Book Title: Agam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 255
________________ ૨/૧/૪/ભૂમિકા ૧૯૫ ચૂલિકા-૧, અધ્યયન-૪ “ભાષાજાત'' ૦ ત્રીજું અધ્યયન કહ્યું, હવે ચોથું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - અધ્યયન-૩-માં પિંડવિશુદ્ધિ માટે ગમનવિધિ બતાવી. ત્યાં જતા માર્ગમાં આવું બોલવું કે ન બોલવું તે બતાવશે. આ સંબંધે આવેલા ‘ભાષાજાત' અધ્યયનના ચાર અનુયોગદ્વારો છે. તેમાં નિક્ષેપ નિયુક્તિ અનુગમમાં ભાષાજાત શબ્દોના નિક્ષેપા માટે નિયુક્તિકાર કહે છે– [નિ.૩૧૬-] જે રીતે વાક્યશુદ્ધિ અધ્યયનમાં વાક્યનો નિક્ષેપ કર્યો છે, તે રીતે ભાષાનો પણ કરવો. પણ ‘નાત’ શબ્દનો છ પ્રકારે નિક્ષેપો આ પ્રમાણે - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ છે. તેમાં નામ, સ્થાપના સુગમ છે, દ્રવ્યજાત આગમથી-નો આગમથી. તેમાં વ્યતિરિક્તને નિર્યુક્તિકાર અડધી ગાથાથી કહે છે. તે ચાર પ્રકારે છે - ઉત્પત્તિજાત, પર્યવજાત, અંતરજાત અને ગ્રહણજાત. 1 તેમાં (૧) ઉત્પત્તિ જાત - જે દ્રવ્યો ભાષાવર્ગણાની અંદર પડેલા, કાયયોગથી ગ્રહણ કરેલા, વાયોગ વડે નિસૃષ્ટ અને ભાષારૂપે ઉત્પન્ન થાય તે. અર્થાત્ જે દ્રવ્ય ભાષાપણે ઉત્પન્ન થાય તે. (૨) પર્યવજાત - તે જ વાચા વડે નિસૃષ્ટ ભાષા દ્રવ્યો વડે જે વિશ્રેણીમાં રહેલા ભાષા વર્ગણાની અંદર રહેલાં નિકૃષ્ટ દ્રવ્યના પરાઘાત વડે ભાષાપર્યાયપણે જે ઉત્પન્ન થાય તે....(૩)... આંતરજાત-જે દ્રવ્યો અંતરાલે સમશ્રેણિમાં જ નિસૃષ્ટ દ્રવ્યની સાથે મિશ્રિત ભાષા પરિણામને ભજે તે. (૪) ગ્રહણજાત-વળી જે દ્રવ્યો સમશ્રેણિ વિશ્રેણિમાં રહેલા ભાષાપણે પરિણમેલા કર્ણ-શકુલીના વિવરમાં પ્રવેશેલા ગ્રહણ કરાય છે, તે દ્રવ્યથી અનંતપ્રદેશવાળા છે, ફોગથી અસંખ્યપ્રદેશ અવગાઢ છે, કાળથી એક, બે, ત્રણથી અસંખ્યાત સમય સુધીની સ્થિતિવાળા છે, ભાવથી વર્ણગંધરસ સ્પર્શવાળા છે, તે આવા દ્રવ્યોને ગ્રહણજાત કહ્યા છે. દ્રવ્યજાત કહ્યું. ક્ષેત્રજાત સ્પષ્ટ હોવાથી નિર્યુક્તિકારે કહેલ નથી. તે આ પ્રમાણે, જે ક્ષેત્રમાં ભાષાજાતનું વર્ણન ચાલે કે જેટલું ક્ષેત્ર સ્પર્શ કરે તે ક્ષેત્રજાત. આ પ્રમાણે ‘કાળજાત’ જાણવું. ‘ભાવજાત' તો તે જ ઉત્પત્તિ પર્યવ અંતર્ગહણ દ્રવ્યો સાંભળનારના કાનમાં જણાય કે આ શબ્દ છે એવી બુદ્ધિ ઉત્પન્ન કરે. પણ અહીં અધિકાર દ્રવ્યભાષાજાત વડે છે, કેમકે દ્રવ્યની પ્રધાન વિવક્ષા છે. દ્રવ્યનો વિશિષ્ટ અવસ્થા ભાવ છે, તે માટે ભાવભાષાજાતનો પણ અધિકાર છે. હવે ઉદ્દેશાના અધિકાર માટે કહે છે— [નિ.૩૧૭-] જો કે બંને પણ ઉદ્દેશા વચનશુદ્ધિકારક છે, તો પણ તેમાં વિશેષતા છે. પ્રથમના ઉદ્દેશામાં વચનવિભક્તિ છે. તેથી એકથી માંડીને સોળ પ્રકારના વચનનો વિભાગ છે તથા આવું વચન બોલવું કે ન બોલવું તેનું વર્ણન છે. બીજા ઉદ્દેશામાં ક્રોધાદિ ઉત્પત્તિ જેમ ન થાય તેમ બોલવું. તે ‘ઉત્પત્તિ’ વર્ણન છે. ૧૯૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૐ ચૂલિકા-૧, અધ્યયન-૪ “ભાષાજાત”, ઉદ્દેશો-૧ • હવે સૂત્રાનુગમમાં અસ્ખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહેવું જોઈએ– - સૂત્ર-૪૬૬ : સાધુ-સાધ્વી આ વચનના આચાર સાંભળી અને સમજીને, પૂર્વ મુનિ દ્વારા અનાચીર્ણ અનાચારોને જાણે, જે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી વાણી પ્રયોગ કરે છે, જાણીને કે જાણ્યા વિના કઠોર વચનો બોલે છે, આવી ભાષાને સાવધ કહે છે. વિવેકપૂર્વક સાવધ ભાષાનો ત્યાગ કરે. મુનિ ધ્રુવ અને અધ્વ ભાષાને જાણે અને તેનો ત્યાગ કરે અશન આદિ મળ્યું છે કે નથી મળ્યું, આહાર વાપર્યો છે કે નથી વાપર્યો. તે આવ્યો છે અથવા નથી આવ્યો, તે આવે છે અથવા નથી આવતો, તે આવશે અથવા નહીં આવે, તે અહીં પણ આવ્યો હતો કે આવ્યો ન હતો, તે અહીં અવશ્ય આવે છે કે કદી નથી આવતો, તે અહીં અવશ્ય આવશે કે કદી નહીં આવે [આવી ધ્રુવ ભાષાનો ત્યાગ કરવો.] મુનિ સારી રીતે વિચારી ભાષાસમિતિયુક્ત નિષ્ઠાભાસી બની, સંયત થઈને ભાષા પ્રયોગ કરે . જેમકે - એકવચન, દ્વિવચન, બહુવચન, સીલિંગ, પુલિગ, નપુંસકલિંગ-વચન, અધ્યાત્મ કથન, ઉપનીત વાન, અપનીત વાન, ઉપનીતપનીત વાન, પનીતઉપનીત વચન, અતીત વાન, વર્તમાન વચન, અનાગત વાન, પ્રત્યક્ષ વચન, પરોક્ષ વચન. તેને એકવચન બોલવાનું હોય તો એક વચન જ બોલે યાવત્ પરોક્ષ વચન બોલવાનું હોય તો પરોક્ષ વચન જ બોલે. આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ નપુંસક છે, આ તે છે કે કોઈ અન્ય છે એવી રીતે વિચારપૂર્વક નિશ્વય થઈ જાય પછી ભાષાદોષ ટાળી સમિતિયુક્ત થઈને સંચત ભાષા બોલે. મુનિએ ચાર પ્રકારની ભાષા જાણવી જોઈએ - સત્યા, મૃષા, સત્યામા અને જે સત્ય નથી - મૃષા નથી - સત્યામૃષા નથી તે અસત્યામૃષા નામની ચૌથી ભાષાજાત છે. હવે હું કહું છું કે જે અતીત-વર્તમાન-અનાગત અરિહંત ભગવંતો છે, તે બધાંએ આ જ ચાર ભાષાના ભેદ કહ્યા છે - કહે છે અને કહેશે. પરૂયા છે - પરૂપે છે અને પ્રરૂપશે. આ બધાં ભાષા-દ્રવ્ય અચિત છે, વર્ણ-ગંધ-રસસ્પર્શયુક્ત છે, સય ઉપાય અને વિવિધ પરિણામધર્મી છે. • વિવેચન : તે ભાવભિક્ષુને અંતઃકરણમાં નિષ્પન્ન, ફમ્ - પ્રત્યક્ષવાચી શબ્દથી હવે કહેવાનાર વાણીસંબંધી આચારને સાંભળીને તથા જાણીને ભાષા સમિતિ વડે ભાષા [વચન] બોલે એ પ્રમાણે સંબંધ જાણવો. તેમાં જેવી ભાષા ન બોલવી જોઈએ તે દર્શાવે છે - કહેવાનાર - સાધુને ન બોલવા યોગ્ય, પૂર્વના સાધુ દ્વારા અનાચીર્ણ ભાષાને સાધુ જાણે - તે આ રીતે -

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286