Book Title: Agam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 271
________________ ૨૨૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • વિવેચન : તે ભિક્ષ પોતાના કે બીજાના પાકને ગ્રહણ કરીને જ્યાં કોઈ જોતું ન હોય કે આવાગમન ન હોય ત્યાં જઈ મળ-મૂત્ર પરઠવે ઇત્યાદિ. | ચૂલિકા-૨, સતિકા-3 “ઉચ્ચાર પ્રસવણ” ટીકાસહિત અનુવાદ પૂર્ણ % ચૂલિકા-૨, સપ્તિકા-૪ “શબ્દસપ્તક” * ૨/૨|૩|-૫૦૦ ૨૨૩ જ્યાં માટીની નવી ખાણ, નવી ગોચરભૂમિ, નવી ચગાહ, ખાણ કે તે પ્રકારની અન્ય સ્પંડિત ભૂમિમાં સાધુ મળ ત્યાગ ન કરે જ્યાં ડાળ પ્રધાન શાકના ક્ષેત્ર, પાન પ્રધાન ભાજીના ક્ષેત્ર, ગાજરના ક્ષેત્ર, હસ્તાંકર વનસ્પતિ કે તેવી અન્ય ભૂમિમાં મળત્યાગ ન કરે. આશન-શણ-ધાવડી-કેતકી-આમ-અશોક-ના-પુwગ-કે-ચુલક વનમાં કે તેવા અન્ય ત્ર-પુw-ફળ-બીજ કે વનસ્પતિયુક્ત સ્થંડિત ભૂમિમાં સાધુ-સાદની મળ-મૂત્રનું વિસર્જન ન કરે • વિવેચન : તે ભિક્ષ એવા પ્રકારની સ્પંડિત ભૂમિ જાણે કે જ્યાં ગૃહપતિ આદિ કંદબીજાદિ ફેંકવાની ક્રિયા ત્રણે કાળમાં કરતા હોય ત્યાં આ લોક પરલોકના અપાયના ભયથી ઉચ્ચારાદિ ન કરે. તથા જયાં શાલિ આદિ વાવ્યા હોય, વાવતા હોય કે વાવે ત્યાં પણ મળ વિસર્જન ન કરે. વળી • x • કચરાના ઢગ, ઘાસ, સૂક્ષ્મ ભૂમિરાજી, પિચ્છલ, ઠુંઠા, કશ્ય, મોટી ખાડ, દરી, પ્રદુર્ગ આદિ સ્થાન સમ કે વિષમ હોય ત્યાં આત્મ વિરાધના કે સંયમ વિરાધનાના સંભવથી મળાદિ ન તજે. વળી તે ભિક્ષ - x - ચુલ્લા હોય, ભેંસાદિ માટેનું ભોજન થતું હોય કે તે જ્યાં ખાતા હોય ત્યાં લોક વિરુદ્ધ, પ્રવચન ઉપઘાતાદિ ભયથી મળ-મૂત્ર ત્યાગ ના કરે. તથા જ્યાં લોકો ફાંસો ખાઈને મરતા હોય, ગીધ આદિના ભક્ષણ માટે લોહી વ્યાપ્ત શરીરે સુતા હોય, ઝાડ માકક સ્થિર થઈ અનશન વડે ઉભા રહેતા હોય કે ઝાડ અથવા પર્વતથી પડતા હોય, વિષભક્ષણ કે અગ્નિ પ્રવેશ સ્થાન હોય ત્યાં મળત્યાગ ન કરે. એ રીતે બગીચાના દેવકૂલ આદિ, અટ્ટાલિકાદિ, ત્રિક ચતુક આદિ, સ્મશાનાદિ સ્થાને ભિક્ષ મળ-મૂત્રાદિ ત્યાગ ન કરે - વળી જ્યાં તીર્થસ્થાને લોકો પુણ્યાદિ અર્થે સ્નાનાદિ કરતા હોય, પંકિલ પ્રદેશ લોકો ધમર્થેિ આળોટતા હોય, પરંપરાથી જે પવિત્ર સ્થાન મનાતા હોય કે તળાવના જળમાં પ્રવેશવાનો માર્ગ હોય, પાણીની તીક હોય ત્યાં સાધુ-સાધ્વી મળ-મૂત્ર ત્યાગ ન કરે. શેષ કથન સૂગાર્ચ મુજબ જાણવું. સ્પંડિલ કઈ રીતે જાય ? • સૂગ-૫૦૧ - તે સાધુ-સાદની સ્વપત્ર કે પરપત્ર લઈને એકાંત સ્થાનમાં જય જ્યાં કોઈન આવાગમન ન હોય, કોઈ જોતું ન હોય, પ્રાણી કે કરોળીયાના જાળા ન હોય એવા બગીચા કે ઉપાશ્રયમાં જઈને યતનાપૂવક મળમૂત્ર વિસર્જન કરે, ત્યારપછી તે પત્ર લઈને જ્યાં કોઈ જોતું ન હોય યાવતુ આવાગમન ન હોય તેવા એકાંત સ્થાનમાં જઈને તેવા બગીચા કે દગ્ધ ડિલ ભૂમિ કે તેવી અન્ય અચિત સ્પંડિત ભૂમિમાં યતનાપૂર્વક મળ-મૂત્ર વોસિરાવે. આ તે સાધુનો આચાર છે, તેને સદા મળે. o બીજી સતિકા પછી સોયા સપ્તકને કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે પહેલીમાં “સ્થાન', બીજીમાં ‘સ્વાધ્યાયભૂમિ' બીજીમાં ઉચ્ચારાદિ વિધિ કહી. તે ત્રણેમાં રહેલ સાધુ જે અનુકૂળ પ્રતિકૂળ શબ્દો સાંભળે તો તેમાં રગદ્વેષ ન કરે. આ સંબંધથી આવેલ આ સપ્તક [-અધ્યયન નું નામ નિપજ્ઞ નિક્ષેપે શબ્દસપ્તક એવું નામ છે. તેના નામ-સ્થાપનાને છોડીને દ્રવ્ય નિક્ષેપ દર્શાવવા નિર્યુક્તિકાર ગાવાઈ જણાવે છે. [નિ.૩૨૬] નોઆગમથી દ્રવ્ય વ્યતિક્તિમાં શબ્દપણે જે ભાષા દ્રવ્યો પરિણત થયા છે, તે અહીં લેવા, ભાવશબ્દ એટલે આગમથી શબ્દમાં ઉપયોગ હોય અને નોઆગમચી અહિંસાદિ લક્ષણ જાણવું કેમકે હિંસા, જૂઠ આદિથી વિરતિ લક્ષણગુણોથી પ્રશંસા પામે છે. કીર્તિ છે જેમકે ભગવંત ૩૪ અતિશયોથી યુક્ત અધિકરૂપ સંપદ પામતા લોકમાં અહંતુ એવી ખ્યાતિ પામે તે છે. હવે સૂત્રાનુગમમાં સ્ત્ર કહે છે. • સૂગ-૫૦૨ : સાધુસ્સાવી મૃદંગ, નંદી, ઝલ્લરી કે તે કોઈ પ્રકારના શબ્દોને તથા વિતત આદિ શબ્દોને કાનથી સાંભળવાના ઉદ્દેશથી જવાનો વિચાર પણ ન કરે. સાધ-સાદડી કાનમાં પડતા શબ્દોને સાંભળે છે. જેવા કે - વીણા, મિતર, શરણાઈ, તુનક, ઢોલ, તંબૂરો, ઢgણ કે તેવા અન્ય તત. આ શબ્દોને સાંભળવા તે સ્થાને જવા ન વિચારે સાધુ-સાવીને કાનમાં પડતા શબ્દો જેવા કે • તાલ, કંસતાલ, મંજિરા, ગોધિકા, વાંસની ખપાટનું વા િતથા તેવા પ્રકારના બીજા શબ્દો. આ શબ્દો સાંભળવાની ઇચ્છાથી ત્યાં જવા ન વિચારે. એ જ રીતે શંખ, વેણ, વાંસડી, ખરમુખી, પિરિપિકિાના શબ્દો કે તેના બીજ શુષિર શબ્દો થતાં હોય ત્યાં સાંભળવાની ઇચ્છાથી સાધુ-સાળી ન જાય. • વિવેચન : તે ભિક્ષ જો વિતત, તત, ધન, શુષિરરૂપ ચાર પ્રકારના શબ્દોને સાંભળે, તો તે સાંભળવાની ઇચછાથી તે તરફ ન જાય. શેષ વૃત્તિ કથન સૂસાર્થમાં નોંધ્યા મુજબ જાણવું. આ ચાર સૂઝનો સમુદિત અર્થ છે.

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286