________________
(૨૦) જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે; ચિત્ત ચૈતન્યવિલાસ તદ્રુપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે. જાગી
પંચ મહાભૂત પરિબ્રહ્મ વિષે ઊપજ્યાં, અણુ અણુ માંહી રહ્યા ૨ે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ તે નહિ રે અળગી. જાગી ૨
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિષે ભેદ નોયે; ઘાટ ઘડચા પછી, નામ રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ
Jain Education International
૧
જીવ ને શિવ તો, આપ ઇચ્છાએ થયા,
રચી પરપંચ ચૌદ લોક કીધા;
ભણે નરસૈંયો એ, તે જ તું, તે જ તું,
એને સમર્યાથી કંઈ સંત સીધ્યાં. જાગી. ૪
૧૩
હોયે. જાગી ૩
For Personal & Private Use Only
www.jainelibrary.org