________________
૧/૩/૪/૧૩૩
૨૧૪
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
શા એકબીજાથી તેજ અથવા મંદ હોય છે, પણ અશઆ (સંયમ માં આ તરતમતા નથી.
• વિવેચન :
ક્ષપકશ્રેણિએ ચટેલ સાધુ એક અનંતાનુબંધી ક્રોધને ખપાવતા બીજા પણ દર્શનાદિને ખપાવે છે. આય બાંઘેલ પણ દર્શનસપ્તકને ખપાવે. અથવા બીજી ખપાવતા
અવશ્ય અનંતાનુબંધી ખપાવે. ક્ષપકશ્રેણિ યોગ્ય કોણ થાય ? - શ્રદ્ધા-મોક્ષમાર્ગ ઉધમ ઇચ્છા જેનામાં હોય તે બ્રણી. તીર્થંકર પ્રણીત આગમ અનુસાર ચોક્ત અનુષ્ઠાના કરનાર મર્યાદામાં રહેતો અપ્રમત સાધુ જ તે શ્રેણિને યોગ્ય છે, બીજા નહીં. વળી છે જીવનિકાય કે ક્યાય લોક જિન આગમ ઉપદેશ જાણીને તે જીવોને ભય ન થાય તેમ વતું. કષાયના સમૂહને દૂર કરવાથી તે કોઈને ભય ઉપજાતો નથી.
અથવા ચરાચર લોકને આગમની આજ્ઞાથી સમજીને ચાલે તેને આ લોક પરલોકના અપાયને સારી રીતે દેખવાથી ક્યાંય ભય નથી.
આ ભય શસ્ત્રથી થાય છે. તેમાં દ્રવ્યશસ્ત્ર તલવાર આદિ તીર્ણથી પણ તીણ છે - x • અથવા શસ્ત્ર એટલે ઉપઘાતકારી, તેથી એક પીડાકારીથી બીજો પીડાકારી ઉત્પન્ન થાય છે. - x • તલવારના ઘાથી ધનુર્વા થાય તેથી મસ્તક પીડા, તેનાથી તાવ છેવટે મૂછ આદિ થાય છે.
ભાવશર x• સૂત્રકાર પ્રત્યાખ્યાન પરિજ્ઞા દ્વાર વડે કહેશે. જે રીતે શાની પ્રકી ગતિ કે પરંપરા છે તેમ અશઅમાં નથી. તે દશવિ છે - અશઆ તે સંયમ છે. તેનાથી પર કંઈ નથી - પ્રકગતિ નથી. જેમ પૃથ્વી આદિની સમાનતા કરવામાં મંદતીવ ભેદો નથી. પૃથ્વી આદિમાં સમભાવપણાંચી સામાયિકની અથવા શૈલેશ અવસ્થામાં સંયમથી પર સંયમ નથી. કેમકે તેનાથી ઉંચુ બીજું ગુણસ્થાન નથી.
ક્રોધ ઉપાદાનથી - x •x - જે કર્મ બંધાય તેના ક્ષયને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે જે જાણે તે સાધુ માન આદિને પણ દેખનાર થાય તે કહે છે
• સૂઝ-૧૩૮ -
જે ક્રોધદશી છે તે માનદ છે, જે માનદ છે તે માયાદર્શી છે, જે માયાદર્શ છે તે લોભદર્શ છે, જે લોભદર્શ છે તે રાગદર્શ છે. જે રાગદર્શ છે તે દ્વેષદર્શી છે, જે દશ છે તે મોહદર્શ છે, જે મોહદર્શ છે તે ગર્ભદશ છે, જે ગર્ભદશ છે તે જન્મદર્શ છે, જે જન્મદર્શ છે તે મરણદર્શી છે, જે મરણદશી છે તે નક્કદથી છે, જે નકદર્શ છે તે તિચિદર્શ છે, જે તિર્યંચદશ છે તે દુઃખદશ છે.
તે મેઘાવી ક્રોધ, માન, માયા, લોભ, રોગ, દ્વેષ, મોહ, ગર્ભ, જન્મ, મૃત્યુ, નસ્ક, તિચિના દુઃખોથી નિવૃત્ત થાય. આ દ્રવ્ય-ભાવ શwથી રહિત, સંસાર પાર પામેલા સર્વજ્ઞનું કથન છે. .
જે કમના આસનોને રોકે છે, તે જ કમને દૂર કરે છે. શું સવજ્ઞને કોઈ ઉપાધિ હોય છે ? નથી હોતી. તેમ હું કહું છું.
• વિવેચન :
જે ક્રોધના સ્વરૂપને જાણે અને અનર્થ પરિત્યાગરૂપ જ્ઞાનથી પરિહરે તે માનને પણ જુએ છે અને તજે છે અથવા જે ક્રોધને જાણે છે અને આચરે છે, તે માનને પણ જુએ છે અને અહંકારી થાય છે. આ પ્રમાણે આગળ પણ સમજી લેવું યાવતું તે દુઃખદર્શી થાય છે, આદિ સુગમ છે.
" હવે ક્રોધાદિનું સાક્ષાત્ નિવર્તન કહે છે - તે મેઘાવી ક્રોધથી દુ:ખ સુધી નિવૃત થાય. પૂર્વોક્ત ઉદ્દેશાથી આરંભીને આ બધું તીર્થકનું કહેવું છે.
તે તીર્થકરે દ્રવ્યભાવ શઓને દૂર કરેલા છે. આઠે કર્મોનો અંત કર્યો છે. વળી કર્મોના ઉપાદાનનો નિષેધ કરીને પોતાના પૂર્વે બાંધેલા કર્મોનો ભેદનારા થયા છે. તેઓને કેવળજ્ઞાન થવાથી સંસારસ્તી કોઈ ઉપાધિ નથી. દ્રવ્યથી હિરણ્ય આદિ અને ભાવથી આઠ પ્રકારના કર્મો નથી. અર્થાત તેમને દ્રવ્યથી કે ભાવથી કોઈ જાતની ઉપાધિ નથી.
તેમ હું કહું છું, એમ સુધમસ્વિામી જંબૂસ્વામીને કહે છે, મેં ભગવંતના ચરણકમળની ઉપાસના કરતા આ બધું સાંભળેલ છે તેના અનુસારે હું તને કહું છું, મારી મતિ કલાનાથી કહેતો નથી. સૂવાનુગમ પૂર્ણ.
અધ્યયન-૩ શીતોષણીય ઉદ્દેશો-૪ “કપાયવમન''નો |
મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનાદ પૂર્ણ ચોથો ઉદ્દેશો સમાપ્ત થતા અતીત અનામત ના વિચારને સૂત્રમાં બતાવવાથી શીતોષ્ટ્રીય અધ્યયન પણ સમાપ્ત થયું.
આચારાંગ સૂત્ર-શ્રુતસ્કંધ-૧ના અધ્યયન-3નો મુનિ દીપરત્નસાગરે કરેલો સટીક અનુવાદ પૂર્ણ