Book Title: Agam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 254
________________ ૧૯૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર ૨/૧/૩/૩/૪૫૬ ૧૯૩ છતાં હું જાણું છું એમ ન કહે. એ રીતે યતનાપૂર્વક વિચરે. રામાનુગ્રામ વિચરતા સાધુ-સાળીને માર્ગમાં કોઈ પથિક મળે અને તે પથિક એમ પૂછે કે માર્ગમાં તમે જળમાં ઉત્પન્ન થતાં કંદ, મૂળ, છાલ, મ, પુu, ફળ, બીજ, લીલોતરી કે એક્ત કરાયેલ જળ અથવા અગ્નિ જોયા ? સાધુ તેનો ઉત્તર ન આપે, મૌન રહે વાવતુ ગામાનુગામ વિચરે. રામાનુગામ વિચરતા સાધુ-સાધ્વીને માર્ગમાં કોઈ પથિક મળે અને એમ પૂછે કે મામિાં તમે ઘઉં, જવ આદિના ટેટ યાવત સૈન્યના પડાવ જોયા ? સાધુ તેનો ઉત્તર ન આપતા ચાવતુ ગામાનુગ્રામ વિયરે ગ્રામાનુગામ વિચરતા સાધુ-સાધ્વીને માર્ગમાં કોઈ પથિક મળે અને પૂછે કે આ ગામ ચાવતુ રાજધાની કેટલા મોટા છે ? તો સાધુ તેનો ઉત્તર ન આપતા મૌન રહે ચાવત યતનાપૂર્વક વિચરે. ગ્રામાનુગામ જતા સાધુન્નાદળીને કોઈ પથિક મળે અને પૂછે કે આ ગામ ચાવતું રાજધાની કેટલા દૂર છે ? સાધુ ઉત્તર ન આપતા યાવતુ વિચરે. - વિવેચન : જતાં એવા તે ભિક્ષને સામે આવતો કોઈ મુસાફર પૂછે કે, હે આયુષ્યમાનું શ્રમણ ! માર્ગમાં આવતા તમે કોઈ માણસ આદિને જોયા ? તે આવું પૂછે ત્યારે મૌનપણે તેની ઉપેક્ષા કરે ? અથવા જાણવા છતાં નથી જાણતો એમ કહે. * * * * • x • આ પ્રમાણે કંદ, મૂલ આદિ, ઘઉં, આદિ સંબંધી સૂત્રો પણ જાણવા, તથા ગામનું અંતર આદિ સૂત્રો જાણવા. • સૂત્ર-૪૬૪ - રામાનુગ્રામ વિચરણ કરતા સાધુ-સાધ્વીને માર્ગમાં ઉન્મત્ત સાંઢ, સાપ ચાવત ચિત્તા આદિ હિંસક પશુ સામે આવતા દેખાય તો તેમનાથી ડરીને બીજી માર્ગે ન જાય, માર્ગ છોડી ઉન્માર્ગે ન ચાલે, ગહન વન કે દુર્ગમાં પ્રવેશ ન કરે, વૃક્ષ પર ન ચડે, મોટા-વિશાળ જળાશયમાં શરીર ન છુપાવે, વાડમાં ન છુપાય, સેનાદિ કોઈ શરણ કે શમની ઇચ્છા ન કરે. પરંતુ આત્મએકવભાવમાં લીન બની, સમાધિમાં સ્થિર રહી યાવતુ યતનાપૂર્વક એક ગામથી બીજે ગામ વિયર કરે ગ્રામાનુગ્રામ વિચરતા સાધુ-ન્સાળી જાણે કે માર્ગમાં લાંબી અટવી છે અને આ લાંબી અટવીમાં ઘણાં ચોર એકઠા થઈને ઉપકરણ ચોરવાની બુદ્ધિથી આવે-જાય છે, ત્યારે તેમનાથી ડરીને ઉન્માર્ગે ન જાય - ચાવતું સમાધિ ભાવમાં સ્થિર રહે પછી યતનાપૂર્વક રામાનુગ્રામ વિચરે. • વિવેચન : તે ભિક્ષને ગ્રામાંતર જતા માર્ગમાં ઉન્મત્ત થયેલ બળદ કે સાપ તથા સિંહ, વાઘ ચાવત્ ચિતાને કે તેના બચ્ચાને જુએ કે ક્રૂર શિયાળને જુએ તેના ભયથી ઉન્માર્ગે ન જાય આદિ સૂત્રાર્થ પ્રમાણે જાણવું.] પણ ઉત્સુકતા વિના, અવિમનસ્ક થઈ યતનાપૂર્વક જવું. આ વિધિ ગચ્છનિર્ગત સાધુ માટે જણવી. ગયછવાસીએ તો [2/13] સાપ વગેરેને બાજુએ ટાળીને નીકળવું. આ રીતે દીર્ધ અટવીવાળું સૂત્ર સૂત્રાર્થ મુજબ જાણવું. સૂર-૪૬૫ - સાધ કે સાળી એક ગામથી બીજે ગામ જતા હોય ત્યારે માર્ગમાં ચોરો એકઠા થઈને આવે અને તેઓ કહે કે, હે આયુષ્યમાન શ્રમણ ! આ વસ્ત્ર, પણ, કંબલ, રજોહરણ અમને આપી છે કે અહીં રાખી દો. ત્યારે સાધુ તે ન આપે, ન મૂકે. જે તે બળપૂર્વક લઈ લે તો સાધુ તેને પાછા લેવા તેઓની સ્તુતિ કરી યાચના ન કરે, હાથ જોડીને ન માંગે, કરુણતાથી ન માંગે, પણ ધર્મનો ઉપદેશ આપી યાચના કરે અથવા મૌન કરી ઉભા રહે. ચોરોને જે કરવું હોય તે કરે. ચોરો આક્રોશ કરે યાવતું મારી નાંખવા પ્રયાસ કરે અથવા સાધુના વસ્ત્ર આદિ છીનવી લે યાવત તોડી-ફોડીને ફેંકી દે તો પણ ચોરોના આ કાર્યની ગામમાં ચર્ચા ન કરે, રાજાને ફરિયાદ ન કરે કે બીજા કોઈ પાસે જઈને પણ ન કહે કે, હે આયુષ્યમાન ગાથાપતિ ! આ ચોરોએ અમારા ઉપકરણાદિ આકોલાદિ કરીને લૂંટી લીધા છે અથવા યાવત્ તોડીફોડીને ફેંકી દીધા છે. આવા કુવિચારો સાધુ મનથી પણ ન કરે કે વચનથી ન બોલે, પણ નિર્ભય, નિર્બદ્ધ અને અનાસક્ત થઈ ચાવત સમાધિમાં સ્થિર રહે અને પછી ચતનાપૂર્વક પ્રામાનુગામ વિચરણ કરે. આ જ સાધુ-સાધ્વીનો ઇષ સંબધી આચાર છે, સમતાયુકત થઈ, સાવધાની સહિત તેમાં પ્રવૃત્તિ કરે તેમ હું કહું છું. વિવેચન : તે ભિક્ષને ગ્રામોત્તર જતાં ચોરો ઉપકરણ માંગે તો આપવા નહીં બળજબરીથી લેવા જાય તો ભૂમિ પર મૂકી દે. ચોરે લઈ લીધેલા ઉપકરણ વંદન કરી કે દીનતાપૂર્વક ન ચાલે, પણ ગચ્છવાસી મુનિ ધર્મકથનપૂર્વક યાયે અથવા મૌનપણે ઉપેક્ષા કરે. ચોરો પોતાના કર્તવ્ય મુજબ વચનથી આક્રોશ કરે, દંડ વડે તાડના કરે ચાવતુ જીવ લે, વઆદિ છીનવીને ફેંકી દે તો પણ તે વાત ગામમાં, રાજાને કે ગૃહસ્થને ન કરે, મન કે વચનથી પણ આ દુભવ ન ધરે. આ જ ભિક્ષુનો ભિક્ષુભાવ છે. ચૂલિકા-૧, અધ્યયન-૩ “ઈય'' ઉદ્દેશા-3નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૦ ચૂલિકા-૧, અધ્યયન-3નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ૦ - X - X - X - X - X - X X - X - X -

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286