________________
આદર્શ જૈન સીરત્ન ભાગ ૨ જે
( ૭૬ ) કર્મને નિંદતી ઊભી થઈ. ભમતી ભમતી બોલી. “હે તાત! તે સમયે તમે મૃત્યુ પામ્યા ત્યારે મને શા માટે મૂકી ગયા ? વળી તે વિચારવા લાગીઃ “હે જીવ! તે શા પાપ કર્યા હશે કે જેથી નિર્દોષ છતાં પણ હારે આવું કલંક આવ્યું? અરે ! વિધિ જે તે મને આ વૃથા આવું કલંક આપ્યું તે તે મ્હારા પતિનું મહારા વિના શું થતું હશે? અથવા હે. સ્વામિનાથ ! અહિં આવે. હે જીવ! લ્હારો કર્યા કર્મ તું ભગવ.” આ પ્રમાણે ચિરકાળ વિલાપ કરી સ્વસ્થ થઈને તે આગળ ચાલી. ચાલતાં ચાલતાં તે પિતાના આશ્રમમાં આવી પહોંચી. ત્યાં જે સ્થાને તેણીના પિતા, અગ્નિપ્રવેશ કરીને ભસ્મીભૂત થયો હતો તે સ્થાને બેસીને તે ગાઢ સ્વરે વિલાપ કરવા લાગી. હે પિતા! તમારી પુત્રી અત્યંત દુઃખમાં પડી છે; તમે ક્યાં છે? અહિં આવે, ને વત્સને વત્સલ એવાં દર્શન ઘો. કરુણું કરી આવીને દૂષિત, અશરણ, દીન વદનવાળી અને એકાકી એવી જે હું તેણીને આશ્વાસન આપે. હે તાત ! આ શૂન્ય વનને વિષે આપના વિના હું દુઃખણી કોની પાસે પોકાર કરું? ક્યાં જઉં? શું કરું? હે તાત! આપ વિદ્યમાન હતા ત્યારે આ વન મને એક નગર જેવું રમ્ય ભાસતું હતું, પણ આપના મૃત્યુ પછી હવે તે એ મને ભયંકર અગ્નિસમાન જણાય છે. હે પિતા! જે આપને હું આ સમયે હયાત દેખું તે આ મહારું સર્વ દુઃખ પણ મને ઉત્સવરૂપ થાય. પણ હવે હું ગાંડા માણસની પેઠે કેટલુંક બોલુ? પૂર્વ જેવું વાવ્યું હોય તેવું જ લણવાનું મળે છે. ”
એમ કહી શોક ઓછો કરી પોતાના પિતાની ઝૂંપડીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com