Book Title: Agam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 282
________________ ૨૫o આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ |૩|-I-/૫૩૯ ૨૪૯ ન જોઈએ. કેવલી કહે છે : નિષ્ણને સ્ત્રીઓ સાથે પૂર્ણ કરેલ રતિ કે ક્રીડાના મરણથી તેની શાંતિનો ભંગ યાવત ધર્મથી ભ્રશ થાય છે માટે સાધુ સ્ત્રીઓ સાથેની પૂરત કે પૂવક્રીડાનું સ્મરણ ન કરે. ૪ન્સાધુ અતિમાત્રામાં પાન-ભોજન ભોજી ન બને, પ્રતિરસ ભોજન ભોઇ ન બને. કેવલી કહે છે કે અતિ માત્રામાં પાન-ભોજન કરનાર અને પ્રતિરસ ભોજન કરનાર સાધુની શાંતિનો ભંગ યાવતુ ધર્મથી ભ્રશ થાય છે. માટે જે અતિમાત્રામાં ભોજન કે પ્રણિતરસ ભોજન નથી કરતો તે જ નિન્જ છે. પ-મુનિએ સ્ત્રી, પશુ, નપુંસકના સંસર્ગવાળા શમ્યા, આસનનું સેવન ન કરવું જોઈએ. કેવલી કહે છે - આી, પશુ, નપુંસકતાના શયન, આસનનું સેવન કરનાર મુનિ શાંતિનો ભંગ ચાવતુ ધર્મ ભંશ કરે છે. માટે નિર્થીિ સી-પશુનપુંસકયુકત શસ્યા અને આસન સેવે નહીં આ ભાવના વડે ચોથા મહાવતને સમ્યક્રપણે કાયાથી પૃષ્ટ કરી વાવ આરાધિત થાય છે. આ મૈથુન વિરમણ રૂપ ચોથું મહાવત છે. • વિવેચન :- આચારસંગ મૂર્ણિ, આવશ્યકાદિમાં પાંચ ભાવIમાં ક્રમમાં ફેરફાર છે. ચોથા વ્રતમાં પહેલી ભાવના-સ્ત્રીસંબંધી કથા ન કરવી, બીજી - તેની મનોહર ઇન્દ્રિયો ન અવલોકવી, ત્રીજી-પૂર્વની ક્રીડા મરણ ન કરવી, ચોથી-અતિ માત્રામાં ભોજન-પાન ન લેવા, પાંચમી-સ્ત્રી, પશુ, પંડકરહિત વસતિમાં રહેવું. • સૂત્ર-પ૪૦ * હવે પાંચમાં મહાવતમાં સર્વ પરિગ્રહનો ત્યાગ કરું છું. તે પરિગ્રહ થોડો કે બહુ, શૂળ કે સૂમ, સચિત કે અચિત્ત હોય સ્વયં ગ્રહણ કરું નહીં, બીજ પાસે ગ્રહણ કરાવું નહીં કે પરિગ્રહ ગ્રહણ કરતા બીજાનું અનુમોદન કરું નહીં ચાવતું તેને વોસિરાવું છું. તેની પાંચ ભાવનાઓ આ પ્રમાણે ૧-કાનથી જીવ મનોજ્ઞ, અમનોજ્ઞ શબ્દો સાંભળે છે, પણ તે મનોજ્ઞ અમનોજ્ઞ શબ્દોમાં આસકત ન થાય, રાગ ન કરે, મોહિત ન થાય, પૃદ્ધ ન થાય, તલ્લીન ન થાય, વિવેકનો ત્યાગ ન કરે. કેવલી કહે છે નિ@િો મનોજ્ઞ, અમનોજ્ઞ શબ્દોમાં આસકિત યાવત્ વિવેક ભૂલવાથી પોતાના શાંતિને નષ્ટ કરે છે, ભંગ કરે છે અને કેવલી પ્રજ્ઞM ધર્મથી ભ્રષ્ટ થાય છે. કાનમાં પડતા-શબ્દો ન સાંભળવા શક્ય નથી, પણ તેના શ્રવણથી ઉત્પન્ન થતા રાગ-દ્વેષનો ભિg ત્યાગ કરે. તેથી જીવ મનોજ્ઞ, અમનોજ્ઞ શબ્દો સાંભળી તેમાં રાગ ન કરે ર-ચક્ષુ વડે જીવ મનોજ્ઞ અમનોજ્ઞ રૂપને જુએ છે. સાધુ આ મનોજ્ઞ, અમનોજ્ઞ રૂપમાં સત ન થાય યાવત્ વિવેકનો ત્યાગ ન કરે, જેથી તેને શાંતિભંગ યાવતુ ધમર્ભાશ ન થાય. ચક્ષના વિષયમાં આવતા રૂપને ન જોવું તે શક્ય નથી, પણ ભિક્ષુ તે વિષયમાં રાગદ્વેષ ન કરે. બાકી પૂર્વવતું. -જીવ નાસિકા દ્વારા મનોજ્ઞ, અમનોજ્ઞ ગંધ ગ્રહણ કરે છે. તે મનોજ્ઞ, અમનોજ્ઞ ગંધમાં આસકત ન થાય, યાવત્ વિવેક ત્યાગ ન કરે. કેવલી કહે છે કે મનોજ્ઞ-અમનોજ્ઞ ગંધમાં આસક્ત થનાર યાવત વિવેક ભુલનાર સાધુ પોતાની શાંતિનો ભંગ કરે છે યાવતુ ધર્મભ્રષ્ટ થાય છે. નાકના વિષયમાં આવેલ ગંધ ગ્રહણ ન કરવી તે શક્ય નથી. પણ ભિક્ષુ તેમાં થતા રાગદ્વેષનો ત્યાગ કરે. બાકી પૂર્વવતુ. ૪-જીભથી જીવ મનોજ્ઞ, અમનોજ્ઞ રસને આવા દે છે. આ મનોજ્ઞ, અમનોજ્ઞ સમાં આસકત ચાવત વિવેક ભ્રષ્ટ ન થાય. કેવલી કહે છે - સાધુ મનોજ્ઞ, અમનોજ્ઞ સમાં આસકત ચાવત વિવેકભષ્ટ થતા શાંતિનો ભંગ ચાવતુ ધર્મભ્રષ્ટ કરે છે. જીભના વિષયમાં આવતા નું આસ્વાદન ન કરે તે શક્ય નથી પણ તેમાં થતા રાગ-દ્વેષનો ભિક્ષુ ત્યાગ કરે. બાકી પૂર્વવતું પસ્પર્શથી જીવ મનોજ્ઞ, અમનોજ્ઞ સ્વનિ સેવે છે, આ મનોજ્ઞામનોજ્ઞ અમિાં આસકત ન થાય યાવત વિવેક ત્યાગ ન કરે. કેવલી કહે છે - સાધુ મનોજ્ઞ, અમનોજ્ઞ સ્પર્શમાં આસકત આદિ થતાં શાંતિનો ભંગ, શાંતિમાં બાળા અને ડેવલી પરૂપિત ધર્મનો ભંજક થાય છે. સ્પર્શના વિષયમાં આવેલા સ્પર્શીનો અનુભવ ન થવો શક્ય નથી પણ તેમાં રાગદ્વેષ ન કરવો. બાકી પૂર્વવતું. આ ભાવના વડે પાંચમાં મહાવ્રતમાં સમ્યક રીતે અવસ્થિત ભિક્ષુ જ્ઞાનો આરાધક થાય છે. આ પાંચમું પરિગ્રહ વિરમણ મહાવત છે. - આ પાંચ મહાવતની પચીશ ભાવનાથી સંપન્ન અણગાર યથાશુત, યથાક, યથામામાં તેનો કાયાથી સમ્યફ પ્રકારે સ્પર્શ કરી, પાલન કરી, પાર પમાડી, કીર્તન કરી આજ્ઞાનો અારાધક થાય છે. • વિવેચન :આચારાંગ મૂર્ણિ આદિમાં પાઠ ભેદ, કમભેદ આદિ જોવા મળે છે. શ્રોમાદિ પાંચને આશ્રીને શબ્દાદિ પાંચમાં મનોજ્ઞ, અમનોજ્ઞ વિષયમાં , ગૃદ્ધતા આદિ ન કરવા. બાકી સુગમ છે. શ્રુતસ્કંધ-૨, “ભાવના' નામક અધ્યયન-૧૫-રૂપ ચૂલિકા-3નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ થયો.

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286