________________
P નિગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુકત છે,
ચઉવિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. નિયમસાર-૭૫. હું બાળ-વૃદ્ધ યુવાન નહિ ને, તેમનું કારણ નહિ, કર્તા ન કારયિતા ન અનુમંતા હું કર્તાનો નહિ. નિયમસાર-૭૯. સો ભૂતમાં સમતા મને, કો સાથે વેર મને નહિ, આશા ખરેખર છોડીને, પ્રાપ્તિ કરું છું સમાધિની. નિયમસાર-૧૦૪. મારો સુશાશ્વત એક દર્શન, જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. નિયમસાર-૧૦૨. ચારિત્ર્ય છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે, ને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. પ્રવચનસાર-૭. અત્યત આત્મોત્પન્ન વિષયાતીત અનુપ અનંતને, વિચ્છેદ હિન છે સુખ અહો ! શુદ્ધોપયોગ પ્રસિદ્ધને. પ્રવચનસાર-૧૩. જે જાણતો અહંતને ગુણ, દ્રવ્યને પર્યયપણે, તે જીવ જાણે આત્માને, તસુ મોહ પામે લય ખરે. પ્રવચનસાર-૮૦. અહત સૌ કર્મો તણો કરી નાશ એ જ વિધિ વડે, ઉપદેશ પણ એમ જ કરી, નિવૃત્ત થયા નમું તેમને. પ્રવચનસાર-૮૨. શ્રમણો, જિનો, તિર્થંકરો આ રીત સેવી માર્ગને, સિદ્ધિ વર્યા; નમું તેમને, નિર્વાણના તે માર્ગને. પ્રવચનસાર-૧૯૯, એ રીત તેથી આત્માને જ્ઞાયક સ્વભાવી જાણીને, નિર્મમ પણે રહી સ્થિત આ પરિવર્લ્સ છું હું મમત્વને. પ્રવચનસાર-૨૦૦. નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી જે એક જ્ઞાયકભાવ છે, એ રીત “શુદ્ધ' કથાયને જે જ્ઞાત તે તો તેજ છે. સમયસાર-૬. વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે, ભૂતાર્થ ને આશ્રિત જીવ સુદૃષ્ટિ નિશ્ચય હોય છે. સમયસાર-૧૧. ..
૧૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org