________________
પણ છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નયપક્ષ છે,
પણ પક્ષથી અતિક્રાન્ત ભાખ્યો તે સમયનો સાર છે. સમયસાર-૧૪૨. જે શુદ્ધ જાણે આત્માને, તે શુદ્ધ આત્મા જ મેળવે, અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે લહે. સમયસાર-૧૮૬. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. સમયસાર-૨૦૬. જીવ-બંધ બન્ને નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે, પ્રજ્ઞા છીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય છે. સમયસાર-ર૯૪. એ જીવ કેમ ગ્રહાય? જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે, પ્રજ્ઞાથી જેમ જુદો કર્યો ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. સમયસાર-૨૯૬. પ્રજ્ઞાથી ગ્રહવો નિશ્ચયે જે દેખનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર-જાણવું સમયસાર-૨૯૮. પ્રજ્ઞાથી ગ્રહવો - નિશ્ચયે, જે જાણનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સ મુજ થકી પર-જાણવું. સમયસાર-૨૯૯. જ્યમ નેત્ર, તેમ જ જ્ઞાન નથી કારક, નથી વેદક અરે ! જાણે જ કર્મોદય નિરજરા, બંધ તેમજ મોક્ષને. સમયસાર-૩૨૦. જયમ શિલ્પી કર્મ કરે પરંતુ તે નહીં તન્મય બને, ત્યમ જીવ પણ કર્મો કરે પણ તે નહીં તન્મય બને. સમયસાર-૩૪૯. જ્યમ સેટિકા નથી પણ તણી, છે સેટિકા બસ સેટિકા જ્ઞાયક નથી ત્યમ પર તણો, જ્ઞાયક ખરે જ્ઞાયક તથા. સમયસાર-૩૫૬. તું સ્થા૫ નિજને મોક્ષપંથે, ધ્યા, અનુભવ તેહને; તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પર દ્રવ્યો વિષે. સમયસાર-૪૧૨. તેથી ન કરવો રાગ જરીયે, ક્યાંય પણ મોક્ષેચ્છુએ વીતરાગ થઈને એ રીતે, ભવ્ય ભવસાગર તરે. પંચાસ્તિકાય-૧૭ર.
૧૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org