________________
(૯૦) મનડું કિમહિ ન બાઝે હો કુંથુજિન, મનડું મિહિ ન બાઝે જિમજિમ જતન કરીને રાખું, તિમતિમ અલગું ભાજે હો. કું. ૧ રજની વાસર વસતિ ઉજ્જડ, ગયણ પાયાલે જાય; સાપ ખાય ને મુખડું થોથું, એહ ઉખાણો ન્યાય હો. કું. રા મુકિતતણા અભિલાષી તપિયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઈ એહવું ચિતે, નાખે અવળે પાસે હો. કું, ૩ આગમ આગમધરને હાથે, નાવે કિણવિધ આ કું; કિહાં કણે જો હઠ કરી હટકું તો, વ્યાલાણી પરે વાંકું હો. કું. ૪ જો ઠગ કહું તો ઠગતું ન દેખું, શાહુકાર પણ નાંહી; સર્વમાંહી ને સહુથી અલગું, એ અચરિજ મનમાંહી હો. કું૫ જે જે કર્યું તે કાન ન ધારે, આપ મતે રહે કાલો; સુરનર પંડિતજન સમજાવે, સમજે ન માહરો સાલો હો. કું. ૬ મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે; બીજી વાત સમર્થ છે નર, એહને કોઈ ન ઝેલે હો. કું, ૭ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહિ ખોટી; એમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત છે મોટી હો. કું, ૮ મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, આગમથી મતિ આણું, આનંદઘન પ્રભુ માહરું આણો, તો સાચું કરી જાણે હો. કે ૯
*
*
*
(૬૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org