Book Title: Agam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 229
________________ ૨/૧/૧//૩૭૧ ચૂલિકા-૧, અધ્યયન-૧, ઉદ્દેશો-8 . o છઠ્ઠા ઉદ્દેશા પછી સાતમો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - ઉદ્દેશા-૬માં સંયમ વિરાધના બતાવી અહીં સંયમ-આત્મા-દાતૃ વિરાધના વડે પ્રવચનની હીલના થાય તે બતાવે છે– • સૂત્ર-૩૩૧ : ગૃહસ્થના ઘેર ભિક્ષાર્થે પવિષ્ટ સાધુ કે સાદdી જાણે કે એશન આદિ દીવાલ-સ્થભ-મંચ-માળ-પ્રાસાદ-હવેલીની છત કે અન્ય તેવા પ્રકારના ઉંચા સ્થાને રાખેલ છે, તો એવા સ્થાનોથી લાવીને અપાતું અશનાદિ અપાસુક જાણીને તેવો આહાર ગ્રહણ ન કરે. કેવલી કહે છે કે એ કર્મબંધનું કારણ છે. કેમકે ગૃહસ્થ સાધુના નિમિત્તે પીઠ, ફલક, નીસરણી ઉખલ આદિ લાવીને તેને ઉંચો કરીને ઉપર ચડશે. તેમ ઉપર ચડતા તે લપસે કે પડે. જે તે લપસે કે પડે તો તેના હાથ, પગ, ભુજ, છાતી, પેટ, મસ્તક કે શરીરનું કોઈ અંગ ભાંગે અથવા પ્રાણીજીવ-ભૂત-સવની હિંસા કરશે, તેઓને ત્રાસ થશે, કચડાશે, અંગોપાંગ ટુટશે, ટકરાશે, મસળાશે, અથડાશે, ઘસાશે, સંતાપ પામશે, પીડાશે, કિલામણા પામશે, એક સ્થાનથી બીજા સ્થાને પડશે. તેથી આવા પ્રકારના માલાપહત અનાદિ મળવા છતાં ગ્રહણ ન કરે. ગૃહસ્થના ઘેર ગયેલ સાધુ-સાદની જાણે કે આ અનાદિ કોઠીમાંથી, ગૃહસ્થ સાધુ નિમિત્તે ઉંચા થઈને, નીચા નમીને શરીર સંકોચી કે આડા પડીને આહાર લાવીને આપે તો તે શનાદિ ગ્રહણ ન કરે. • વિવેચન [મૂર્ણિમાં કિંચિત પાઠ ભેદ અને અર્થ વિરોષતા છે.] તે ભિક્ષ ભિક્ષાર્થે પ્રવેશીને ચારે પ્રકારના આહાર વિશે જાણે કે તે સ્કંધઅર્ધપાકાર, પત્થર કે લાકડાનો તંભ, તથા માંચડો કે શીકું કે પ્રાસાદ કે વ્હેલીતલ કે અન્ય તેવા પ્રકારના અધર સ્થાનમાં રાખેલો હોય, તે તેવા પ્રકારના આહારને માલાપહત જાણીને મળવા છતાં ગ્રહણ ન કરે. કેવલી ભગવંતે તેને કર્મબંધનું કારણ કહ્યું છે. તે આ પ્રમાણે ગૃહસ્થ સાધુને ઉદ્દેશીને સાધુને દેવા માટે માંચી, પાટીયું, નીસરણી કે ઉંધી ઉખલ આદિ ઉંચે ટેકવીને તેના પર ચડીને આહાર લેવા જતાં લપસે કે પડે. ત્યાંથી તે લપસતા કે પડતાં હાથ વગેરે ભાંગે કે શરીર અથવા ઇન્દ્રિયો ટુટે. તથા તેિના લપસવા કે પડવાથી પ્રાણી-ભૂત-જીવ-સત્વ હણાય કે ત્રાસ પામે. [અહીં આબિહાદિ પદો છે જે ઇપરિકી સુઝ મુજબ છે.) તે જીવો સંશ્લેષ-સંઘર્ષ-સંઘ પામે. આ પ્રમાણે થતાં તે જીવો પરિતાપ પામે, કિલામણા પામે, એક સ્થાનથી બીજે સ્થાન સંક્રમિત થાય. આ પ્રમાણે જાણીને તે પ્રકારના માળા આદિથી લાવીને જો આહાર આપે તો તે મળવા છતાં ગ્રહણ ન કરે. અથવા તે સાધુ આહાર લેતાં આ પ્રમાણે જાણે કે માટીની કોઠીમાંથી કે જમીનમાં ખોદેલ અર્પવૃતાકાર ખાડમાંથી તે ગૃહસ્થ સાધુને ૧૪૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ઉદ્દેશીને કાયાને ઉંચી નીચી કરીને, કુન્જ થઈને તથા ખાડમાં નીચા નમીને કે તીછાં પડીને આહાર લાવીને આપે, તો સાધુ તેવા પ્રકારના અધોમાલાહત આહાર મળવા છતાં ન લે. હવે પૃથ્વીકાયને આશ્રીને કહે છે • સૂઝ-39ર : તે સાધુ-સાધવી યાવતું એમ જાણે કે અશનાદિ આહાર માટી વડે લિપ્ત વાસણમાં છે, તો તેવા આશનાદિ મળવા છતાં ન લે. કેવલી ભગવંત તેને કર્મબંધનું કારણ કહે છે. કેમકે ગૃહસ્થ સાધુને આહાર આપવા માટીથી લિપ્ત વાસણને ખોલતા પ્રવી-અy-dઉ-વાય-વનસ્પતિકાય અને ત્રસકાયની હિંસા કરશે, ફરી લીંપીને પશ્ચાત કર્મ કરશે. તેથી સાધુનો આ પૂર્વોપદિષ્ટ આચાર છે કે માટીથી બંધ કરેલ ભાજન આદિમાંથી અપાતો આહાર મળવા છતાં ગ્રહણ ન કરે. તે ભિક્ષ * * * * * જાણે કે આશનાદિ પૃdીકાય પર રાખેલ છે, તો તે અશનને આપાસુક જાણીને ગ્રહણ ન કરે. • x • તે આશનાદિ અષ્કાય કે અનિકાય પર રહેલ હોય તો પણ • x • ગ્રહણ ન કરે. કેવલી ભગવંતને તેને કર્મબંધનું કારણ કહે છે. કેમકે ગૃહસ્થ સાધુના નિમિતે અનિને તેજ કરશે, લાકડા વગેરે બહાર કાઢશે, પ»ને ઉતારીને આહાર આપશે તેથી સાધુ આવો આહાર આપાસુક અને અનેષણીય જાણી ગ્રહણ ન કરે. • વિવેચન : તે ભિક્ષ ગૃહપતિના ઘરમાં પ્રવેશતા જો એમ જાણે કે - પિઠરક આદિ માટીથી લીંપીને રાખેલ હોય તેમાંથી કાઢી આહાર આપે તો પશ્ચાત કર્મના ભયે ચારે પ્રકારનો આહાર મળવા છતાં ગ્રહણ ન કરે. કેમકે કેવલીએ કહ્યું છે કે તેનાથી કર્મ આદાન થાય. તે જ દશવિ છે ગૃહસ્થ ભિક્ષ નિમિતે માટીથી લિપ્ત વાસણમાંથી આહાર આપે તો તે વાસણ ખોલતા પૃથ્વીકાયનો સમારંભ કરે, તે જ કેવલી કહે છે તથા તેઉ-વાયુ-વનસ્પતિત્રસકાયનો સમારંભ કરે, સાધુને આપ્યા પછીના કાળે બાકીના આહારની રક્ષાર્થે તે વાસણને લીંપીને પશ્ચાત કર્મ કરે. હવે ભિક્ષની આ પૂર્વોપદિષ્ટ પ્રતિજ્ઞા છે, તે જ હેતુ • તે જ કારણ - તે જ ઉપદેશ છે કે તેવા પ્રકારે માટીથી લીપલ વાસણ ઉઘાડીને અશનાદિ આપે તો મળવા છતાં ગ્રહણ ન કરે. તે ભિક્ષ ગૃહના ઘરમાં પેસતા જાણે કે તે આહાર સચિત પૃથ્વીકાય પ્રતિષ્ઠિત છે તો તેવો આહાર જાણીને પૃથ્વીકાય સંઘનાદિ ભયથી મળવી છતાં પાસુક, અનેષણીય જાણી ગ્રહણ ન કરે. એ પ્રમાણે અકાય અને અનિકાય ઉપર રહેલ આહાર પણ મળવા છતાં ગ્રહણ ન કરે, કેમકે કેવલી તેને કર્મનું આદાન કહે છે - તે જ બતાવે છે ગૃહસ્થ ભિક્ષ નિમિતે અગ્નિકાયને ઉકાદિ વડે પ્રજવલિત કરે અગ્નિ ઉપર

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286