Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 16
________________ ૧૧ હું સર્વાત્માથી પ્રવૃત્ત થશે. પ્રથમ તે કેટલાક પ્રકરણો આલેખવા એવી ધારણા હતી, પછી વિશેષ વિચારસકુરણ થતાં એકાવન પ્રકરણે તે લખવા જ એવી ધારણા થઈ પણ અગાધ ગુણરત્નાકર શ્રીમદૂના અધ્યાત્મ ચરિત્રનું જેમ જેમ આત્મમંથન થતું ગયું, તેમ તેમ સંવેદાતું ગયું કે આટલા પ્રકરણે પણ પર્યાપ્ત નથી, અને આ દિવ્ય આત્મતિના અધ્યાત્મચરિત્ર સંબંધી હજુ ઘણું ઘણું રહી જાય છે. એટલે આ મંગલમૂર્સિ પુરુષોત્તમના મંગલ ચરિત્રાલેખનને એકસો આઠ પ્રકરણને મંગલ મર્યાદાંક મેં નિત કર્યો, –નહિં ન્યૂન નહિં અધિક (nothing more, nothing less); અને સંકલનાબદ્ધ આ એકસો આઠ પ્રકરણની સુવ્યવસ્થિત જના નિશ્ચિત કરી, આ નિર્ણયને નિર્વાહિત કરીને આ અષ્ટોત્તરશતપ્રકરણ ગ્રંથ-અધ્યાત્મ રાજચંદ્ર ૧૯૬૫ના ડિસેં. બરની ૨૪મી તારીખે–સં. ૨૦૨૨ના પિષ સુદ બીજ શુક્રવારના દિને પૂર્ણ કર્યો. આ છે ઉક્ત કારણસર વિસ્તારના ભય વિના લખેલા આ ગ્રંથના પ્રારંભ–પૂર્ણાહુતિનો ટૂકે ઈતિહાસ. આમ મહારો સ્વયંભૂ સંકલ્પ-મનોરથ ફળીભૂત થયો તે કેવળ શ્રીમદ્ સપુરુષના કૃપાપ્રસાદને આભારી છે. અને આમ કાર્તિકી પૂર્ણિમાના ધન્ય દિને જે દિવ્ય આત્મતિ આજ શત વર્ષ પૂર્વે આ ભારતઅવનિને પાવન કરવા અવતરી હતી, તે રાજચંદ્રના દિવ્ય અધ્યાત્મચરિત્રનું દિગ્દર્શન કરાવતે આ સ્વલ્પ ભક્તિઅંજલિરૂપ અધ્યાત્મ રાજચંદ્ર અષ્ટોત્તરશતપ્રકરણ ગ્રંથ આ ચરિત્રાલેખકે તે પરમ લોકોત્તર પુરુષની અનુપમ તવકળાથી ગૂંચે છે; એકસો આઠ ગુણથી પૂર્ણ ૧૦૮ શ્રીમદ્ રાજચંદ્રના ચરણકમળને આ એક આઠ પ્રકરણના પુષ્પોથી પૂજ્યા છે ! આ ધર્મમૂર્તિના શુદ્ધ આત્મચારિત્રમય ચરિત્રની શીલસૌરભથી મઘમઘતી આ એકસો આઠ પ્રકરણની મંગલમાલા ઉજમાલ થઈને મંગલમૂત્તિ રાજચંદ્રના ચરણે સમપ છે એકસો આઠ ગુણે ભર્યા, એકસો આઠ (૧૦૮) શ્રી રાજ; એક આઠ પ્રકરણ તણુ, પુખે પૂજું આજ. આત્મચારિત્રમય સૌરભે, મઘમઘતી આ માલ; રાજચંદ્રના ચરણમાં, અડું થઈ ઉજમાલ–સ્વરચિત) આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથ શ્રીમદ્ રાજચંદ્રના મુખ્યપણે અધ્યાત્મ ચરિત્રનું આલેખન કરે છે, અને એમના આત્મદશાવિકાસનું દર્શન કરાવી આ રાજચંદ્રના અંતગત પરમ પુરુષના–દિવ્ય આત્માના ષડશ કળાએ પૂર્ણ અદ્દભુત વ્યક્તિત્વનું તાદૃશ્ય તત્વકળાપૂર્ણ ચિત્ર આલેખે છે–આલેખવા પ્રયત્ન કરે છે, શ્રીમદ્દના અધ્યાત્મ જીવનના અત્ર વિવક્ષિત ત્રણ મુખ્ય તબક્કામાં અને તેના આંતરતબક્કામાં શ્રીમદની ઊર્ધ્વગામિની આત્મદશા કેમ વિકાસ પામતી ગઈ તેનું દિગદર્શનમાત્ર કરાવવા યથાશય યતકિચિત પ્રયાસ કરે છે. પણ શ્રીમદ્દની અધ્યાત્મદશાનું સંપૂર્ણ યથાર્થ માપ અત્ર કરી શકાશે એવી ભ્રાંતિ રખેને કઈ ન રાખે ! અત્રે તે તેના એક અંશ માત્રની જ ઝાંખી કરાવી શકાશે. કારણ કે શ્રીમદ્દ જેવા પરમ આધ્યાત્મિક યોગી પુરુષનું યથાર્થ માપ તે તેમના

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 794