Book Title: Adhyatma Kavya Sarita
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 158
________________ પ્રભુજીના નવાંગી પૂજાના દુહા ૧... અંગૂઠે- જલભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂરુંત; ઋષભ ચરણ અંગૂઠડે, દાયક ભવજલ અંત. ર... ઢીંચણે - જાનુબળે કાઉસગ્ગ રહ્યા, વિચર્યા દેશ-વિદેશ; ખડા ખડા કેવળ લહ્યું, પૂજો જાનું નરેશ. ૩... કાંડ લોકાંતિક વચને કરી, વરસ્યાં વરસી દાન; કર કાંડે પ્રભુ પૂજાના, પૂજો વિ બહુમાન, ૪... ખભે - માન ગયું દોય અંશથી, દેખી વીર્ય અત્યંત; ભુજા બળે ભવજલ તર્યા, પૂજો ખંધ મહંત, પ... શિખાએ - સિદ્ધશિલા ગુણ ઊજળી, લોકાંતે ભગવંત; વસિયા તેણે કારણ ભવિ, શિરશિખા પૂર્જત. - ૬... કપાળે - તીર્થંકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત; ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત. ૭... કંઠે - સોળ પ્રહર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુલ; મધુરધ્વનિ સુરનર સુણે, તેણે ગળે તિલક અમૂલ. ૮... હ્રદયે - હ્રદય કમલ ઉપશમ બળે, બાળ્યા રાગ ને દ્વેષ; હિમ દહે વનખંડને, હૃદય તિલક સંતોષ. ૯... નાભિ ત્નત્રયી ગુણ ઊજળી, સકલ સુગુણ વિશ્રામ; નાભિ કમળની પૂજાના, કરતા અવિચલ ધામ. Jain Education International - ઉપસંહાર : ઉપદેશક નવતત્ત્વનાં, તેણે નવ અંગ જિણંદ; પૂજો બહુવિધ રાગણું, કહે શુભવીર મુણીંદ. * * ૧૪૩ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178