________________
સતી તારા.
આ સY મસ્ત સંકટ રહિત, સમસ્ત દેવતાઓને હિતકારી dw®í એવી અમરાવતી જેવી વારાણસી નામે નગરી છે. જેમાં વસતા લક કર રહિત નથી પણ અવદ્ય-પાપ કરનારા નથી, એ આશ્ચર્ય છે. તે નગરીમાં ત્યાં અત્યંત મટે ધનવાન પુરંદર નામે શેઠ હતે. સુરાંગના સમાન સૌદર્યવતી એવી સુંદરી નામે તેની સ્ત્રી હતી. ચંદ્રમાની જેમ સમસ્ત લેકેને આનંદ પમાડનાર એ ચંદ્રનામે તેમનો પુત્ર હતું અને રછુક વણિકની તારા નામની પુત્રી તે ચંદ્રની ગૃહિણી હતી. એ તારાના રૂપ આગળ કામદેવની પ્રિયા રતિ તે એક દાસી જેવી લાગતી હતી. તેણે કોઈવાર ગુરુ પાસે પરપુરુષની નિવૃત્તિરૂપ વ્રત અંગીકાર કર્યું. રોહિણીને બુધની જેમ લોકોના લેચનાનંદને વિકાસ પમાડનાર એ શંખચૂડ નામે એ ચંદ્રની પ્રિયા તારાનો પુત્ર હતા.
એક દિવસે શિર પર તૃણ મૂકીને પિતાના પિતાના હાથે વેચાતી એક કન્યા ચૌટામાં ચંદ્રના જોવામાં આવી ત્યારે ચંદ્ર મિત્રોને પૂછયું કે-અત્યંત મનોહર આ કન્યા કોણ છે? તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com