Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 12
________________ (૩) હીરવિજ્યસૂરિ. ( આ આચાર્યશ્રીની ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૨૭, ૪૮,૫૫, ૬૪ અને ૬૫ એ નંબરેની કુલ અગીયાર સજઝાય છે) સમા અકબરના પ્રતિબોધક તરીકે આચાર્યશ્રીહીરવિજયસૂરીશ્વરજીની પ્રસિદ્ધિ જગજાહેર છે. આ આચાર્યશ્રીને જન્મ પાલણપુરમાં સં. ૧૫૮૩ ના માગશર શુદિ ૯ ના દિવસે થયે હતે. હેમના પિતા વૃદ્ધશાખીય અને ઓશવાલ વંશીય નામે કુરા શા (કુંવરજી) હતા, માતાનું નામ નાથી હતું. કુરાશાહને ચાર પુત્રો અને ત્રણ પુત્રી હતી. પુત્રનાં નામ સંઘ સરજી, શ્રીપાલ અને હીરજી હતાં, જ્યારે પુત્રિનાં નામ રંભા, રાણી અને વિમલા હતાં. માત્ર તેર વર્ષની ઉમરમાંજ એટલે સં. ૧૫૯૬ ના કાર્તિક વદિ ૨ ને સોમવારના દિવસે હીરજીએ પાટણમાં આચાર્ય શ્રીવિજયદાનમરિજી પાસે દીક્ષા લીધી હતી. બાલ્યાવસ્થામાંથી જ તેમણે શાસ્ત્રને સારે અભ્યાસ કર્યો હતું. ત્યાગવૃત્તિ પણ તેમની તેવીજ ઉત્કૃષ્ટ હતી. સં. ૧૬૦૭ માં નારદપુરી ( નાડલાઈ ) માં હેમને પંડિતપદ મળ્યું હતું. ૧૬૦૮ ના માઘ સુદિ ૫ ના દિવસે તેજ નાડલાઈમાં વાચકપદ મળ્યું હતું. અને સં. ૧૬૧૦ ના પૈષ સુદિ ૫ ના દિવસે શીહીમાં હેમણે સૂરિપદ મેળવ્યું હતું. તેઓ અકબર બાદશાહને એકંદર ત્રણ વખત મળ્યા હતા. હેમાં સૌથી પહેલાં સં. ૧૬૩૯ ના જ્યેષ્ઠ વદિ ૧૩ ના દિવસે ફક્તપુર-સીકરીમાં મુલાકાત કરી હતી. આ પહેલી મુલાકાત વખતે આચાર્યશ્રીએ બાદશાહને ઘણે ધર્મોપદેશ આપે હતા. અને તેથી બાદશાહે પ્રસન્ન થઈ પોતાની પાસે પુસ્તકને ભંડાર સરિજીને ભેટ કર્યો હતો, જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 140