________________
(૧૪૭) વીજળીને ચમકારે મોતીડાં પરોવતાં ત્યાં,
અચાનક અંધારા થાશે જી; જોતજોતામાં દિવસ વયા ગયા પાનબાઈ !
એકવીશ હજાર છસોને કાળ ખાશે જી.
જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઈ!
આ તો અધૂરિયાંને નો કહેવાય છે; આ ગુપત રસનો ખેલ છે અટપટો પાનબાઈ!
આંટી મેલો તો પૂરણ સમજાય જી. -વીજળીને,
નિરમળ થૈને આવો મેદાનમાં પાનબાઈ!
જાણી લિયો જીવની જાત જી; સજાતિ વિજાતિની જુગતિ બતાવું,
બીબે પાડી દઉં બીજી ભાત જી. -વીજળીને
પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઈ!
તેનો દેખાડું હું તમને દેશ જી; ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ!
ત્યાં નહિ માયાનો જરીએ લેશ જી. વીજળીને,
*
*
*
૯૯.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org