Book Title: Agam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 248
________________ ૨/૧/૨/૩/૪૪૩ ૧૮૧ • વિવેચન : સૂકાઈ મુજબ જાણવું. અહીં આ ભાવના છે . પોતાના પગથી હસ્તમાત્ર વ્યવહિત સંથારામાં સુવું. આ પ્રમાણે સુનારની નિઃશ્વસિતાદિ વિધિ સૂત્ર કહ્યું. * * • x • હવે સામાન્યથી શય્યાને આશ્રીને કહે છે • સૂત્ર-૪૪૪ : સાધુ કે સાદdી કોઈ સમયે સમ વિષમ કે પવનવાળી કે નિવાત કે વળવાળી કે ધુળ વિનાની કે ડાંસ મચ્છરવાળી કે ડાંસ મચ્છર વિનાની કે અશિlણ કે નવી મૃદઢ કે ઉપસર્ગવાળી કે ઉપસર્ગરહિત કે કોઈ સમયે તેવા પ્રકારની શા પ્રાપ્ત થાય તો પણ તેમાં રાણરહિત-ન્સમભાવ ધારણ કરી રહેવું પણ લેશ માત્ર ગ્લાનિ લાવવી નહીં. આ જ સાધુનો સંપૂર્ણ ભિક્ષુભાવ છે, માટે તેઓ સા જયણાથી વર્ત. • વિવેચન : સુખેથી સમજાય તેવું છે. તેવા પ્રકારની વસતિ વિધમાન હોય તેમાંથી સમવિષમાદિ કોઈપણ વસતિ મળે તેમાં સમચિતે રહે. તેમાં દીનતાદિ ન કરે. આ જ તે ભિક્ષુનો ભિક્ષુભાવ છે તેથી સદા તેમાં યત્ન કરે. ચૂલિકા-૧, અધ્યયન-૨ “શૌષણા, ઉદ્દેશા-3નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ૦ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૩ “ઈય” ૦ 0 બીજું અધ્યયન કહ્યું, હવે બીજું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - અધ્યયન-૧-માં ઘર્મ શરીરનું પાલન કરવા પિંડ બતાવ્યો. તે આ લોક પરલોકના અપાયના રક્ષણ માટે અવશ્ય વસતિમાં વાપરવો. તેથી બીજા અધ્યયનમાં વસતિનું સ્વરૂપ બતાવ્યું. હવે પિંડ તથા વસતિ શોધવા માટે ગમન કરવું, તે આ પ્રમાણે કરવું, આ પ્રમાણે ન કરવું, તે અહીં બતાવવાનું છે. આ સંબંધે આવેલ આ અધ્યયનના ચાર અનુયોગદ્વાર છે. તેમાં નિક્ષેપ, નિર્યુક્તિ, અનુગમમાં નામ નિક્ષેપાર્થે નિયુકિત [નિ.૩૦૮] નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ છ પ્રકારે ઇર્યાનો નિક્ષેપ છે. નામ-સ્થાપના છોડીને દ્રવ્ય ઇર્યા કહે છે [નિ.૩૦૬] દ્રવ્ય ઇજ્ય સચિત્ત, અચિત, મિશ્ર એ ત્રણ ભેદે છે. ઇર્યા એટલે ગમન. સચિત વાયુ કે પુરુષનું ગમન તે સયિત દ્રવ્ય ઇ. એ રીતે પરમાણું આદિ દ્રવ્યનું ગમન તે અચિતદ્રવ્ય ઇર્યા, રથ આદિનું ગમન તે મિશ્ર દ્રવ્ય ઇર્યા. ક્ષેત્ર ઇર્યા તે જે ફોગમાં ગમન કરાય તે - x - કાળ ઇર્યા તે જે કાળમાં ગમન થાય છે. હવે ભાવ ઇ કહે છે. [નિ.૩૧] ભાવ વિષય ઇ બે પ્રકારે - ચરણ, સંયમઇર્યા. તેમાં ૧૩ ભેદે સંયમાનુષ્ઠાન તે સંયમેય. અથવા અસંખ્ય સંયમ સ્થાનમાં એક સંયમ સ્થાનથી બીજા સંયમ સ્થાને જવું તે. ચરણ ઇર્યા - તેમાં - x • ચરણ એટલે ગતિ કે ગમન. તે શ્રમણનું ભાવગમન કેમ થાય ? [નિ.૩૧૧] પ્રવચન, સંઘ, ગચ્છ, આચાર્યાદિ માટે પ્રયોજન આવતાં સાધુ ગમન કરે તે આલંબન અને વિતરણ યોગ્ય અવસર તે કાળ છે. માર્ગ એટલે લોકોએ પણ વડેલ ખુંદેલ, ત્યાં યુગ માત્ર દષ્ટિ રાખવી. તે આલંબન કાળ માર્ગ. તેમાં - X - ૧૬ ભંગો થાય છે. તેમાં જ પરિશુદ્ધ હોય તે જ પ્રશસ્ત છે. [નિ.૩૧૨] ચાર કારણે સાધુનું ગમન શુદ્ધ થાય છે. દિવસે માર્ગ વડે વતનાથી જાય અથવા અકાલમાં પણ ગ્લાનાદિના આલંબને યતનાથી જતાં શુદ્ધ ગમન હોય છે. આવે માર્ગે સાધુએ યત્ન કરવો. નામ નિક્ષેપ કહ્યો. [નિ.૩૧૩] આ અધ્યયનના ત્રણે ઉદ્દેશા જો કે ઇર્ચા વિશુદ્ધિકાક છે, તે પણ ત્રણેમાં કંઈક વિશેષ છે. તે દરેકને યથાક્રમે કિંચિત કહીશ. [નિ.૩૧૪] ઉદ્દેશો-૧ માં વષકાલાદિમાં સ્થાન ન લેવું તથા નિર્ગમ. શરતું કાલાદિમાં વિહાર જેવો હોય તેવો કહે છે. તેમાં યતનાથી માર્ગે ચાલવું. ઉદ્દેશા-૨ માં નાવાદિમાં આરૂઢનું પ્રક્ષેપણ વર્ણવશે. પાણીમાં યતના રાખવી તથા જુદા જુદા પ્રશ્નમાં સાધુએ શું કરવું ? તે અહીં કહે છે. [૩૧૫-] ઉદ્દેશા-1-માં જો કોઈ પાણી આદિ સંબંધે પૂછે તો જાણવા છતાં અજાણ રહેવું તે અધિકાર છે. તથા ઉપધિમાં પ્રતિબંધપણું રાખવું. કદાચ તે ચોરાઈ જાય તો સ્વજન કે રાજગૃહે ફરિયાદ ન કરવી. ૦ અધ્યયન-૨-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૦

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286