________________
૧/
૩/૫
સમાધાન - બંને પ્રકારે. જે અકાય સ્વાભાવથી અચિત્ત છે. તેને જો બાહ્ય શસ્ત્રનો સંપર્ક ન થાય, તો તેને અચિત જાણવા છતાં કેવલી, મન:પર્યાય-અવધિ કે શ્રુતજ્ઞાની પણ તેનો ઉપયોગ ન કરે. કેમકે તેથી મર્યાદા તુટવાની બીક રહે છે. અમે સાંભળેલ છે કે-ભગવંત વર્ધમાનસ્વામીએ પૂર્ણ નિર્મળ પાણીથી ઉલ્લસિત તરંગવાળો તથા શેવાળ સમૂહ પ્રસાદિ જીવરહિત અને જેમાં બધા પાણીના જીવો અયિત થયેલા છે એવો અયિત પાણીથી ભરેલો મોટો કુંડ જોઈને પણ ઘણી જ તરસથી પીડાતા પોતાના શિષ્યોને તે પાણી પીવાની આજ્ઞા ન આપી. અયિત તલને ખાવાની અનુજ્ઞા ન આપી. કેમકે તેમ કરવાથી ખોટી પરંપરારૂપ અનવસ્થા દોષનો સંભવ છે. વળી શ્રુતજ્ઞાનનું પ્રમાણપણું બતાવવા માટે ભગવંતે અચિત એવા જળ અને તલનો ઉપભોગ કરવાની આજ્ઞા ન આપી.
સામાન્ય શ્રુતજ્ઞાની બાહ્ય ઇંધણના સંપર્કથી ગરમ થયેલને જ અયિત જળ માને છે, પણ ઇંધણના સંપર્ક વિના પાણી આપમેળે અયિત ન જ થાય એમ વ્યવહાર છે, તેથી બાહ્ય સંપર્કથી જુદા પરિણામને પામેલ-વણદિ બદલાય - તે પાણી અચિત છે, તે જ સાધુને વાપરવું કહ્યું. “તે શસ્ત્ર કયા છે ?” તે બતાવે છે . જેનાથી જીવોની હિંસા થાય તે શસ્ત્ર કહેવાય. તે ઊંચે ચડાવવું, ગાળવું, ઉપકરણ ધોવા ઇત્યાદિ સ્વકાય, પકાય ને ઉભયકાય શસ્ત્રો છે. જેનાથી પૂર્વાવસ્થાથી વિલક્ષણ વણદિ ઉભવે છે.
- જેમકે અગ્નિના પુદ્ગલોના સંપર્કથી સફેદ જળ વણથી કંઈક પીળું થાય છે, સ્પર્શથી શીતળ ઉણ બને છે, ગંધથી ધૂમગંધી થાય છે, રસથી વિરસ બને છે. આ પ્રમાણે ત્રણ વખત ઉભરો આવેલો હોય તે જળ અચિત થાય છે, આવું અયિત જળ જ સાધુને કયે છે. મિશ્ર કે સચિવ જળ કલાતુ નથી.
- કચરો, છાણ, ગોમૂત્ર, ક્ષાર આદિ ઇંધણના સંપર્કથી જળ અચિત થાય છે. તેના સ્તોક, મધ્યમ અને ઘણાં એ ત્રણ ભેદથી અનેક ભેદો થાય છે. જેમાં થોડા જળમાં થોડો કચરો, થોડા જળમાં ઘણો કચરો આદિ ચતુર્ભગી કરી લેવી. આ પ્રમાણે ત્રણ પ્રકારે શસ્ત્ર છે. તેમાંથી કોઈપણ પ્રકારે અચિત બનેલ જળ સાધુ ગ્રહણ કરે.
આ પ્રમાણે હે શિષ્ય ! તું જો. આ અપકાયના વિષયમાં વિચારીને જ અમે આ એનું શસ્ત્ર છે, તે જ બતાવ્યું. હવે સૂpકાર મહર્ષિ આગળ કહે છે–
• સૂત્ર-૨૬ - અકાયના વિવિધ પ્રકારના શો કહ્યા છે. • વિવેચન :
ભગવંતે અપકાયના ઉત્સવનાદિ વિવિધ પ્રકારના શસ્ત્રો કહે છે. અથવા પાઠાંતરથી 'પીડપારંપતિ' વિવિધ પ્રકારના શો દ્વારા પરિણત જળનો ઉપભોગ કર્મબંધનનું કારણ થતું નથી. અહીં ‘સપાસ'નો અર્થ ‘અબંધન કર્યો છે. આ પ્રમાણે સાધુઓએ સચિત અને મિશ્ર અકાયને છોડીને અચિત પાણીનો ઉપભોગ કરવાનું કહ્યું છે. શાક્ય આદિઓ જે કાયના ઉપભોગમાં પ્રવૃત છે, તે નિયમથી કાયની
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ હિંસા કરે છે. પાણીને આશ્રયે રહેલ અન્ય જીવોની પણ હિંસા કરે છે.
તેઓને પ્રાણાતિપાત સિવાય બીજો દોષ પણ લાગે છે– • સૂઝ-૨૭ :
પ્રકારની હિંસા માત્ર હિંસા નહીં અદત્તાદાનચોરી પણ છે. • વિવેચન :
‘૩યુવ' શબ્દથી-જણાવે છે કે - શાથી ન હણાયેલ પાણી વાપરવાથી માત્ર ‘હિંસા દોષ નથી લાગતો પણ સાથે “ચોરી'નો દોષ પણ લાગે છે. કેમકે અમુકાયના જીવોએ જે શરીર મેળવ્યા છે, તેઓએ તેને વાપરવાની આજ્ઞા આપી નથી. જેમ કોઈ પરષ શાજ્યાદિના શરીરમાંથી ટકડો છેદી લેતા લેનારને ‘અદત્ત'નો દોષ લાગે છે કેમકે તે પાકી વસ્તુ છે. જેમ કોઈ પારકી ગાય ચોરે તો ચોર કહેવાય તેમ અમુકાય ગૃહિત શરીર બીજા લે તો અદત્તાદાનનો દોષ અવશ્ય લાગે. કેમકે સ્વામીએ તેની આજ્ઞા આપી નથી.
શંકા- જેનો કુવો કે તળાવ હોય તેની એક વખત અનુમતિ લીધી છે, તેથી ચોરીનો દોષ ન લાગે. જેમ પશુના માલિકની આજ્ઞાથી પશુના ઘાતમાં દોષ નથી.
સમાધાન - ના આ પ્રમાણે અપાયેલ અજ્ઞા, અનુજ્ઞા નથી. કેમકે પશુ પણ શરીર અર્પણ કરવાથી વિમુખ જ છે. આર્યમર્યાદા ભેદનારાઓ મોટેથી બરાડા પાડતા પશુઓને મારે તો ‘અદd-આદાન' કેમ ન થાય ? કેમકે પરમાર્થથી જોતા કોઈ કોઈનો સ્વામી નથી.
શંકા - જો એમ જ હોય તો લોક પ્રસિદ્ધ ગાયના દાનનો વ્યવહાર તુટે.
સમાધાન - ભલે આવા પાપસંબંધો તુટી જાય, પણ તેથી તે પશુ આદિ, દાસી તથા બળદ માફક દુ:ખી તો નહીં થાય. હળ, તલવાર માફક બીજાને દુ:ખોત્પત્તિનું કારણ પણ નહીં થાય. તેનાથી વ્યતિરિક્ત અને લેનાર-દેનાર બંનેને એકાંત ઉપકારી એવી આપવા લાયક બીજી વસ્તુ જિનમતવાળા બતાવે છે–
જે પોતે દુઃખી ન થાય અને બીજાને દુ:ખ દેવામાં નિમિત ન બને અને કેવળ ઉપકાર કરનારી વસ્તુ હોય તે જ ધર્મને માટે આપવી જોઈએ.” આ ઉપરથી એ સિદ્ધ થયું કે પશુ આદિનું દાન આપવું તે અદત્તાદાન જ છે.
હવે સૂત્રકાર પોતે જ વાદીની શંકાને નિવારવા માટે કહે છે– • સૂત્ર-૨૮ - અમને લોકોને પીવા માટે અથવા વિભૂષા માટે પાણી કહે છે. • વિવેચન :
સચિવ જળનો ઉપભોગ કરનારાને જ્યારે સચિત જળ ન લેવા સમજાવે છે ત્યારે તેઓ કહે છે કે, અમે અમારી બુદ્ધિથી સમારંભ નથી કરતા, પણ અમારા આગમમાં જળને નિર્જીવ માનીને તેનો નિષેધ કરાયેલ નથી તેથી અમને પીવા અને વાપરવાનું કલો છે. “પ્પરૂ ને''પદ બે વખત છે તેનો અર્થ છે - વિવિધ પ્રયોજનમાં ઉપભોગ કરવાની અમને અનુજ્ઞા છે. જેમકે આજીવિક તથા ભમ્મસ્નાયી આદિ કહે