________________
( ૧૨ )
સતી શીળવતી અજિતસેન રાજા સાથે નિશ્ચિતપણે ગયે. રસ્તે ચાલતાં પુષ્પ વગરની અટવીને વિશે પણ અજિતસેનના કંઠમાં પુષ્પની તાજી માળા જોઈને રાજાએ પૂછ્યું. તમારા કંઠને વિષે આવી અટવીમાં આવી તાજી પુષ્પમાળા ક્યાંથી? મંત્રીશ્વરે કહ્યું “એ માળા હારી પ્રિયાએ મહારા કંઠને વિષે આપી છે; તે તેના શીળપ્રભાવથી નિરંતર કરમાયા વગરની રહે છે.” રાજા તે શીળવતીને શીળનું સ્વરૂપ સાંભળીને ચમત્કાર પામે.
એકદા તે રાજા પિતાના નર્મમિત્રે ( ગમ્મત કરાવનારા મિત્રોઆગળ શીળવતીના શીળવ્રતની પ્રશંસા કરવા લાગ્યું. એટલે ૧ કામાકુર મિત્રે ઈર્ષ્યાથી કહ્યું “ચંચળ નેત્રવાળી સ્ત્રીઓને વળી શીળવ્રત કેવું ?” તે વખતે ૨ લલિતાગે કહ્યું. કામાંકુર મિત્રે કહ્યું એ સત્ય છે. પછી ૩ રતિકે લિએ કહ્યું. એમાં સંશય શો? એટલે જ અશોક બે. “શીળનું ખંડન કરવાને હું જઈશ.” તે ઉપરથી કૌતુકી રાજાએ તેને બહુ ધન આપીને મેકલ્ય. એ અશક અબધૂતને વેષ લઈને ઉત્તમ વસ્ત્ર ધારણ કરી નંદનપુર જઈ શીયળવતીના ઘરની પાસે આસન નાખીને બેઠે. ત્યાં રહ્યો રહ્યો અને હર અંગવાળો તે પંચમ રાગનાં ગીત પ્રમુખ ગાતે જવા આવવા લાગે તથા સુશીલા શાળવતી તરફ બહુ પ્રકારના કામવિકાર બતાવવા લાગ્યું. એ સર્વ જોઈને સતી વિચારવા લાગી. નિશ્ચ એ હારૂં શીળ ખંડન કરવા ધારે છે. પણ એ મૂર્ખ વિચાર કરતા નથી કે, કેસરીસિંહ જીવતો હોય ત્યાં સુધી તેની કેસરા (વાળ) કેઈ ગ્રહણ કરી શકે? એમ વિચારીને તેણે વિકલ્પ વિના પણ ચક્ષુના ખૂણામાંથી તેના તરફ દષ્ટિ કરી; તેથી તે તે હર્ષ પામી ચિંતવવા લાગે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com