________________
(૧૫) નામ સુધારસ સાર સરવમાં, પરખી પ્રેમશુ પીધો રે - ટેક ભૂતળ પતિપદ તેને ન ભાવે, લહાવો નૌતમ લીધો રે. ના.૧ એ રસ મોઘો મૂલે મળે નહીં, વૈકુંઠ નાથને વ્હાલો રે, અજ ઉમિયાપતિ ઇચ્છક એના, અદ્વૈત પદનો પ્યાલો રે. નાર પુરણ બ્રહ્મ એ રસને પ્રીછો, નથી સમોવડ એવો રે; જગતનું જીવન એને રે કહીએ, મહા વીરલાનો મેવો રે. ના.૩ કોટી જગતને જપતપ તીરથ, તો એ તુલ્ય ન આવે રે; પૃથ્વી પાત્રને મૂકતા ભરીયું, એથી અધિક પાવે રે. ના.૪ નામ સમોવડ કોઈ ન આવે, અમૂલ્ય વસ્તુ એવી રે; સદ્ગુરુ સ્વામી કૃપા કરે તો, ત્યાંથી મળે તેવી રીતે. ના ૫ દુર્લભ દીઠો ને મહારસ મીઠો, સ્વાદ કહ્યો ન જાય રે; નીરાંત નામ સુધારસ પીતાં, હરિ સરખો થઈ જાવે રે. ના.૬
*
*
*
(૮૬.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org