Book Title: Agam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 260
________________ ૨/૧/૫/૧/૪૭૫ સાધ્વી ચાર વસ્ત્રો રાખે. એક-બે હાથ પરિમાણનું તે ઉપાશ્રયમાં ઓઢીને બેસે. બે-ત્રણ હાથ પહોળાં હોય તેમાંનું એક ઉજળું ભિક્ષાકાળે ઓઢે, બીજુ સ્થંડિલ અવસરે ઓઢે, ચોથું વસ્ત્ર ચાર હાથનું તે સમોસરણ આદિમાં આખાં શરીરને ઢાંકવા માટે રાખે. જો તેવું વસ્ત્ર ન મળે તો પછી એક વસ્ત્ર બીજા સાથે સાંધીને ઓઢે. ૦ સ્થાનમાંંગ, બૃહત્કલ્પ આદિમાં પણ આ પ્રકારના સૂત્ર છે. • સૂત્ર-૪૭૬ : સાધુ-સાધ્વી વસ્ત્ર યાચના માટે અર્ધયોજન ઉપરાંત જાય નહીં. • વિવેચન : ભિક્ષુ વસ્ત્ર લેવા માટે અડધા યોજનથી દૂર જવા વિચાર ન કરે. - સૂત્ર-૪૭૭ : સાધુ-સાધ્વી જો વસ્ત્રના સંબંધે એમ જાણે કે આ વસ્ત્ર એક સાધુને ઉદ્દેશીને પ્રાણ આદિ હિંસા કરીને બનાવેલ છે તો ન લે. ઇત્યાદિ પિુષા અધ્યયન મુજબ જાણવું, એ જ રીતે ઘણાં સાધુ, એક સાધ્વી, ઘણાં સાધ્વી તથા ઘણાં શ્રમણ-બ્રાહ્મણ સંબંધી સૂત્રો 'વિષ્ણુપ' મુજબ જાણવા. • વિવેચન : ૨૦૫ બંને સૂત્ર આધાકર્મી ઉદ્દેશી છે - પિુષા અધ્યયનવત્ જાણવા. હવે ઉત્તર ગુણને આશ્રીને કહે છે– • સૂત્ર-૪૭૮ : સાધુ-સાધ્વી એમ જાણે કે આ વસ્ત્ર ગૃહસ્થે સાધુ નિમિત્તે ખરીદેલ, ધોયેલ, રંગેલ, સાફસૂફ કરેલ, મુલાયમ કરેલ કે ધૂપિત કરેલ છે; તે પ્રકારનું વસ્ત્ર પુરુષાંતકૃત્ ન થયું હોય તો યાવત્ ગ્રહણ ન કરે. પરંતુ જો તે પુરુષાંતકૃત્ હોય તો યાવત્ સાધુ ગ્રહણ કરે. • વિવેચન : સાધુને ઉદ્દેશીને ગૃહસ્થે ખરીધુ હોય, ધોયું હોય ઇત્યાદિ વસ્ત્ર જ્યાં સુધી બીજા પુરુષે વાપરેલ ન હોય ગ્રહણ ન કરે; વાપરેલ ગ્રહણ કરે. • સૂત્ર-૪૭૯ : સાધુ-સાધ્વી એવા વિવિધ પ્રકારના વસ્ત્રોને જાણે જે બહુ-મૂલ્ય હોય, જેવા કે . આત્મિક, શ્લષ્ણ, શ્વકલ્યાણક, આજક, કાયક, સૌર્મિક, દુકુલ, પ, મલય, પત્તુળ, શુક, ચીનાંશુક, દેશરાગ, અમિલ, ગતિ, સ્ફટિક, કોયલ, કંબલ તથા અન્ય પ્રકારના તેવા બહુમૂલ્ય વસ્ત્ર પ્રાપ્ત થવા છતાં પણ પ્રાપ્ત થાય ત્યારે વિચારશીલ સાધુ તે ગ્રહણ ન કરે. સાધુ-સાધ્વી સમનિષ ઓઢવાના વસ્ત્ર વિશે જાણે - જેમકે - ઔદ્ર, પેસ, પેપલ, કૃષ્ણ"નીલ-ગૌર હરણના ચામડાના બનેલા, સ્વર્ણ ખચિત સ્વર્ણ જેવી કાંતિવાળા, સ્વર્ણયુક્ત, સ્વર્ણતાર જડિત, સ્વસ્પર્શિત, વાઘ કે ચિત્તાના ચર્મથી મઢેલ, આભારણમંડિત કે આચરણ ચિત્રિત કે તેવા પ્રકારના અન્ય કોઈ ૨૦૬ ચમના ઓઢવાના વસ્ત્રો મળે તો ન લે. • વિવેચન : આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ આચાર અને નિશીય ચૂર્ણિમાં આ શબ્દનો અર્થમાં ભેદ છે. તે ભિક્ષુ વળી બહુમૂલ્ય વસ્ત્ર જાણે, જેમકે - ઉંદર આદિના ચર્મના બનેલા, વર્ણ-છવિના કારણે સૂક્ષ્મ, સુંદર, [સૂક્ષ્મ અને મંગલમય], કોઈ ઠંડા દેશમાં બકરાંના કિંમતી વાળમાંથી બનાવેલ વસ્ત્ર, ઇન્દ્રનીલવર્ણના કપાસથી નિષ્પન્ન, સામાન્ય કપારા, ગૌડ દેશમાં બનેલ વિશિષ્ટ પાસ, પટ્ટસૂત્ર નિષ્પન્ન, મલય દેશોત્પન્ન, વલ્કલ ંતુ નિષ્પન્ન આદિ વિવિધ દેશ પ્રસિદ્ધ વસ્ત્ર. તે બહુ મૂલ્ય વસ્ત્ર હોય તો આલોક પરલોકના અપાય જાણી મળે તો પણ સાધુ તેને ગ્રહણ ન કરે. તે ભિક્ષુ વળી આવા ચર્મ નિષ્પન્ન વસ્ત્રોને જાણે. જેમકે - સિંધુ દેશના માછલાના સૂક્ષ્મ ચર્મથી નિષ્પન્ન, સિંધુ દેશના જ કોઈ પશુના ચર્મથી બનેલ, તેના જ ચામડાના સૂક્ષ્મ રોમમાંથી બનેલ, મૃગચર્મ, સુવર્ણ રસથી લિપ્ત, સુવર્ણની કાંતિ જેવા, સુવર્ણ રસના પટ્ટ કરેલ, સુવર્ણ રસથી સ્તબક બનાવી સુંદર બનાવેલ, સુવર્ણ દૃષ્ટાદિ વસ્ત્ર, વ્યાઘ્રચર્મ, વ્યાઘ્રચર્મથી ચિત્રિત આભરણ પ્રધાન, ગિરિ-વિડકાદિ વિભૂષિત કે તેવા અન્ય બહુમૂલ્ય ચર્મ વસ્ત્રો મળવા છતાં ગ્રહણ ન કરે હવે વસ્ત્રગ્રહણ વિધિ - • સૂત્ર-૪૮૦ - ઉપરોકત દોષના સ્થાનો તજીને ચાર પ્રતિજ્ઞાથી વસ્ત્ર ચારો— ૧. પહેલી પ્રતિજ્ઞા - સાધુ-સાધ્વી જાંગિક યાવત્ તૂલકૃત્ વોમાંથી કોઈ એક પ્રકારના વસ્ત્રનો સંકલ્પ કરે, તે જ પ્રકારના વસ્ત્રની યાચના કરે અથવા ગૃહસ્થ સ્વયં આપે તો પ્રાસુક હોય તો ગ્રહણ કરે. ૨. બીજી પ્રતિજ્ઞા - સાધુ-સાધ્વી વસ્ત્ર જોઈને યાચના કરે. ગૃહસ્થથી માંડીને દાસી આદિને ત્યાં વસ્ત્ર જોઈને કહે, હે આયુષ્યમાન ! આ વસ્ત્રોમાંથી મને કોઈ વસ્ત્ર આપશો? તેવા વસ્ત્રને સ્વયં માંગે અથવા ગૃહસ્થ આપમેળે આપે તો પામુક, એષણીય જાણી ગ્રહણ કરે. ૩. ત્રીજી પ્રતિજ્ઞા - સાધુ-સાધ્વી મનમાં એવી ધારણા કરે કે મને ગૃહસ્થનું [પહેરેલું કે ઓઢેલું] અંતરિજ કે ઉત્તરજ્જુ વસ્ત્ર પ્રાપ્ત થશે તો લઈશ, તેવા પ્રકારના વસ્ત્રની માંગણી પોતે કરે કે માગ્યા વિના ગૃહસ્થ સ્વયં આપે તો નિર્દોષ જાણી ગ્રહણ કરે. ૪. ચોથી પ્રતિજ્ઞા - સાધુ-સાધ્વી એવી ધારણા કરે કે નકામું વસ્ત્ર પ્રાપ્ત થશે તો લઈશ. જેને અન્ય ઘણાં શ્રમણ યાવત્ વનીપક પણ લેવા ન ઇચ્છે, તેવા ફેંકી દેવા યોગ્ય વસ્ત્રની સ્વયં યાચના કરે અથવા ગૃહસ્થ સ્વયં આપે તો નિર્દોષ જાણી ગ્રહણ કરે. આ ચારે પ્રતિજ્ઞા પિત્તેયા અધ્યયન મુજબ જાણવી. પૂર્વોત એષણાનુસાર વસ્ત્ર યાચનાકર્તા મુનિને કદાચ કોઈ ગૃહસ્થ કહે,

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286