Book Title: Agam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 241
________________ ૨/૧/ર/૧/૪૦૨ ૧૬૭ ૧૬૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ કેમકે ગૃહસ્થથી માંડીને કર્મચારીણી આદિ પરસ્પર આક્રોશ કરતા હોય, કુવચન બોલતા હોય, એકબીજાને રોકતા હોય, ઉપદ્રવ કરતા હોય; આ બધું જોઈને સાધુનું મન ઉંચું નીચું થઈ જાય અને મનમાં વિચારે કે આ લોકો ઝઘડે તો સારું થવા ન ઝઘડે તો સારું ચાવતું મારે તો સારું કે ન મારે તો સારું. તેથી સાધુ માટે આ પૂવોંપાદિષ્ટ પ્રતિજ્ઞા છે કે તેવા ગૃહસ્થયુક્ત સ્થાનમાં સ્થાનાદિ ન કરે. • વિવેચન : ભિક્ષુને ગૃહસ્થયુક્ત વસતિમાં રહેવાથી કર્મોનું ઉપાદાન થાય, જેથી ત્યાં ઘણાં દોષો સંભવે છે તે કહે છે, આવી વસતિમાં ગૃહસ્થાદિ પરસ્પર આક્રોશ આદિ કરે, તેમ કરતા જોઈને સાધુનું મન ઉંચુ-નીચું થાય, તેમાં ઉંચુ એટલે આવું ન કરે, નીચું એટલે આવું કરે. • સૂત્ર-૪૦૩ : ગૃહસ્થ સાથે વાસ કરનાર સાધુને કર્મબંધ થાય. કેમકે ગૃહસ્થ પોતાના માટે અનિકાય પ્રગટાવશે, પ્રજવલિત કરશે કે બુઝાવશે. તે જોઈ મુનિનું મન ઉચ-નીચું થશે. તે વિચારો કે આ અનિકાયને પ્રગટાવે-ન પ્રગટાવે, પ્રજવલિત કરે - ન કરે, ઠાટે : ન હારે તો સારું. તેથી સાધુની પૂર્વોપદિષ્ટ પ્રતિજ્ઞા છે, તેવા ઉપાશ્રયમાં ન રહે. • વિવેચન : આ પણ ગૃહસ્થ સાથે વસવાથી તે સ્વાર્થે અગ્નિ સમારંભ કરે તો સાધુનું મન ઉંચ-નીચું થઈ શકે તે દર્શાવતું સૂત્ર છે. • સૂગ-૪૦૫ - સાધુ કે સાદડીને ગૃહસ્થ સાથે વસતાં કમબંધ થાય છે. જેમકે - અહીં ગૃહસ્થની પત્ની કે પુત્રવધુ, પુરી, ધાણી, દાસી, નોકરાણી મુનિને જોઈને પરર વાર્તાલાપ કરશે કે જે આ શ્રમણ ભગવંત મૈથુન ધર્મથી વિરત છે, તેમને મૈથુન સેવન કે તેની અભિલાષા પણ ન કહ્યું. આવા સાધુ સાથે કોઈ સ્ત્રી મૈથુન સેવે તો તેણીને પુત્ર પ્રાપ્તિ થાય. જે ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, દેખાવડો અને વિજયી હોય. આવા પ્રકારની વાત સાંભળી સમજી તેમાંની કોઈ આ તે તપસ્વી ભિક્ષને મૈથુન ધર્મ માટે પ્રલોભન આપી આકર્ષિત કરશે. તેથી સાધુનો પૂવોંપાદિષ્ટ આચાર છે કે સાધુ તેવી વસતિમાં સ્થાન, શય્યા, સ્વાધ્યાય ન કરે, તે ભિક્ષુધર્મ છે. • વિવેચન : પૂર્વોક્ત ગૃહે વસતા ભિક્ષુને આ દોષ છે - ગૃહસ્પતિની પત્ની આદિ એમ કહે કે, આ શ્રમણો મૈથુનથી વિરત છે. તેથી તેના દ્વારા જો પુત્ર થાય તો બળવાનું, દીપ્તિમાનું, રૂપવાન, કીર્તિમાન થાય. આવું ધારીને તેમાંની કોઈ પુત્ર વાંછક સ્ત્રી આ શબ્દો સાંભળી તે સાધુને મૈથુનધર્મ સેવવા માટે આકર્ષિત કરે. આ દોષના ભયથી સાધુની પૂવોંપાદિષ્ટ પ્રતિજ્ઞાદિ છે કે આવી વસતિમાં સ્થાનાદિ ન કસ્યા. આ જ તેનો ભિક્ષુભાવ છે. ચૂલિકા-૧, અધ્યયન-૨ ‘શઐષણા', ઉદ્દેશા-૧નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | ક ચૂલિકા-૧, અધ્યયન-૨ ઉદ્દેશો-૨ . 0 ઉદ્દેશો-૧ કણો, હવે બીજો કહે છે, તેનો સંબંધ આ પ્રમાણે. ઉદ્દેશા-૧માં ગૃહસ્થયુકત વસતિના દોષ કહ્યા. તે વિશેષથી કહે છે. • સૂત્ર-૪૦૬ : કોઈ ગૃહસ્થ સૂચિ સમાચાર હોય, સાધુ તો સ્નાન ત્યાગી, (કોઈમોક પ્રતિમાધારી હોય, તે ગંધ ગૃહસ્થને દુર્ગંધ, પ્રતિકૂળ, અપ્રિય લાગે. તેમજ સાધુને કારણે ગૃહસ્થ પહેલા કરવાનું કાર્ય પછી, પછી કરવાનું કાર્ય પહેલાં રે, વળી ભોજનાદિ કાર્ય કરે કે ન કરે. તેથી સાધુની આ પૂવોંપાદિષ્ટ પ્રતિજ્ઞા છે કે તે આવી વસતિમાં વાસ ન કરે. • વિવેચન : કેટલાંક ગૃહસ્થો શચિ સમાચારવાળા ભાગવત આદિના ભક્તો કે ભોગીઓ - ચંદન, અગર, કુકમ, કસિદિ સેવી હોય છે. ભિાઓ સ્નાન ન કરવાથી કે કાર્યવશાત્ મુત્રનો ઉપયોગ કરનારા હોવાથી તે ગંધવાળા કે દુર્ગધ હોય છે. આ બધું તે ગૃહસ્થોને અનુકૂળ કે અભિમત હોતું નથી. તથા તે ગંધથી વિપરીત ગંધ હોય છે. - X - X - X - • સૂત્ર-૪૦૪ - ગૃહસ્થ સાથે નિવાસ કરનાર સાધુને કમબંધ થાય છે. કેમકે - ગૃહસ્થના કુંડલ, કંદોરો, મણિ, મોતી, હિરણ્ય, સુવર્ણ, કડા, બાજુબંધ, મિસરો હાર, પલંબ હાર, અધહાર, એકાવલી, કનકાવતી, મુક્તાવલી, નાવલી અાદિથી સજજ તરુણી કે કુમારીને અલંકૃત - વિભૂષિત જોઈને સાધુનું મન ઊંચ-નીચું થાય, વિચારે કે આ સુંદર લાગે છે . નથી લાગતી, ઉપભોગ્ય છે કે નથી. તે આવું બોલે, અનુમોદે. તેથી સાધુનો પૂર્વોપદિષ્ટ આચાર છે યાવતું ત્યાં વાસ ન કરે. • વિવેચન : ગૃહસ્થ સાથે વસતાં ભિક્ષને આ દોષો લાગે છે . જેમકે અલંકાર પહેરેલી કન્યા જોઈને - x - આવી શોભન કે અશોભન મારી પત્ની હતી કે આ અલંકાર અથવા કન્યા શોભન કે અશોભન છે તેવું વચનથી બોલે તથા મનને શોભન કે અશોભનમાં ઉંચ-નીચું કરે. તેમાં ગુણ એટલે રસના દિોષો] છે, હિરણ્ય-દીનારાદિ દ્રવ્ય, ગુટિત-ને મૃણાલિકા અને પ્રાલંબ એ આભરણ વિશેષ છે. બાકી સુગમ છે. - વળી -

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286