________________
આદર્શ જૈન શ્રીરને ભાગ ૨ જે
( ૭૨ ) કહે.” તેણે ઉત્તર આપે “હે ગિની ! તમારી વિદ્યાના પ્રભાવથી એવું કરો કે જેથી વિદત્તા ઉપર કલંક બેસે અને કનકરથ અહિં આવે. ગિનીએ કહ્યું-“કનકરથ સ્વયમેવ અહિં આવશે એમ હું કરીશ.” આમ રુકિમણીએ મેલેલી તે ગિની રથમર્દન નગરે ગઈ. એવામાં ત્યાં કુમાર અને તેની પ્રિયાના અભાગ્યને લીધે જ હાયની તેમ સૂર્ય અસ્ત પામ્ય અને સર્વ સ્થળે અંધકાર પ્રસર્યો. ચંદ્રમા ઉદય પામે તે પણ પૂર્વાચળની ચૂલિકાને વિષે ગયે. એવે સમયે અવસ્થાપિની નિદ્રા મૂકીને પેલી ગિનીએ એક મનુષ્યનો ગુણરીતે વધ કર્યો. વધ કરીને તે કનરથ કુમારની ચિત્રશાળાને વિષે ગઈ ત્યાં ઋષિદત્તાને કુમારની સમીપે સુખમાં સૂતેલી જોઈને વિચારવા લાગી. અહે! ધન્ય છે આ હરિનયનાના રૂપ અને તેજને ! આ કુમાર પણ મહાપુન્યવાન કે તેને આવી પત્ની પ્રાપ્ત થઈ. પછી નષિદત્તાનું મુખ રક્તથી ખરડીને તથા તેણીને ઓશીકે માંસનો કકડે મૂકી, અવસ્થાપિની નિદ્રા અપહરી તે પિતાને સ્થાનકે ગઈ એટલે માણસ જાગ્યાં. તેમણે એક જણને ઘાત થયેલ જોઈ કેળાહળ કરી મૂક્યું. એ ઉપરથી કુમાર જાગી ઊઠ્યો. તેણે પોતાની પ્રિયાનું મુખ લોહીથી ખરડાયેલું જોયું તથા તેને ઓશીકે માંસ જોયું તેથી તે ચકિત થયે. તે ભય સહિત વિચાર કરવા લાગે. એવામાં રાજા પાસે આવીને લેકોએ વિજ્ઞાપના કરી કે, કોઈ પુરુષ અથવા સ્ત્રીએ અમારા એક જનને ઘાત કર્યો છે, તો આપ પ્રજાપાળ રાજા ન્યાયી છે, તેથી તેની શોધ કરી તેને નિગ્રહ કરે.” રાજા બે, “નગર મધ્યે કઈ રાક્ષસ કે રાક્ષસી હશે માટે તેને તપાસ કરીને તેને હાંકી કાઢે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com