________________
આણું તાણું કાંઈ ન જાણું, ધણીએ જાણ્યું પરમાણું;
તને હજો એ (ઇ) મને હજો; તારો છેડો છોડું નહીં, મને બીજી કશી પડે ના ગમ;
તને હજો એ (ઇ) મને હજો. આગમ તારા અગમ્ય છે, એ મુજને ના સમજાય; જે કોઈને પૂછવા જાઉં, એ સૌ પોતાની ગાય; મારે તો બસ જોઈએ તારો, સીધો સમાગમ. તને, ૧ બીજા કોઈની વાત સુણી, મન માને ના જરાય; વહાલા તારી વાણી મુજ, હૈયા સોંસરવી જાય; મેં તો તારા નામે કર્યા છે, મારા સર્વ જનમ. તને ર | મન વચન ને શરીર તારાં, તારાં પુણ્ય ને પાપ; હૈયે ને હોઠે બસ રહેતાં, તુંહિ તું હિના જાપ; પરાભકિતને દેનારું, મને તારું મળ્યું શરણ. તને ૩ જીવની સાથે જડી લીધો, મેં તુજને દીનાનાથ; તારા વિના જીવાશે નહીં, હવે નિત રહેજે સંગાથ; ભલે માધવી કહે હવે, સોહમ્ સોહમ્ સોહમ્. તને ૪
* * *
(૧૦) આપને તારા અંતરનો એક તાર, બીજું હું કાંઈ ન માગું ! સુણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઈ ન માગું ! આ૧ તંબડું મારું પડ્યું નકામું, કોઈ જુએ ના એનાં સામું ! બાંધીશ તારા અંતરનો ત્યાં તાર, પછી મારી ધૂન જગાવું! આ ૨ એકતારો મારો ગુંજશે મીઠું, દેખશે વિશ્વ રહ્યું જે અદીઠું; ગીતની રેલાશે એક અખંડિત ધાર, એમાં થઈ મસ્ત હું રાચું! આ ૩ ,
* * *
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org