Book Title: Adhyatma Rajchandra
Author(s): Bhagvandas Mehta
Publisher: Paramshrut Prabhavak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ ॐ नमः सिद्धम् પ્રથમવૃત્તિની પ્રસ્તાવના દિવ્ય જ્યોતિ રાજચંદ્ર આ, ઉજાળતો શિવપંથ દિવ્ય ચંદ્રિકા જ્ઞાનની, વિશ્વ વિષે વરવંત–સ્વરચિત કાર્તિકી પૂર્ણિમા સં. ૧૯૨૪ !—જે પુણ્ય દિને ભારતના ગગનાંગણમાં દિવ્ય જ્યોતિ રાજચંદ્રનો પ્રાદુર્ભાવ થયો, તેને ૨૦૨૪ના કાર્તિકી પૂર્ણિમાના પુણ્ય દિને શત વર્ષ પૂર્ણ થાય છે. વિશ્વની વિરલ વિભૂતિ જે ભારતના નિર્ધર રાજચંદ્ર દિવ્ય જ્ઞાનચંદ્રિકા વર્ષાવી અખિલ વિશ્વમાં સૌમ્ય શાંત પ્રકાશ રેલાવી ગયા, તે રાજચંદ્રના જન્મને શતાબ્દિ જેટલો સમય વીતી ગયે,-અનંત કાલાબ્દિમાં એક શતાબ્દિને તરંગ ઉલસી ગયો! આ જન્મશતાબ્દિના પરમ પુણ્ય પ્રસંગે આ પુણ્યક પરમ લોકોત્તર પુરુષ રાજચંદ્રનું તેના ગુણગણગૌરવને અનુરૂપ ચરિત્રઅંકીનરૂપ સ્મારક રચતો આ શ્રીમદ્ રાજચંદ્રશતાબ્દિ સ્મારક ગ્રંથ-અધ્યાત્મ રાજચંદ્ર આજે સુજ્ઞ વાચકેના કરકમળમાં મૂકતાં હું સાત્વિક હર્ષ પામું છું; અને એક પરમ સાધુચરિત પરમ પુરુષનું સદ્ભૂત ગુણગાથા ગાતું ચરિત્રાલેખન કરવાને “અપૂર્વ અવસર મને પ્રાપ્ત થયો તે માટે પ્રશસ્ત ગૌરવ અનુભવું છું. પરમ મંગલમૂર્તિ ૧૦૮ શ્રીમદ્ રાજચંદ્રના પરમ મંગલ ગુણનું સ્મરણ કરાવતો આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથ અષ્ટોત્તર શત પ્રકરણ–એકસો આઠ પ્રકરણમા આલેખવાનો આ ચરિત્રાલેખકે યત્કિંચિત્ પ્રયાસ કર્યો છે, એટલે જેનું “અષ્ટોત્તર શત પ્રકરણ ઉપનામ યથાર્થ છે, એ આ ગ્રંથ શ્રીમદ્ રાજચંદ્રના મુખ્યપણે અધ્યાત્મ ચરિત્રનું આલેખન કરતો હોવાથી,ગુણનિષ્પન્ન નામને લઈ યથાર્થનામાં “અધ્યાત્મ રાજચંદ્ર” છે. શ્રીમદ રાજચંદ્રના ચરિત્ર સંબંધી કંઈક લખવાને સ્વયંભૂ સંકલ્પ તે મહારા હૃદયમાં ઘણા વર્ષોથી ઊગ્યા હતા, પણ તે માત્ર મરથરૂપ જ હતું, અનુકૂળ અવકાશ અભાવે તે કાર્યભૂત થઈ શક્યો ન હતો. જન્મશતાબ્દિનો સમય નિકટ આવતાં તે મનોરથરૂપ સંકલ્પ-બીજ અંકુરિત થયું અને આ જ તે શુભ સંકલ્પને કાર્યભૂત કરવાને સમુચિત અવસર છે એમ જાણ આ કાર્ય મહારે હવે કરવું જ એવો દઢ આત્મનિશ્ચય થયો, અને ૧૯૬૪ના જુલાઈ માસના અરસામાં આ કાર્યને મંગલ પ્રારંભ પણ મેં કરી દીધો. શ્રીમદ્ રાજચંદ્ર જેવી વિશ્વવંદ્ય વિભૂતિના ચરિત્રને પૂર્વપશ્ચાતભૂમિકાપૂર્વક સવિસ્તર વર્ણવ્યા વિના એમના અધ્યાત્મમય પવિત્ર ચરિત્રનો યથાર્થ ખ્યાલ આવે એમ નથી અને એને યથાયોગ્ય ન્યાય મળે એમ નથી, એવી મહારી પ્રથમથી જ વિચારણું હતી, એટલે આ વિચારણાને અનુરૂપ સવિસ્તર ચરિત્રસંકિર્તાનરૂપ આ તથારૂપ પ્રવૃત્તિમાં અ-૨

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 794