત્વ, અવિરતિ આદિ કે પરિગ્રહ આરંભાદિ છે. બોધ માત્રથી ઇચ્છિત અર્થની પ્રાપ્તિ ન થાય, તેથી ક્રિયા બતાવે છે - તે બંધનને જાણીને વિશિષ્ટ ક્રિયા-સંયમ અનુષ્ઠાનથી આત્મા સાથેના કર્મબંધનને દૂર કરે, તજે, તોડે. આવુ સુધર્માસ્વામી કહે ત્યારે જંબૂસ્વામી આદિ શિષ્યો વિશિષ્ટ જિજ્ઞાસાથી બંધાદિ સ્વરૂપ પૂછે છે - તીર્થંકરે બંધન કોને કહ્યું ? કેવી રીતે જાણીને તે બંધનનો તોડે કે તુટે ? બંધનના સ્વરૂપને જણાવે છે
• સૂત્ર-૨ :
સચિત્ત તથા અચિત પદાર્થોમાં અલ્પમાત્ર પરિગ્રહ બુદ્ધિ રાખે છે, અને બીજાને પરિગ્રહ રાખવા અનુજ્ઞા આપે છે, તે દુઃખથી મુક્ત થતો નથી. • વિવેચન :
અહીં બંધન કર્મ કે તેના હેતુઓ કહે છે. તેમાં નિદાનનો જન્મ નિદાન વિના ન થાય, તેથી નિદાન બતાવે છે - તેમાં પણ સર્વે આરંભો પહેલાં બતાવે છે, તે આરંભો કર્મોના ઉપાદાનરૂપ અને પ્રાયઃ આત્માના પોતાના આગ્રહથી ઉત્પન્ન થયેલા છે, તેથી પહેલા પરિગ્રહને જ દર્શાવ્યો છે.
ચિત્ત એટલે જ્ઞાન કે ઉપયોગ, તે જેને હોય તે સચિત્ત - દ્વિપદ, ચતુષ્પદ આદિ, તેના સિવાયના કનક, રજત આદિ અચિત. તે બંને રૂપ પરિગ્રહ ગ્રહણ કરીને
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
દ્દેશ અર્થાત્ ઘાસ-સ આદિ અથવા ક્ર્મ એટલે લેવાની બુદ્ધિથી જીવના ગમન પરિણામ. તે પરિગ્રહ પોતે રાખે કે બીજા પાસે રખાવે કે રાખનારને અનુમોદે; તેથી દુઃખી થાય - આઠ પ્રકારના કર્મ કે તેના ફળરૂપ અશાતા વેદનીયના ઉદયથી મુક્ત ન થાય. પરિગ્રહનો આગ્રહ એ જ પરમાર્થથી અનર્થોનું મૂળ છે. કહ્યું છે કે - મારું, હું વગેરે જ્યાં સુધી જેને અભિમાનનો દાહજ્વર છે, ત્યાં સુધી તે યમના મુખમાં જ છે પણ તેને પ્રશાંતિ થતી નથી. વળી તે અનર્થરૂપ એવા યશ સુખના ઇચ્છુકને છુટકારો કઈ રીતે થાય ? તથા દ્વેષનું ઘર, ધૃતિનાશક, ક્ષાંતિનાશક, વ્યાક્ષેપમિત્ર, મદભવન, ધ્યાન શત્રુ, દુઃખ ઉત્પાદક, સુખનાશક, પાપગ્રહ એવો પરિગ્રહ દુષ્ટગ્રહ માફક બુદ્ધિવાનને કલેશને નાશ માટે થાય છે.
વળી પરિગ્રહ પ્રાપ્ત ન થતા આકાંક્ષા રહે, નષ્ટ થતા શોક થાય, રહે તો રક્ષણની ચિંતા, ભોગવતા અતૃપ્તિ એ રીતે બંધનથી મુકાતો નથી. પરિગ્રહવાનને અવશ્ય આરંભ થતા જીવહિંસા થવાની તે કહે છે–
30
• સૂત્ર-૩ -
જે સ્વયં પ્રાણીઓનો ઘાત કરે છે, બીજા પાસે ઘાત કરાવે છે કે ઘાત
કરનારનું અનુમોદન કરે છે, તે પોતાનું વેર વધારે છે.
• વિવેચન :
બીજી રીતે બંધનને બતાવે છે. તે પરિગ્રહવાન્ અસંતુષ્ટ રહી વારંવાર તેને મેળવવા તત્પર રહી, કમાવવામાં અને વિઘ્ન કરનારા પ્રતિદ્વેષ કરી પોતે મન, વચન, કાયા વડે આયુ, બલ, શરીરથી પ્રાણીને દુઃખ પમાડે છે અથવા મારી નાંખે છે. પ્રાણો ૧૦ છે - ૫ ઇન્દ્રિયો, ૩-બળ, શ્વાસોચ્છ્વાસ અને આયુ. આ પ્રાણો ભગવંતે બતાવ્યા છે, તેને જુદા કરવા તે હિંસા.
.
તે પરિગ્રહાગ્રહી પોતે જ હિંસા કરે છે એમ નહીં, બીજા પાસે પણ હિંસા કરાવે છે, હિંસા કરનારની અનુમોદના પણ કરે છે. એ રીતે કરવા, કરાવવા, અનુમોદવા વડે પ્રાણી હિંસાથી સેંકડો જન્મ સુધીનું કર્મ બાંધીને પોતાનું વૈર વધારે છે, પછી દુઃખ પરંપરારૂપ બંધનથી મુકાતો નથી. પ્રાણાતિપાતના ઉપલક્ષણથી મૃષાવાદાદિ બંધ-હેતુ પણ જાણવા. ફરી પણ બંધને આશ્રીતે કહે છે—
• સૂત્ર-૪ :
જે મનુષ્યમાં જે કુળમાં જન્મે છે, જેની સાથે વસે છે, તે અજ્ઞાની મમત્વ કરીને લેપાય છે અને અન્ય-અન્યમાં મૂર્છા પામે છે.
• વિવેચન :
જે રાષ્ટ્રકૂટાદિ કૂળમાં જન્મે અથવા ધૂળમાં સાથે રમેલા મિત્રો કે પત્ની સાથે મનુષ્ય વસે, તે માતા, પિતા, ભાઈ, બેન, પત્ની, મિત્ર આદિમાં આ મારી છે એવા મમત્વ અને સ્નેહથી લેપાય છે, મમત્વજનિત કર્મથી નર, તિર્યંચ, મનુષ્ય, દેવરૂપ સંસારમાં ભ્રમણ કરતો પીડાય છે. તે અજ્ઞાની સ-અસના વિવેકરહિત અન્યઅન્યમાં વૃદ્ધ-મોહિત, મમત્વબહુલ થાય છે. પહેલા માતા, પિતા પછી પત્ની-પુત્રાદિમાં