Book Title: Adarsh Jain Stree Ratno Part 02
Author(s): Atmanand Jain Sabha
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 34
________________ ( ૨૧ ) નર્મદાસુંદરી સંસર્ગથી વિદત્તાએ પણ એને ત્યાગ કર્યો. કહ્યું છે કે“આંબાનું અને લિંબડાના વૃક્ષનું એમ બે વૃક્ષના મૂળ એકઠાં થાય, તે તેમાં લિંબડાને સંસર્ગથી આંબાનું મૂળ વંઠીને લિંબડાના ગુણને પામે છે.” કુત્સિત શબ્દને મળેલ વાયુ દુર્ગધથી જ થાય છે. હવે ત્રાષિદત્તાને પણ એવી થઈ ગયેલી માની તેણીના માતાપિતા તેણીને જન્મ, વિવાહાદિ મહત્સવને વિષે પણ તેડું ન કરતાં. આ વિદત્તાને અનુક્રમે મહેશ્વરદત્ત નામને પુત્ર થયે. કિમે કરી યૌવન પામી તેણે પણ વધર્માદિ સર્વ કળા ગ્રહણ કરી. અહિં ઇષભસેનને પુત્ર સહદેવ, શ્રીદત્ત શેઠની પુત્રી વેરે પર. તેણીએ પણ કમે કરી સુસ્વપ્નસૂચિત ગર્ભ ધારણ કર્યો. એકદા તેણીને ગર્ભના મહિમાથી નર્મદા નદીને વિષે જળક્રીડા કરવાને દેહદ્ થયે. તે ઉપરથી સહદેવ તેણીને ત્યાં લઈ ગયે. ત્યાં જઈ શુભ દિવસે તેણે સ્ત્રી સાથે જળકીડા કરી. વ્યાપારને અર્થે હવે સહદેવે અહિં રહીને નર્મદા નામનું નગર વસાવ્યું. તેમાં વળી સમકિતના પિંડના પિષક એવા તેણે મેરુ તુલ્ય ઉત્તર એવું જિનમંદિર બંધાવ્યું. એટલે તે બહુ બહુ વ્યાપારીઓ પોતપોતાનાં સ્થાન ત્યજીને, ભ્રમરાઓ કમળ પાસે આવે તેમ અહિં વ્યાપારને અર્થે આવવા લાગ્યા. ત્યાં લોકેએ બીજાં અનેક જિનમંદિર બંધાવ્યાં. અનુક્રમે સહદેવની સ્ત્રીએ અહિં, વૈર્ય મણિની ભૂમિ જેમ વૈર્ય મણિને ઉત્પન્ન કરે તેમ, શુભ લને એક ઉત્તમ લક્ષણવાળી પુત્રીને જન્મ આપ્યો. પિતાએ જન્મોત્સવ કરીને તેણીનું નર્મદા સુંદરી એવું નામ પાડયું. તે પૂર્વના અભ્યાસથી જ હાયની તેમ સકળ કળા પ્રાપ્ત કરી શુકલ પક્ષના ચંદ્રમાની પેઠે ઉદય પામી યૌવનાવસ્થાએ પહોંચી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162